સંગરુરમાં CM આવાસ બહાર મજૂરોનો હલ્લાબોલ, પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ video
પંજાબનાં(PUNJAB)સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં આવાસની સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર પોલિસે લાઠીચાર્જ (LAATHI CHARGE)કર્યો છે. આ મજૂરો બુધવારે પોતાની માંગને લઇને સંગરૂરમાં મુખ્યમંત્રી ભાગવંત માનનાં આવાસની સામે પહોંચ્યાં હતાં જ્યાં પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ હતી. ત્યારબાદ મજૂરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મજૂરોનાં ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે.પોલીસે ક
04:40 PM Nov 30, 2022 IST
|
Vipul Pandya
પંજાબનાં(PUNJAB)સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં આવાસની સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર પોલિસે લાઠીચાર્જ (LAATHI CHARGE)કર્યો છે. આ મજૂરો બુધવારે પોતાની માંગને લઇને સંગરૂરમાં મુખ્યમંત્રી ભાગવંત માનનાં આવાસની સામે પહોંચ્યાં હતાં જ્યાં પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ હતી. ત્યારબાદ મજૂરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મજૂરોનાં ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે.
પોલીસે કર્યો લાઠીચાર્જ
જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન સૌથી પહેલા પટિયાલા બાયપાસ પાસે ભેગાં થયાં હતાં. અને ત્યારબાદ સીએમનાં આવાસ તરફ કૂચ કરી જ્યાં પહેલાથી પોલીસફોર્સ હાજર હતી. સમગ્ર પંજાબમાંથી આવેલા મજૂરો જ્યારે સીએમનાં ઘરની તરફ આગળ વધવા લાગ્યાં તો પોલીસે તેમને રોકવાનાં પ્રયત્નો કર્યા જેના કારણે ધક્કામુકીની સ્થિત સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરી જેમાં કેટલાક મજૂરો ઘાયલ થયાં છે.
શું છે માંગો?
ટ્રેડ યુનિયન જે કોલોનીમાં મુખ્યમંત્રીનું મકાન છે તેનાં ગેટની બહાર બેસી ગયાં હતાં. જાણકારી અનુસાર આ પ્રદર્શનમાં ખેડૂત અને મજૂરો બંને સમાવિષ્ટ હતાં. તેમની 2 મુખ્ય માંગો છે. પહેલી માંગ છે રહેવાની અને મકાન બનાવવા માટે પ્લોટની માંગ અને બીજું કે નિશ્ચિત રોજગાર આપવાની માંગ. મજૂરોનું કહેવું છે કે મનરેગા અને ખેતરોમાં કામ કરવા પર રોજનું ભાડું મળતું નથી.
રસ્તાઓ ખોલાવવા કર્યો લાઠીચાર્જ
માહિતી અનુસાર ખેડૂતો અને મજૂરોએ રસ્તા પર ટ્રકો લગાવ્યાં હતાં. પછી પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ તો રસ્તા ખોલાવવા અને ટ્રક હટાવવા માટે પોલીસએ લાઠીચાર્જ કર્યું. કેટલાક ખેડૂતો અને મજૂરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. રિપોર્ટસ્ અનુસાર પોલીસે કહ્યું છે કે તેમની પાસે લાઠીચાર્જ કર્યાં સિવાય કોઇ રસ્તો બચ્યો નહોતો. પોલીસે કહ્યું કે મજૂરો જે રીતે હાઇ વેને જામ કરીને બેઠાં હતાં તેને ખોલાવવું ઘણું જરૂરી હતું. તે ન માન્યા તેથી લાઠીચાર્જ કરવું પડ્યું.
આપણ વાંચો -
Next Article