નરેશ પટેલે ફરી છાતી સરસા પત્તા ચાંપી રાખ્યા, કહ્યું - હું અત્યારે ઘણો બધો કન્ફ્યુઝ છું
ગુજરાતના રાજકારણની અંદર અત્યારે ભારે ઉથલપાથલનો માહોલ જામ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીને લિન અત્યારથી જ પક્ષપલટાઓ અને તૈયારીઓ શરુ થઇ ગઇ છે. આ બધા વચ્ચે છેલ્લા ઘણા સમયથી પાટીદાર અગ્રણી નરેશ પટેલની રાજકારણમાં આવવાને લઇને ચર્ચા અને અટકળો ચાલી રહી છે. જો કે હજુ પણ આ ચર્ચા અને અટકળોનો ઝડપથી અંત આવે તેમ લાગતું નથી. છેલ્લા બે મહિનાથી રાજકારણમાં જોડાવવા અંગે નરેશ પટેલ મગનું નામ મરી નથી àª
12:29 PM Apr 23, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતના રાજકારણની અંદર અત્યારે ભારે ઉથલપાથલનો માહોલ જામ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીને લિન અત્યારથી જ પક્ષપલટાઓ અને તૈયારીઓ શરુ થઇ ગઇ છે. આ બધા વચ્ચે છેલ્લા ઘણા સમયથી પાટીદાર અગ્રણી નરેશ પટેલની રાજકારણમાં આવવાને લઇને ચર્ચા અને અટકળો ચાલી રહી છે. જો કે હજુ પણ આ ચર્ચા અને અટકળોનો ઝડપથી અંત આવે તેમ લાગતું નથી. છેલ્લા બે મહિનાથી રાજકારણમાં જોડાવવા અંગે નરેશ પટેલ મગનું નામ મરી નથી પાડી રહ્યા. ત્યારે વધુ એક વખત તેમણે કોઇ ફોડ પાડ્યો નથી.
છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા જઇ રહ્યા છે. આ અંગે તેમણે પ્રશાંત કિશોર સાથે મુલાકાત પણ કરી છે. તો સાતે જ કોંગ્રેસના મોવડી મંડળ સાથે પમ તેમની વાત ચાલી રહી છએ. આ તમામ અટકળો વચ્ચે નરેશ પટેલ ગઇ કાલે રાજધાની દિલ્હીમાં હતા. જ્યાં તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરી હોવાની વાત સામે આવી છે. જો કે દિલ્હીથી રાજકોટ પહોંચેલા નરેશ પટેલે આ અંગે સ્પષ્ટતા કરવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં હું કોને મળ્યો છું તે હું નહીં કહું.
દિલ્હીમાં હું કોને મળ્યો તે નહીં કહું.....
હું દિલ્હી એક લગ્નમાં ગયો હતો. ગઇકાલે આજ ફ્લાઇટથી દિલ્હી ગયો હતો અને લગ્ન પતાવીને તેમાં જ પરત આવ્યું છું. લગ્નની અંદર ઘણા રાજકીય નેતા પણ મળયા હતા. જો કે દિલ્હીમાં કોઇ સાથે ઓફિશિયલ ચર્ચા કરી નથી. હું ક્યાંય કોઇને મળવા માટે નથી ગયો. હોટેલથી વેન્યુ અને વેન્યુથી હોટેલ પરત આવ્યો હતો. દિલ્હીમાં હું કોને મળ્યો છું તે નામ હું તમને નહીં કહું. ગુજરાત સ્થાપના દિવસે કોંગ્રેસમાં જોડાવા અંગેના સવાલ પર નરેશ પટેલે કહ્યું કે આ વાત ખોટી છે. 2 તારીખે મારે કોંગ્રેસમાં જોડાવાનું છે તેવી મારે કોઇ વાત થઇ નથી.
પ્રશાંત કિશોર સાથે મુલાકાત થઇ
રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય ઘણો મહત્વનો અને મોટો છે. આ મહિનાના અંત સુધીમાં હું નિર્ણય જાહેર કરીશ. અમારો સર્વે લગભગ પુરો થઇ ગયો છે. નરેશ પટેલે સ્વીકાર્યુ કે હું પ્રશાંત કિશોરને મળું છું તેમાં કોઇની નથી અને ગઇ કાલે પણ લગ્નમાં પ્રશાંત કિશોર સાથે મુલાકાત થઇ હતી. પરતું એવી કોઇ વાત નથી તઇ કે મારે બીજી તારીખે કોંગ્રેસમાં જડાવું.
હાર્દિકે તેના પ્રશ્નોની મને રજૂઆત કરી
નરેશ પટેલે એ વાતનો ભલે સ્વીકાર ના કર્યો કે તેઓ કોંગ્રેસમાં જોડાવાના છે કે નહીં. જો કે તેમણે એ વાત સ્વીકારી કે હાલમાં હાર્દિક પટેલ અને તેમની વચ્ચે મુલાકાત થઇ હતી. નરેશ પટેલે કહ્યું કે હાર્દિક મારી પાસે આવ્યો હતો અને તેણે કોંગ્રેસ પક્ષ સાથેની તેની કેટલીક મુંઝવણો રજૂ કરી હતી. તેણે કહ્યું હતું કે આ થોડા પ્રશ્નો હલ થાય તેવું આપ વિચારજો.
હું કન્ફ્યુઝ છું
હું અત્યારે ઘણો બધો કન્ફ્યુઝ છું. મારે સમજને પણ જવાબ આપવો પડે છે. 15 મે સુધીમાં હું પણ આ અંગે સ્પષ્ટીકરણ કરીશ કે રાજકારણમાં હું પ્રવેશ કરીશ કે નહીં. હું એક સામાજિક કાર્યકર અને આગાવેન છું કોઇ પક્ષ માટે બ્લૂપ્રિન્ટ ના બનાવી શકું. તે કામ તો પ્રશાંત કિશોર જેવા રણનીતિકારનું છે.
Next Article