ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી દુર્ઘટનામાં 50 લોકોના જીવ બચાવનાર હુસેને કહ્યું- ત્યા લોકો વિડીયો જ બનાવી રહ્યા હતા

મોરબીની બ્રિજ તૂટ્યાની ઘટનાએ આજે ઘણા પરિવારને રડતા કરી દીધા છે. આ ઘટનામાં કોઇ એવું નહીં હોય કે જેની આંખમાંથી પાણી ન આવ્યું હોય. બ્રિજ તૂટવાની ઘટના બન્યા બાદ ઘણા લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા. તેમા એક યુવક કે જેનું નામ હુસેન મહેબુબ પઠાણ છે તે પણ જોડાયો હતો. હુસેન સાથે ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિએ જ્યારે મોરબીની ઘટના અંગે પુછ્યું તો તેણે ત્યા શું થઇ રહ્યું હતું તે અંગે જણાવ્યું હતà«
04:40 AM Nov 01, 2022 IST | Vipul Pandya
મોરબીની બ્રિજ તૂટ્યાની ઘટનાએ આજે ઘણા પરિવારને રડતા કરી દીધા છે. આ ઘટનામાં કોઇ એવું નહીં હોય કે જેની આંખમાંથી પાણી ન આવ્યું હોય. બ્રિજ તૂટવાની ઘટના બન્યા બાદ ઘણા લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા. તેમા એક યુવક કે જેનું નામ હુસેન મહેબુબ પઠાણ છે તે પણ જોડાયો હતો. હુસેન સાથે ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિએ જ્યારે મોરબીની ઘટના અંગે પુછ્યું તો તેણે ત્યા શું થઇ રહ્યું હતું તે અંગે જણાવ્યું હતું. 
હુસેનનો ચોંકાવનારો ખુલાસો
મોરબીમાં બ્રિજના તૂટ્યા બાદ મોટી સંખ્યામાં લોકોએ તેમના પરિવારજનો ગુમાવ્યા છે. પરંતુ આ દરમિયાન દેવદૂત બનીને આવેલા ઘણા લોકોએ પાણીમાં ડૂબતા લોકોના જીવ બચાવ્યા હતા. તેમા એક યુવક હુસેન મહેબુબ પઠાણ પણ છે. જેણે ગુજરાત ફર્સ્ટ સાથે આ અંગે જણાવતા કહ્યું હતું કે, તેને તરતા સારું આવડે છે અને વળી તેનું ઘર પણ આ ઘટના જ્યા બની તેનાથી નજીક છે. જેવી તેની આ અંગે જાણ થઇ કે આવી ઘટના બની છે કે તુરંત જ તે બ્રિજ સુધી પહોંચ્યો હતો. વળી ગુજરાત ફર્સ્ટ સાથે ઘટનાની જાણકારી આપતા હુસેને એક ચોંકાવનારી વાત પણ કરી. તેણે કહ્યું કે, હું જ્યારે પહોંચ્યો ત્યારે મોટાભાગના લોકો વિડીયો બનાવી રહ્યા હતા. કોઇ ખાસ મદદ નહોતી. જે પણ લોકો ત્યા તે દરમિયાન હતા તેઓ માત્ર વિડીયો જ બનાવી રહ્યા હતા. હુસેને વધુમાં કહ્યું કે, અહીં રેસ્ક્યુ ટીમે ઘણુ સારું કામ કર્યું છે. તેમણે અમને બોટ આપી હતી, આ સાથે તેમણે રેઇનકોટ પણ આપ્યો હતો. જે થઇ શકતું હતું તે અમે કર્યું અને જેટલી મદદ અમે રેસ્ક્યુ ટીમને કરી શકતા હતા તે અમે કરી હતી. ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે આ ઘટના અંગે બોલતા હુસેન એક સમય માટે રડવા લાગ્યો હતો. જે બતાવે છે કે ઘટનાની તેના મન પર કેવી અસર થઇ છે. 
ફરી એકવાર 1979નું ભયાનક દ્રશ્ય યાદ આવ્યું
11 ઓગસ્ટ, 1979ના રોજ અવિરત વરસાદને કારણે મચ્છુ નદી પર બંધાયેલો ડેમ તૂટી ગયો હતો. બપોરે 3.15 કલાકે ડેમ તૂટતાં મોરબી અડધા કલાકમાં ધરાશાયી થઈ ગયું હતું. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે કોઈને કશું કરવાની પણ તક મળી ન હોતી. આ દુર્ઘટનામાં 1,500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે પાણીનું સ્તર ઘટ્યું, ત્યારે શહેર લાશોથી ભરાઈ ગયું હતું અને ઇમારતો કાટમાળના ઢગલા બની ગઈ હતી. સડતી લાશો વચ્ચે બચાવ કાર્ય હાથ ધરવું મુશ્કેલ બની રહ્યું હતું અને લોકો બીમાર પડી રહ્યા હતા. આ ભયાનક દુર્ઘટના બાદ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી જ્યારે મોરબી આવ્યા ત્યારે મૃતદેહોની દુર્ગંધને કારણે તેમણે નાક પર રૂમાલ બાંધવો પડ્યો હતો. પુલ દુર્ઘટના બાદ ફરી એકવાર મોરબીના લોકો આઘાતમાં છે. દિવાળી અને ગુજરાતના નવા વર્ષના તહેવારો પછી તરત જ આવેલી આ આફતના કારણે સેંકડો પરિવારોમાં શોક વ્યાપી ગયો છે.
134 જેટલા લોકોના મોત
રાજ્યના મોરબીમાં મચ્છુ નદી પરનો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે 06:30 વાગ્યે ધરાશાયી થયો હતો. મોરબી બ્રિજ ધરાશાયી થવાથી 134 જેટલા લોકોના મોત થયાની આશંકા છે અને ઘણા લોકો ગુમ પણ થયા છે. મૃતકોમાં 25 બાળકો પણ સામેલ છે. 170 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર મોટી સંખ્યામાં લોકો ઉભા હતા. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોરબીના ઝૂલતા પુલની ક્ષમતા 100 લોકોની છે પરંતુ રવિવાર રજાનો દિવસ હોવાથી 400થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો - PM મોદી આજે મોરબીની દુર્ઘટનામાં ઘાયલ અને મૃતકોના પરિવારજનોને મળશે
Tags :
GujaratFirstHussainMehbubPathanmorbiMorbiTragedy
Next Article