Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'અસલી શિવસેના' કેવી રીતે નક્કી થશે? આ પાંચ સવાલોમાં સમજો ચૂંટણીપંચની પ્રક્રિયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરે વિ એકનાથ શિંદેની 'અસલી શિવસેના' કેવી રીતે નક્કી કરશે? તે સવાલ વધારે પેચીંદો પ્રશ્ન બની રહ્યો છે. જ્યારે કોઇ એક પક્ષમાં બે જૂથો હોય અથવા કોઈ એક જૂથ પાસે બહુમતી છે કે કેમ તે સુનિશ્ચિત કરવું શક્ય ન હોય, ત્યારે કમિશન પક્ષના પ્રતીકને ફ્રીઝ કરી શકે છે. એટલું જ નહીં ચૂંટણી પંચ નવા નામો સાથે જૂથોની નોંધણી કરવાની પણ મંજૂરી આપે છે.કોર્ટે ચૂંટણી પંચને બંન્à
 અસલી શિવસેના  કેવી રીતે નક્કી થશે  આ પાંચ સવાલોમાં સમજો ચૂંટણીપંચની પ્રક્રિયા
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરે વિ એકનાથ શિંદેની 'અસલી શિવસેના' કેવી રીતે નક્કી કરશે? તે સવાલ વધારે પેચીંદો પ્રશ્ન બની રહ્યો છે. જ્યારે કોઇ એક પક્ષમાં બે જૂથો હોય અથવા કોઈ એક જૂથ પાસે બહુમતી છે કે કેમ તે સુનિશ્ચિત કરવું શક્ય ન હોય, ત્યારે કમિશન પક્ષના પ્રતીકને ફ્રીઝ કરી શકે છે. એટલું જ નહીં ચૂંટણી પંચ નવા નામો સાથે જૂથોની નોંધણી કરવાની પણ મંજૂરી આપે છે.

કોર્ટે ચૂંટણી પંચને બંન્ને જૂથોને 'અસલી શિવસેના' વિશે નિર્ણય લેવા કહ્યું
મહારાષ્ટ્રની રાજકીય લડાઈમાં મંગળવારનો દિવસ મહત્ત્વપૂર્ણ સાબિત થયો. એક તરફ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કેમ્પની અરજી પર સુનાવણી પર રોક લગાવવાની માંગ કરતી ઉદ્ધવ ઠાકરેની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તો બીજી તરફ કોર્ટે ચૂંટણી પંચને બંન્ને જૂથોને 'અસલી શિવસેના' વિશે નિર્ણય લેવા કહ્યું છે. હવે કમિશન પાર્ટીના 'ધનુષ-તીર' ચૂંટણી ચિન્હ પર પણ નિર્ણય લેશે.

ચૂંટણી ચિન્હો સંબંધિત બાબતોનું સમાધાન થાય તે જરૂરી છે
ગઇ કાલે ગુજરાત પહોંચેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મીડિયા સાથે વાત કરતાં આ મુદ્દે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આ મામલે પંચ નિષ્પક્ષ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે અસલી શિવસેનાના દાવા અને પ્રતીક પર નિર્ણય 'બહુમત'ના આધારે લેવામાં આવશે. વાસ્તવમાં, આયોગ ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર 1968ની મદદ લે છે જેથી ચૂંટણી ચિન્હો સંબંધિત બાબતોનું સમાધાન થાય તે જરૂરી છે. તેના ચેપ્ટર 15 મુજબ કમિશન બે જૂથો વચ્ચે પક્ષના નામ અને પ્રતીકના દાવા પર નિર્ણય લઇ શકે છે.
આખી પ્રક્રિયાને સરળ ભાષામાં સમજવી હોય તો આ મહત્ત્વની બાબતો

કોઇ પણ જૂથ કે પક્ષને માન્યતા આપતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે?
એનેક્સલ 15 હેઠળ, ચૂંટણી પંચને જ એકમાત્ર સત્તા છે જે વિવાદ અથવા વિલીનીકરણ અંગે નિર્ણય લઈ શકે છે. પ્રાથમિક રીતે, ચૂંટણી પંચ રાજકીય પક્ષની અંદર સંગઠનાત્મક સ્તરે અને ધારાસભ્ય સ્તરે દાવેદારને મળેલા સમર્થનની  વિસ્તૃત તપાસ કરે છે.

