Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખાખીએ મહેકાવી માનવતા, રાજકોટ પોલીસે દાતાઓ સાથે મળીને 500 ધાબળાઓનું વિતરણ કર્યુ

શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે, એવામાં જે લોકો ગરીબ છે અને ફુટપાથ પર રહીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેઓની હાલત કેવી કફોડી થતી હશે તે તો તેઓ જ જાણતા હોય..આવા સમયે ઘણા સેવાભાવી લોકો હોય છે,  જે ગરીબ લોકો અને ફુટપાથ પર રહેતા લોકોને વસ્ત્રો દાન કરે અથવા તો ધાબળાઓનું દાન કરે..જેથી કરીને તેઓ ઠંડીથી બચી શકે..રાજકોટમાં આ સેવાનુ કામ પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સામાન્à
ખાખીએ મહેકાવી માનવતા  રાજકોટ પોલીસે દાતાઓ સાથે મળીને 500 ધાબળાઓનું વિતરણ કર્યુ
શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે, એવામાં જે લોકો ગરીબ છે અને ફુટપાથ પર રહીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેઓની હાલત કેવી કફોડી થતી હશે તે તો તેઓ જ જાણતા હોય..આવા સમયે ઘણા સેવાભાવી લોકો હોય છે,  જે ગરીબ લોકો અને ફુટપાથ પર રહેતા લોકોને વસ્ત્રો દાન કરે અથવા તો ધાબળાઓનું દાન કરે..જેથી કરીને તેઓ ઠંડીથી બચી શકે..રાજકોટમાં આ સેવાનુ કામ પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

સામાન્ય દાતાઓના સહયોગથી ધાબળાઓનું વિતરણ 
રાજકોટ પોલીસે સામાન્ય દાતાઓના સહયોગથી ફૂટપાથ પર તેમજ ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને ધાબળાનું વિતરણ કર્યુ હતું. રાજકોટ પોલીસે જણાવ્યું હતું કે આપણે તો અત્યારે પાકા મકાનમાં રહીએ છીએ.તો પણ આપણને ઠંડી લાગે છે.ત્યારે  ફૂટપાથ પર ખુલ્લામાં રહેતા લોકો અને ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોની હાલત આ ઠંડીમાં ખુબજ કફોડી થતી હોય છે. .ત્યારે જે દાતાઓ હોય છે તેની સહાયથી અમે જે ઝુંપડપટીના વિસ્તારમાં લોકો રહે છે તેઓને 500 જેટલા ધાબળાઓનું વિતરણ કર્યું હતુ. અને હજુ પણ વધારે 500 ધાબળાઓનું વિતરણ કરાશે.
કોઠારિયા અને સાત હનુમાન પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં આ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મને એક કવિતા યાદ આવે છે કે ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે; ખંડેરની ભસ્મકણી ન લાધશે! 
બસ તમારે કંઈક કરવાની ઈચ્છા હોય તો તમે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોની મદદ કરી શકો છો.કારણ કે આ ઠંડી જેવી ઋતુમાં આ લોકોનું જીવન ખુબ મુશ્કેલ ભરેલું હોય છે.ત્યારે પોલીસની આ કામગીરી ખુબ જ સરાહનીય છે અને લોકો પણ પોલીસના વખાણ કરી રહ્યાં છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.