Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હું નથી ડરતો PM મોદીથી, જે કરવું હોય તે કરી લે : રાહુલ ગાંધી

દેશમાં વિપક્ષીય પાર્ટીઓ પર ED ની રેડ હાલમાં ખૂબ ચર્ચામાં છે. સૌથી મોટી વિપક્ષ પાર્ટી કોંગ્રેસ પણ EDના રડારથી પોતાને બચાવી શકી નથી. ED એ યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કરી દીધી છે જે હેરાલ્ડ હાઉસના પરિસરમાં આવેલી છે. કોંગ્રેસ પાર્ટી આ અંગે સતત કેન્દ્ર સરકારની નીયત પર સવાલો કરી રહી છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ PM મોદીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. નેશનલ હેરાલ્ડ કેસની તપાસ કરી રà
હું નથી ડરતો pm મોદીથી  જે કરવું હોય તે કરી લે   રાહુલ ગાંધી
દેશમાં વિપક્ષીય પાર્ટીઓ પર ED ની રેડ હાલમાં ખૂબ ચર્ચામાં છે. સૌથી મોટી વિપક્ષ પાર્ટી કોંગ્રેસ પણ EDના રડારથી પોતાને બચાવી શકી નથી. ED એ યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કરી દીધી છે જે હેરાલ્ડ હાઉસના પરિસરમાં આવેલી છે. કોંગ્રેસ પાર્ટી આ અંગે સતત કેન્દ્ર સરકારની નીયત પર સવાલો કરી રહી છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ PM મોદીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. 
નેશનલ હેરાલ્ડ કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગત ​​સાંજ (બુધવાર) એ યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કરી દીધી છે. આ ઓફિસ હેરાલ્ડ હાઉસના પરિસરમાં છે. EDની આ કાર્યવાહી બાદ કોંગ્રેસ હેડક્વાર્ટર પાસે પણ હોબાળો વધી ગયો છે. નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ વચ્ચે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમારા અવાજને દબાવવા અને અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
રાહુલ ગાંધીએ કહ્યું- 'નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભલે કંઈ પણ કરે પરંતુ અમે ડરવાના નથી. અમે ઊભા રહીશું. અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી, જે કરવું હોય તે કરી લો. મારું કામ લોકશાહીની રક્ષા અને દેશમાં સદ્ભાવના જાળવવાનું છે. બીજી તરફ નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહીને લઈને લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
Advertisement

નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. બીજેપી નેતા અમિત માલવિયાએ એક ટ્વીટમાં લખ્યું છે કે, AJLને UPA શાસન દરમિયાન ફાયદો થયો હતો. AJLને દર મહિને 87 લાખ રૂપિયા ભાડા તરીકે ચૂકવવામાં આવતા હતા. વિદેશ મંત્રાલય તરફથી દર મહિને 60 લાખ રૂપિયા ભાડા તરીકે ચૂકવવામાં આવતા હતા, જ્યારે TCSને દર મહિને 26 લાખ રૂપિયા ભાડા તરીકે આપવામાં આવતા હતા. 
Tags :
Advertisement

.