કયા જૂથ પાસે બહુમતી છે તે કેવી રીતે નક્કી થાય છે?
કમિશન પાર્ટીના બંધારણ અને તેને સોંપવામાં આવેલા પદાધિકારીઓની યાદીની તપાસ કરે છે. કમિશન સંસ્થામાં એપેક્સ કમિટી વિશે પણ રિપોર્ટ કરે છે અને કેટલા પદાધિકારીઓ, સભ્યો બળવાખોર દાવેદારને સમર્થન આપી રહ્યાં છે તેની તપાસ કરે છે. આવા સમયે સંસદસભ્યો અને ધારાસભ્યોની સંખ્યા કાયદાકીય બાબતમાં સંખ્યા સૌથી મોટી ભૂમિકા ભજવે છે. ખાસ વાત એ છે કે કમિશન આ સભ્યો દ્વારા આપવામાં આવેલા સોગંદનામા પર પણ વિચાર કરી શકે છે.
જો કોઈ જૂથ પાસે બહુમતી ન હોય તો શું?
જ્યારે પક્ષમાં બે જૂથો હોય અથવા કોઈ એક જૂથ પાસે બહુમતી છે કે કેમ તે સુનિશ્ચિત કરવું શક્ય ન હોય, ત્યારે કમિશન પક્ષના પ્રતીકને ફ્રીઝ કરી શકે છે. તે નવા નામો સાથે પક્ષની નોંધણી કરવાની પણ મંજૂરી આપે છે. આ સિવાય જૂથ કે પક્ષ તેમના નામની આગળ કે પાછળ કેટલાક શબ્દોમાં ફેરબદલ પણ કરી શકે છે.
જો ભવિષ્યમાં જૂથો એક થાય તો શું?
જો કોઈ પક્ષમાં બે જૂથો બન્યા હોય અને તેઓ ભવિષ્યમાં ભેગા થાય તો પણ તેમણે ચૂંચણીપંચનો સંપર્ક કરવો પડે છે. તે  આ માટે એક સંયુક્ત પક્ષ તરીકે માન્યતા માટે આયોગને અરજી કરવાની હોય છે. વાસ્તવમાં, EC પાસે એક પક્ષ બનાવવા માટે બે જૂથોને મર્જ કરવાનો અધિકાર પણ છે. ઉપરાંત, ચૂંટણી પંચ પાર્ટીના પ્રતીક અને નામને પુનઃસ્થાપિત પણ કરી શકે છે.
જો એક જૂથને નામ કે ઓળખ મળે છે, તો બીજા જૂથનું શું થશે?
તપાસ રિપોર્ટ દરમિયાન, ચૂંટણી પંચ કોઈપણ એક જૂથને આ આધાર પર ઓળખી શકે છે કે તેમની પાસે સંગઠન અને ધારાસભ્યો-સાંસદોનું પૂરતું સમર્થન છે, જેના કારણે તે જૂથને નામ અને પ્રતીક મળવું જોઈએ. ઉપરાંત, કમિશન અન્ય જૂથોને અલગ રાજકીય પક્ષ તરીકે નોંધણી કરવાની મંજૂરી આપી શકે છે.
 ચૂંટણી કમિશનરે શું કહ્યું?
ઇલેેક્શન કમિશનર રાજીવ કુમારે મંગળવારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, " કોઇપણ પાર્ટી કે સંગઠન પહેલેથી જ એક સ્થાપિત પ્રક્રિયા હોય છે. તે પ્રક્રિયા જ અમને સશક્ત બનાવે છે અને અમે 'બહુમતના કાયદા'ને લાગુ કરીને તેને ખૂબ જ પારદર્શક પ્રક્રિયા તરીકે જ વ્યાખ્યાયિત કરીએ છીએ. જ્યારે પણ અમે મહારાષ્ટની બાબત પર ધ્યાન આપીશું ત્યારે અમે 'બહુમતીના કાયદા'ને જ લાગુ કરીશું. સુપ્રીમ કોર્ટનો ચુકાદો વાંચ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.