Hyundai Grand i10 NIOSનું નવું વેરિઅન્ટ લોન્ચ, જાણો નવા ફીચર્સ અને કિંમત
Hyundaiએ Grand i10 NIOS કોર્પોરેટ એડિશન લોન્ચ કર્યું છે. લોન્ચ કરેલ એડિશન મેગ્ના ટ્રીમ પર આધારિત છે જેમાં ઘણા અપગ્રેડ છે આપવામાં આવ્યા છે. નવા વેરિઅન્ટને વિવિધ ટેક્નોલોજી અપડેટ્સ સાથે તૈયાર કરવામાં આવી છે. જેમાં સ્ટાન્ડર્ડ તરીકે LED ટર્ન ઈન્ડિકેટર સાથે સ્માર્ટફોન મિરિંગ દ્વારા નેવિગેશન સાથે 6.75-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઇલેક્ટ્રિક ફોલ્ડેબલ ORVMનો સમાવેશ થાય છે.એક્સટીરિયરની વાàª
02:00 AM May 24, 2022 IST
|
Vipul Pandya
Hyundaiએ Grand i10 NIOS કોર્પોરેટ એડિશન લોન્ચ કર્યું છે. લોન્ચ કરેલ એડિશન મેગ્ના ટ્રીમ પર આધારિત છે જેમાં ઘણા અપગ્રેડ છે આપવામાં આવ્યા છે. નવા વેરિઅન્ટને વિવિધ ટેક્નોલોજી અપડેટ્સ સાથે તૈયાર કરવામાં આવી છે. જેમાં સ્ટાન્ડર્ડ તરીકે LED ટર્ન ઈન્ડિકેટર સાથે સ્માર્ટફોન મિરિંગ દ્વારા નેવિગેશન સાથે 6.75-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઇલેક્ટ્રિક ફોલ્ડેબલ ORVMનો સમાવેશ થાય છે.
એક્સટીરિયરની વાત કરીએ તો, Hyundai Grand i10 NIOS કોર્પોરેટ એડિશનમાં 15-ઇંચ ગનમેટલ સ્ટાઇલ વ્હીલ્સ, બ્લેક-પેઇન્ટેડ ORVM, કોર્પોરેટ એમ્બ્લેમ, રૂફ રેલ્સ, ગ્લોસી બ્લેક રેડિયેટર ગ્રિલ અને પાછળના ભાગમાં ક્રોમ ફિનિશ છે. કિંમતની વાત કરીએ તો તેના મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 6,28,900 લાખ રૂપિયા છે. તેના ઓટોમેટિક ટ્રાન્સમિશનની કિંમત 6,97,700 રૂપિયા છે.
ગ્રાન્ડ i10 Nios કોર્પોરેટ એડિશનમાં સીટ ગિયર બૂટ અને એસી વેન્ટ્સ પર લાલ કલર ઇન્સર્ટ સાથે સ્પોર્ટી ઓલ-બ્લેક ઇન્ટિરિયર આપવામાં આવ્યા છે. ગ્રાન્ડ i10 NIOS કોર્પોરેટ એડિશન 1.2-લિટર કપ્પા પેટ્રોલ એન્જિન સાથે તૈયાર કરવામાં આવી છે જે પાંચ-સ્પીડ મેન્યુઅલ અને પાંચ-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન સાથે જોડાયેલું છે. આમાંનું એન્જિન 82 bhp પાવર અને 114 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે.
Hyundai i10 NIOSની કિંમત 5.39 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 8.46 લાખ રૂપિયા સુધી જાય છે. Hyundai i10 NIOS કંપની પણ ફીટેડ CNG સાથે આવે છે. જેની કિંમત 7.16 લાખ રૂપિયા છે. અહીં દર્શાવેલ તમામ કિંમતો એક્સ-શોરૂમ છે. એવરેજની વાત કરવામાં આવે તો તે એક લિટર પેટ્રોલમાં 20 કિમી પ્રતિ લિટરની એવરેજ આપી શકે છે જ્યારે એક કિલો સીએનજીમાં તે 25 કિમીની એવરેજ આપી શકે છે.
Next Article