Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંજય રાઉતનો ખુલાસો, મને પણ ગુવાહાટીની ઓફર મળી હતી

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે શિંદે જૂથ દ્વારા તેમને પણ  ગુવાહાટી જવાની ઓફર કરવામાં આવી હતી. તેમણે કહ્યું, કે મને પણ ગુવાહાટીની ઓફર મળી હતી પરંતુ હું ત્યાં ગયો ન હતો. તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, હું બાળાસાહેબ ઠાકરેને માનનારો છું. જ્યારે સત્ય તમારી બાજુમાં હોય તો ડરવાનુ કેમ.બીજી તરફ, ED સામેની રજૂઆત અંગે સંàª
સંજય રાઉતનો ખુલાસો  મને પણ ગુવાહાટીની ઓફર મળી હતી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે શિંદે જૂથ દ્વારા તેમને પણ  ગુવાહાટી જવાની ઓફર કરવામાં આવી હતી. તેમણે કહ્યું, કે મને પણ ગુવાહાટીની ઓફર મળી હતી પરંતુ હું ત્યાં ગયો ન હતો. તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, હું બાળાસાહેબ ઠાકરેને માનનારો છું. જ્યારે સત્ય તમારી બાજુમાં હોય તો ડરવાનુ કેમ.
બીજી તરફ, ED સામેની રજૂઆત અંગે સંજય રાઉતે કહ્યું, દેશના એક જવાબદાર નાગરિક તરીકે, દેશની કોઈપણ તપાસ એજન્સી બોલાવે તો આપણે જવું જોઈએ. અધિકારીઓએ મારી સાથે સારો વ્યવહાર કર્યો, હું પણ સાથે રહ્યો હું પણ 10 કલાક તેમની સાથે રહ્યો હતો. જો ફરી બોલાવવામાં આવે તો પણ અમે જઈશું.
ઉલ્લેખનીય છે કે  શિવસેનાના નેતા સંજય રાઉત મની લોન્ડરિંગ કેસમાં પોતાનું નિવેદન નોંધવા માટે શુક્રવારે 1 જુલાઈએ ED સમક્ષ હાજર થયા હતા. ત્યાં તેમની લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સંજય રાઉત લગભગ 11.30 વાગ્યે EDની ઑફિસ માટે નીકળ્યા હતા અને લગભગ રાત્રે 10 વાગ્યે ત્યાંથી જતા જોવા મળ્યા હતા.
ધારાસભ્યો બાદ હવે સાંસદોએ બળવાખોર વલણ અપનાવવાના સમાચાર પર રાઉતે કહ્યું કે એક સાંસદ તેમનો પુત્ર છે, 2-3 વધુ હશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો  કે શિવસેનાના સંસદીય દળમાં પણ સમાંતર બળવો થશે. તેમણે કહ્યું કે આ માટે રાષ્ટ્રપતિના મતદાનની રાહ જુઓ.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 14 સાંસદ શિવસેના સામે બળવો કરી શકે છે. સંજય રાઉતે કહ્યું કે શિવસેનામાં ડરવાની મનાઈ છે. એકનાથ શિંદે ભલે આજે રાજ્યના મુખ્યમંત્રી બની ગયા હોય, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ શિવસેનાના નથી.
Advertisement
Tags :
Advertisement

.