Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પત્નીએ એબોર્શનની મનાઈ કરતા પતિએ હોકી સ્ટિકથી ફટકારી

શહેરમાં છાશ વારે મહિવાઓ સામેના અત્અયાચારો વધી રહ્મયાં છે. અદાવાદના સટેલાઇટમાં કહેતી પરણિતાને બીજા લગ્ન જીવનમાં કડવો અનુભવ થયો છે. પોશ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય નેહા (નામ બદલેલ છે )ને પ્રથમ લગ્નમાં અમદાવાદમના પોશ વિસ્તારમાં રહેતી હતી. નેહાને બે બાળકો હતાં તેથી તે તેના બે બાળકો સાથે રહતી હતી. અને તેના ડિવોર્સ થયેલા છે અને તેની સોસાયટીમાં જ રહેતા ડિવોર્સી તરુણ (નામ બદલેલ છે.) સાથે વર
06:22 AM Mar 05, 2022 IST | Vipul Pandya
શહેરમાં છાશ વારે મહિવાઓ સામેના અત્અયાચારો વધી રહ્મયાં છે. અદાવાદના સટેલાઇટમાં કહેતી પરણિતાને બીજા લગ્ન જીવનમાં કડવો અનુભવ થયો છે. પોશ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય નેહા (નામ બદલેલ છે )ને પ્રથમ લગ્નમાં અમદાવાદમના પોશ વિસ્તારમાં રહેતી હતી. નેહાને બે બાળકો હતાં તેથી તે તેના બે બાળકો સાથે રહતી હતી. અને તેના ડિવોર્સ થયેલા છે અને તેની સોસાયટીમાં જ રહેતા ડિવોર્સી તરુણ (નામ બદલેલ છે.) સાથે વર્ષ 2017માં લગ્ન કર્યા હતાં. 
તરુણનું નેહા સાથેનું વર્તન એક જ મહિનામાં બદલાઇ ગયું
 બીજી લગ્ન વખતે નેહાના માતા-પિતા તથા સગા વહલાએ કરિયાવરમાં સોના ચાંદીના દાગીના પણ  આપ્યાં હતાં. બીજા લગ્નમાં એક જ મહિનામાં તેને ખરાબ અનુભવ થયો. તરુણનું નેહા સાથેનું વર્તન એક જ મહિનામાં બદલાઇ ગયું . એક મહિનામાં નેહાના સુખી દાંપત્ય જીવનના અરમાનો પર પાણી ફરી વળ્યું.  નેહાને તેનો  પતિ અને સાસુ નાની બાબતોમાં મેણા ટોણાં મારવાનું ચાલુ કરી દીધું.  તેમજ રસોઈ બનાવવા બાબતે બોલતા હતા અને રીત રિવાજ મુજબ કર્યાવરમાં કરી આપેલ નથી તેમ કહી મહિલાના મા બાપ વિશે  અપશબ્દો બોલતા હતાં. પોતાનું લગ્ન જીવન બચાવવા નેહા આ બધું સહન કરતી હતી. 
સાસુએ પણ તેના પતિ તરુણનો પક્ષ લીધો
સમય જતાં નેહા ગર્ભવતી હતી ત્યારે તેને આ બાબતની જાણ પતિ તરુણ અને સાસુને વાત કરી હતી. પરંતુ તરુણે આ વાત સાંભળીને ગુસ્સે થઇ ગયો હતો. 15 જાન્યુઆરી 2019ના રોજ નેહાના પતિએ આપણે બાળક રાખવું નથી તેમ કહી એબોર્શન કરાવી લેવા જણાવ્યું હતું. જેની નેહાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી જે બાબતે તરુણ એકદમ ઉશ્કેરાઇ ગઇ રૂમમાં પડેલ હોકી સ્ટીકથી મહિલાને માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી નેહાએ તેના સાસુને આ બધી હકીકત જણાવતાં તેના સાસુએ પણ તેના પતિ તરુણનો પક્ષ લીધો હતો. જોકે નેહા મૂંગા મોઢે આ બધુ સહન કરતી હતી. જેનો ફાયદો લઇ તરુણ અવર નવાર નેહા પર ગુસ્સો કરી અપશબ્દો કહીને માર મારતો હતો.  પતિ તરુણ અને સાસુ નેહાને ઘર ખર્ચ અને અંગત ખર્ચ માટે પૂરતા પૈસા પણ આપતા નહોતા અને અને કહેતા તારા બાપે લગ્ન વખતે કઈ ખાસ કંઇ આપેલ નથી. અને અવરનાર નેહાને કહેતા કે તારે તારે સારી રીતે રહેવું હોય તો તારા પિતાને કહે કે અલગથી ફ્લેટ લઈ આપે. 
નોકરી બાબતે નેહાએ તેના પતિને કહેતા પતિએ માર માર્યો
તરુણે પોતે નોકરી કરતો ન હતો, તેથી આ બાબતે નેહાએ તેના પતિને કહેતા તેના પતિએ માર મારી નેહા અને તેના દીકરાને પિયરમાં મૂકી આવ્યો હતો. આ બાબતે વર્ષ 2020માં નેહાએ ફરી પોતાનો સંસાર બચાવવા તરુણ સાથે સમાધાન કરી  ફરી સાસરે ગયી હતી. પરંતુ તરુણના વર્તન માં કોઇ ફેરફાર આવ્યો ન હતો તેથી ફરી તરુણ તેમજ નેહાના સાસુએ નેહાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું.  જેને લઈને મહિલાએ કંટાળીને પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં શારિરિક માનસિક અત્યાચાર બાબતે  ફરિયાદ નોંધાવી છે.
Tags :
CrimeCrimeAginstWomenGujaratFirstwestmahilapolicestationwomen
Next Article