જાપાનમાં શક્તિશાળી તોફાનની આશંકા, લાખોનું સ્થળાંતર કરાયું, એલર્ટ જાહેર
જાપાનમાં (Japan) કોઈ પણ સમયે શક્તિશાળી 'નાનામાડોલ' તોફાન (Hurricane Nanmadol) ત્રાટકી શકે છે. આ તોફાન દક્ષિણ પશ્ચિમ જાપાનમાં પરિવહન સેવાઓને ખોરવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવામાન અધિકારીઓએ દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં કાગોશિમા પ્રાંત માટે ભારે પવન, ઉચા અને તોફાની મોજાઓ માટેની ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું કે, એક શક્તિશાળી તોફાન એવી આફત ઉભી કરી શકે છે જે અમુક દાયકાઓમાં માત્ર એક જ વાર જોવા
Advertisement
જાપાનમાં (Japan) કોઈ પણ સમયે શક્તિશાળી 'નાનામાડોલ' તોફાન (Hurricane Nanmadol) ત્રાટકી શકે છે. આ તોફાન દક્ષિણ પશ્ચિમ જાપાનમાં પરિવહન સેવાઓને ખોરવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવામાન અધિકારીઓએ દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં કાગોશિમા પ્રાંત માટે ભારે પવન, ઉચા અને તોફાની મોજાઓ માટેની ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું કે, એક શક્તિશાળી તોફાન એવી આફત ઉભી કરી શકે છે જે અમુક દાયકાઓમાં માત્ર એક જ વાર જોવા મળે છે.
અધિકારીઓનું કહેવું છે કે, મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા પવનો ઉત્તર અને દક્ષિણ ક્યુશુ તેમજ અમામી ટાપુઓ પર ત્રાટકશે. આ તોફાન દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ઝડપ 252 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોઈ શકે છે. સોમવારે સવાર સુધીમાં, દક્ષિણ ક્યૂશુમાં 600 મીમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા તે પણ ચેતવણી (Alert) આપવામાં આવી છે કે, વાવાઝોડું મોટું હોવાથી દૂરના વિસ્તારોમાં પણ વરસાદ અને પવનની ઝડપ વધી શકે છે. સોમવારથી પશ્ચિમ અને પૂર્વ જાપાનના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જાપાનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તોફાન ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને મંગળવાર સુધીમાં જાપાનના મુખ્ય ટાપુ હોન્શુમાંથી પસાર થશે.
આ શક્તિશાળી તોફાન દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં (Japan) રવિવારે ત્રાટકે તે પહેલા લગભગ 20 લાખ લોકોનું સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સવારે 11 વાગ્યા સુધીમાં, જાપાન એરલાઇન્સ અને ઓલ નિપ્પોન એરવેઝે દિવસ માટે 500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. જાપાન એરલાઇન્સ 376 ફ્લાઇટ્સ રદ કરવાનું આયોજન કર્યું છે અને ઓલ નિપ્પોન એરવેઝ 19 ફ્લાઇટ્સ કાપશે અન્ય એરલાઇન્સ પણ સોમવારથી સેવાઓ રદ કરી રહી છે.
બુલેટ ટ્રેન સેવાને પણ તેની અસર થઈ છે. બપોરે 1:30 વાગ્યા સુધી, ક્યુશુ શિંકનસેનના ઓપરેટરે રવિવાર અને સોમવાર માટે તમામ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ વાવાઝોડું જાપાનના દક્ષિણપશ્ચિમ ટાપુઓ પૈકીના એક દક્ષિણ ક્યુશુને ખાસ કરીને કાગોશિમાં પ્રાંતમાં ત્રાટકે તેવી શક્યતા છે.
જાપાનની હવામાન વિભાગ (JMA) એ જણાવ્યું હતું કે, ભારે વરસાદની શક્યતા છે. JMAના અધિકારી રયુતા કુરોરાએ શનિવારે ચેતવણી આપી હતી કે, ભારે પવનને કારણે મકાનો તૂટી શકે છે. ભૂસ્ખલન અને પૂરના જોખમને ટાળવા માટે કુરોરાએ રહેવાસીઓને વાવાઝોડું ત્રાટકે તે પહેલાં સ્થળાંતર કરવા વિનંતી.