ઋષિ કપૂરનું કરિયર કેવું રહ્યુું? જાણો માત્ર એક જ ક્લિક પર...
ઋષિ કપૂર મહાન શો મેન રાજ કપૂરના પુત્ર હતા.. પરંતુ બોલીવુડમાં ઓળખ તેમણે પોતાના દમ પર મેળવી.. ફિલ્મ શ્રી 420માં બાળકલાકાર તરીકે નાનકડી ભૂમિકા ભજવ્યા બાદ.. ફિલ્મ મેરા નામ જોકરમાં તેમણે રાજકપૂરના બાળપણની ભૂમિકા ભજવી હતી. લીડ એક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ હતી બોબી...અને તેમની આ પહેલીજ ફિલ્મ સુપર હિટ રહી હતી. ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952ના રોજ મુંબઇમાં થયો હતો.. તેઓ મહાન શો મેન રાજ કપૂરના પુà
10:26 AM May 01, 2022 IST
|
Vipul Pandya
ઋષિ કપૂર મહાન શો મેન રાજ કપૂરના પુત્ર હતા.. પરંતુ બોલીવુડમાં ઓળખ તેમણે પોતાના દમ પર મેળવી.. ફિલ્મ શ્રી 420માં બાળકલાકાર તરીકે નાનકડી ભૂમિકા ભજવ્યા બાદ.. ફિલ્મ મેરા નામ જોકરમાં તેમણે રાજકપૂરના બાળપણની ભૂમિકા ભજવી હતી. લીડ એક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ હતી બોબી...અને તેમની આ પહેલીજ ફિલ્મ સુપર હિટ રહી હતી.
ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952ના રોજ મુંબઇમાં થયો હતો.. તેઓ મહાન શો મેન રાજ કપૂરના પુત્ર અને અને પોતાના જમાનાના શ્રેષ્ઠ અભિનેતા પૃથ્વીરાજ કપૂરના પૌત્ર હતા. ઋષિ કપૂરને ભારતીય સિનેમાના ચોકલેટી હિરો કહેવામાં આવતા હતા..
ઋષિ કપૂરે પ્રારંભિક શિક્ષણ મુંબઇની કેમ્પિયન સ્કૂલથી મેળવ્યું હતું.. જ્યારે કોલેજનું શિક્ષણ તેમણે મેયો કોલેજ, અજમેરથી મેળવ્યું. ફિલ્મી પરિવારમાં જન્મેલા ઋષિ કપૂર પહેલેથીજ ફિલ્મોમાં અભિનય કરવાનો શોખ ધરાવતા હતા. ઋષિ કપૂરે ફિલ્મ જગતમાં પોતાનો પહેલો અભિનય ફિલ્મ શ્રી 420માં આપ્યો હતો...નાનકડા ઋષિ કપૂર ફિલ્મમાં પ્યાર હુઆ..ઇકરાર હુઆ ગીતમાં થોડીક સેકન્ડ માટે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આ રોલ કરવા માટે અભિનેત્રી નરગીસે તેમને ચોકલેટ આપવાની લાલચ આપી હતી, જે બાદ તેઓ શુટીંગ માટે તૈયાર થયા હતા.
ત્યારબાદ તેમણે વર્ષ 1970માં પોતાના પિતા સાથે મેરા નામ જોકર ફિલ્મમાં કામ કર્યુ.. આ ફિલ્મમાં તેમણે રાજ કપૂરના બાળપણની ભૂમિકા ભજવી.
ત્યારબાદ લીડ એક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ આવી વર્ષ 1973માં..ફિલ્મ હતી બોબી.
આ ફિલ્મ સુપર હિટ રહી..ઋષિ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મેરા નામ જોકર ફિલ્મ ફ્લોપ જવાથી પિતાજીને મોટુ નુકસાન થયું હતું...પિતાજી ફિલ્મ બોબી માટે કોઇ મોટો સ્ટાર લેવા માંગતા હતા. પરંતુ તેમની સ્થિતિ નહોતી કે તેઓ લઇ શકે...
માનવામાં આવે છે કે આ ફિલ્મના શુટીંગ દરમ્યાન ડિમ્પલ અને ઋષિ કપૂર વચ્ચે નીકટતા વધી હતી.. બન્ને એક બીજાને ગાઢ પ્રેમ કરવા લાગ્યા હતા..
પરંતુ આ પ્રેમ તેની મંજીલ સુધી ન પહોંચી શક્યો.. એવું પણ કહેવામાં આવે છે કે એક બીજાના પ્રેમમાં તેઓ એટલા પાગલ હતા કે એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ આ વાત જયારે ઋષિ કપૂરના પિતા એટલે કે રાજ કપૂરને ખબર પડી ત્યારે તેમણે આ લગ્ન માટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો..અને પિતાના ફરમાન આગળ ઋષિ કપૂરનું કંઇ ન ચાલ્યું..અને રિશી કપૂરે ડિમ્પલ સાથેના રિલેશન પર પૂર્ણવિરામ મુકી દીધું.
તેના થોડા જ સયમ બાદ ડિમ્પલ કપાડિયાએ રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા.. અને ઋષિ કપૂરની જિંદગીમાં નીતુ સિંઘનું આગમન થયું. ડિમ્પલ કપાડિયાએ રાજેશ ખન્ના સાથે લગ્ન બાદ ફિલ્મો સ્વીકારવાનું બંધ કર્યુ...અને લાંબા અરસા સુધી ડિમ્પલ કપાડિયા ફિલ્મોમાં જોવા ન મળ્યા..બાદમાં રાજેશ ખન્ના સાથે લગ્નજીવનમાં તિરાડ પડતા તેમણે ફરીએકવાર ફિલ્મોમાં કમબેક કર્યુ..અને કમબેક બાદની તેમની પહેલી ફિલ્મ હતી સાાગર.. જેમાં પણ તેમના એક્ટર હતા ઋષિ કપૂર..
Next Article