Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રીમુવર વગર નેઇલ પોલીશ કેવી રીતે દૂર કરવી? આ ઘરેલુ ટિપ્સ અજમાવો

આજકાલ છોકરીઓ અને મહિલાઓએ મેકઅપની સાથે સાથે નખની  પણ સજાવટ કરતી હોય છે  પછી ભલેને લગ્ન, પાર્ટી કે કોઈ નાના-મોટા ફંક્શનમાં જવું હોય. કારણ કે તેનાથી નખ વધુ સુંદર દેખાય છે અને લાંબા અને સુંદર નેલ પોલીશમાં રંગાયેલા નખ જ હાથ અને પગની સુંદરતામાં વધારો કરે છે. મહિલાઓને ડ્રેસ સાથે મેચ કરવા માટે નેલ પોલીશ લગાવવી ગમે છે. મહિલાઓ અલગ અને સુંદર દેખાવા માટે કોઈ કસર છોડતી નથી.   શું તમે એ જાણો છો કે 
02:20 PM Sep 06, 2022 IST | Vipul Pandya
આજકાલ છોકરીઓ અને મહિલાઓએ મેકઅપની સાથે સાથે નખની  પણ સજાવટ કરતી હોય છે  પછી ભલેને લગ્ન, પાર્ટી કે કોઈ નાના-મોટા ફંક્શનમાં જવું હોય. કારણ કે તેનાથી નખ વધુ સુંદર દેખાય છે અને લાંબા અને સુંદર નેલ પોલીશમાં રંગાયેલા નખ જ હાથ અને પગની સુંદરતામાં વધારો કરે છે. મહિલાઓને ડ્રેસ સાથે મેચ કરવા માટે નેલ પોલીશ લગાવવી ગમે છે. મહિલાઓ અલગ અને સુંદર દેખાવા માટે કોઈ કસર છોડતી નથી. 
 
 શું તમે એ જાણો છો કે  હાથ માટે નખ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ જો તમારે અચાનક ક્યાંક જવું પડે અને તમારી પાસે જૂના નેલ પેઇન્ટને દૂર કરવા માટે રિમૂવર ન હોય તો શું કરવું. ઘણી વખત નેલ પોલીશ રીમુવર ખતમ થઈ જાય છે અને તે પણ આપણને યાદ નથી રહેતું. તો ચાલો અમે તમને જણાવીએ કેટલીક એવી ટિપ્સ જે તમને મદદ કરી શકે છે, આ ટિપ્સ તમને રિમૂવર વગર નેલ પેઈન્ટથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે.
 
પરફ્યુમથી નેલ પેઇન્ટ સરળતાથી દૂર થશે 
ડિઓડરન્ટ અને પરફ્યુમ બંને નેઇલ પોલીશ રિમૂવર તરીકે કામ કરે છે. થોડા કોટનમાં પરફ્યુમ લગાવો અને તેને નખ પર ઘસો. નેલ પોલીશ થોડા જ સમયમાં જતી રહેશે.
 
આલ્કોહોલ નેઇલ પેