Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનમાં બેઠક માટે OICના હુર્રિયત કોન્ફરન્સને આપ્યું આમંત્રણ, ભારતે લગાવી ફટકાર

આગામી સપ્તાહે ઈસ્લામાબાદમાં યોજાનારી ઈસ્લામિક સહકાર સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે હુર્રિયત કોન્ફરન્સને આમંત્રિત કરવા બદલ ભારતે સંગઠન પર નિશાન સાધતા કહ્યું છે કે ભારત આવી પ્રવૃત્તિઓને ખુબ જ ગંભીરતાથી લે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે OIC ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદમાં સામેલ લોકોને પ્રોત્સાહિત ન કરે.javascript:n
03:46 PM Mar 17, 2022 IST | Vipul Pandya

આગામી સપ્તાહે ઈસ્લામાબાદમાં યોજાનારી ઈસ્લામિક સહકાર સંગઠનની
બેઠકમાં ભાગ લેવા માટે હુર્રિયત કોન્ફરન્સને આમંત્રિત કરવા બદલ ભારતે સંગઠન પર
નિશાન સાધતા કહ્યું છે કે ભારત આવી પ્રવૃત્તિઓને ખુબ જ ગંભીરતાથી લે છે. વિદેશ
મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમે આશા રાખીએ
છીએ કે
OIC ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદમાં
સામેલ લોકોને પ્રોત્સાહિત ન કરે.

javascript:nicTemp();

OIC બેઠકમાં હુર્રિયત કોન્ફરન્સના આમંત્રણ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે એવી પ્રવૃત્તિઓને ખૂબ જ
ગંભીરતાથી લઈએ છીએ જે દેશની એકતાને નષ્ટ કરવાનો પ્રયાસ છે અને સાર્વભૌમત્વ અને
પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે
OIC
મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ધ્યાન
કેન્દ્રિત કરવાને બદલે તેના એક સભ્યના રાજકીય એજન્ડા અનુસાર કામ કરી રહ્યું છે
.


પ્રવક્તાએ પાકિસ્તાનના પરોક્ષ સંદર્ભમાં કહ્યું કે તે અત્યંત
દુર્ભાગ્યપૂર્ણ છે કે
OIC મહત્વપૂર્ણ વિકાસ પ્રવૃત્તિઓ પર ધ્યાન
કેન્દ્રિત કરવાને બદલે એક સભ્યના રાજકીય એજન્ડા દ્વારા માર્ગદર્શન આપે છે.
તેમણે કહ્યું, "અમે વારંવાર OICને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ
કરવા માટે નિહિત હિતોને તેનું પ્લેટફોર્મ પૂરું પાડવાથી દૂર રહેવા કહ્યું છે.
બાગચીને એવા અહેવાલો વિશે પૂછવામાં આવ્યું હતું કે ઓલ પાર્ટી
હુર્રિયત કોન્ફરન્સને
25 અને 23 માર્ચે ઈસ્લામાબાદમાં તેની બેઠકમાં હાજરી આપવા માટે OIC દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Tags :
GujaratFirstHurriyatleaderMirwaizUmarFarooqIndiaadvisesinvitedtoOICmeeting
Next Article