Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'રાષ્ટ્રપત્ની' બોલવા પર સંસદમાં ભારે હોબાળો, સ્મૃતિ ઈરાનીએ કહ્યું- સમગ્ર દેશની માફી માંગે કોંગ્રેસ

દેશમાં જે મુદ્દાઓ પર ચર્ચાઓ થવી જોઇએ તેનાથી વિપરિત અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ રહી છે. હાલમાં સંસદમાં ભારે હોબાળો થઇ રહ્યો છે. જેનું કારણ કોંગ્રેસ નેતા અધીર રંજન દ્વારા બોલવામાં આવેલો શબ્દ કહેવાઇ રહ્યું છે. જેને લઇને હવે ભાજપના નેતાઓએ સંસદમાં કોંગ્રેસ પાર્ટીને ઘેરી લીધી છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશેની વાંધાજનક ટિપ્પણીને કારણે ચર્ચામાં આવ્à
 રાષ્ટ્રપત્ની  બોલવા પર સંસદમાં ભારે હોબાળો  સ્મૃતિ ઈરાનીએ કહ્યું  સમગ્ર દેશની માફી માંગે કોંગ્રેસ
દેશમાં જે મુદ્દાઓ પર ચર્ચાઓ થવી જોઇએ તેનાથી વિપરિત અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ રહી છે. હાલમાં સંસદમાં ભારે હોબાળો થઇ રહ્યો છે. જેનું કારણ કોંગ્રેસ નેતા અધીર રંજન દ્વારા બોલવામાં આવેલો શબ્દ કહેવાઇ રહ્યું છે. જેને લઇને હવે ભાજપના નેતાઓએ સંસદમાં કોંગ્રેસ પાર્ટીને ઘેરી લીધી છે. 
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશેની વાંધાજનક ટિપ્પણીને કારણે ચર્ચામાં આવ્યા છે. આ નિવેદન માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે અધીર રંજન પર પ્રહાર કરતા કહ્યું કે, અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને દેશની પત્ની કહીને સંબોધ્યા હતા. એ જાણીને પણ કે આ સંબોધન દેશના દરેક મૂલ્ય અને સંસ્કૃતિની વિરુદ્ધ છે. આ માટે કોંગ્રેસ પાર્ટીએ સંસદમાં અને રસ્તા પર રાષ્ટ્રપતિ મુર્મૂ અને દેશની માફી માંગવી જોઇએ. 
Advertisement

મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે દિલ્હીમાં પાર્ટીના પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રપતિ માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભાજપે હવે તેને મુદ્દો બનાવ્યો છે. સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કોંગ્રેસે આ માટે આખા દેશની માફી માંગવી જોઈએ. દરમિયાન હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. ભાજપનું કહેવું છે કે આ મામલે સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કોંગ્રેસ નેતાનું નિવેદન જણાવે છે કે તેમની પાર્ટીની વિચારસરણી શું છે. તેમણે કહ્યું કે, અધીર રંજન ચૌધરીજીએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રની પત્ની ગણાવીને તેમની વિચારસરણીનો પર્દાફાશ કર્યો છે. કોંગ્રેસની વિચારસરણી આદિવાસી અને મહિલાઓ વિરોધી છે એ તો સૌ જાણે છે. અધીર રંજન ચૌધરી જ નહીં, કોંગ્રેસે પણ આ માટે માફી માંગવી જોઈએ. લોકસભાથી લઈને રાજ્યસભા સુધી ભાજપે આ મુદ્દાને પૂરી તાકાતથી ઉઠાવ્યો છે. રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોરચો સંભાળ્યો અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, અધીર રંજન ચૌધરીની ટિપ્પણી મહિલા વિરોધી અને જાતિવાદી છે. તે જાણીજોઈને જાતિવાદી અપમાન હતું. સોનિયા ગાંધીએ ભારત અને દેશના રાષ્ટ્રપતિની માફી માંગવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, બુધવારે વિજય ચોકમાં કોંગ્રેસના સાંસદો સાથે ધરણા પર બેઠેલા અધીર રંજન ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 'ધરણા પર બેસીશું' માર્ચ કરીશું. ઘણું કરવાનું બાકી છે. આજે પણ રાષ્ટ્રપતિ ભવન જવાનો પ્રયાસ કરીશું. ભારતના રાષ્ટ્રપત્નીજી દરેક માટે છે. અમારા માટે કેમ નહિ?' ભાજપના નિશાના પર આવ્યા બાદ હવે કોંગ્રેસ નેતાએ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આકસ્મિક રીતે તેમના મોઢામાંથી શબ્દ નીકળી ગયો. આ માટે તેમણે ભાજપની માફી કેમ માંગવી જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.