Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘આસની’ વાવાઝોડાને લઈને ખતરો વધતા IMDએ જાહેર કર્યું હાઈ એલર્ટ, ભારે પવન સાથે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા ‘આસની’ને લઇ હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર આંદામાન સમુદ્રમાં જે ઊંડું દબાણનું ક્ષેત્ર બન્યું છે, તે આજે એટલે કે મંગળવારે ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે અને બુધવારે મ્યાનમારના થાંડવે કિનારે પહોંચી શકે છે. સોમવારે ઉત્તર આંદામાન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું હતું અને 13 કિમી પ્રતિ કલાકàª
 lsquo આસની rsquo  વાવાઝોડાને લઈને ખતરો વધતા imdએ જાહેર કર્યું હાઈ એલર્ટ  ભારે પવન સાથે વરસાદની
આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા આસનીને લઇ હાઇ એલર્ટ આપવામાં આવ્યું
છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે
, ઉત્તર આંદામાન સમુદ્રમાં જે
ઊંડું દબાણનું ક્ષેત્ર બન્યું છે
, તે આજે એટલે કે મંગળવારે ચક્રવાતી
વાવાઝોડામાં પરિણમી શકે છે અને બુધવારે મ્યાનમારના થાંડવે કિનારે પહોંચી શકે છે.
સોમવારે ઉત્તર આંદામાન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું હતું અને
13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર
તરફ આગળ વધી રહ્યું હતું. ભારતીય સમયાનુસાર
, સાંજે 5:30 વાગ્યે આંદામાન ટાપુઓમાં
માયાબંદરથી લગભગ
120 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં અને મ્યાનમારમાં થાંડવે કિનારાથી 570 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં
કેન્દ્રિત હતું. આસનીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ પર છે. 
IMD એ કહ્યું છે કે, આગામી 12 કલાકમાં તેના ચક્રવાતી તોફોનમાં
પરિવર્તિત થવાની સંભાવના છે. એટલે કે આજે અંદામાંનમાં ચક્રવાતી વાવાઝોડાની પ્રબળ
આશંકા છે. એટલે કે તોફાન આવે છે તો તેનું નામ આસની હશે. આ નામ શ્રીલંકાએ આપ્યું
છે.

Advertisement


આવતીકાલે
મ્યાનમાર જઈને નબળું પડશે

Advertisement

IMD એ કહ્યું કે, તે આંદામાન ટાપુઓથી લગભગ ઉત્તર
તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને
23 માર્ચના પ્રારંભિક કલાકો દરમિયાન
થાંડવે (મ્યાનમાર) ની આસપાસ
18 ડિગ્રી અને 19 ડિગ્રી ઉત્તર અક્ષાંશની વચ્ચે
મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરશે. આ પછી આ નબળું પડી જશે. આઈએમડી અનુસાર
, આંદામાન સમુદ્રમાં દરિયાની
સપાટીનું તાપમાન
29 થી 30 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે, જે વાવાઝોડાના મજબૂત થવાના
સંકેત આપે છે.
IMDએ કહ્યું છે કે બંગાળની ખાડી વિશ્વનો સૌથી ગરમ સમુદ્રી ભાગ છે.
વર્ષના મોટા ભાગના સમયમાં અહીં દરિયાની સપાટીનું તાપમાન
29 ડિગ્રી સુધી બન્યું રહે છે.
હાલમાં તે
30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તેથી ચક્રવાત વિકસિત થવાની અને ચક્રવાત
વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

ત્રણ
જિલ્લામાં ખોલવામાં આવ્યા છે કંટ્રોલ રૂમ

Advertisement

નીચાણવાળા અને પૂરની સંભાવનાવાળા
વિસ્તારોમાં રહેતા લોકોને ઉત્તર અને મધ્ય આંદામાન અને દક્ષિણ આંદામાન જિલ્લાઓમાં
અસ્થાયી રાહત શિબિરોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
તેમણે કહ્યું કે આંતર-ટાપુ ફેરી સેવાઓ સ્થગિત કરવામાં આવી છે અને ખરાબ હવામાનને
કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. લગભગ
150 NDRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે
અને ટાપુના વિવિધ ભાગોમાં છ રાહત શિબિરો ખોલવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશના
ત્રણેય જિલ્લામાં કંટ્રોલ રૂમ પણ ખોલવામાં આવ્યા છે.

 

Tags :
Advertisement

.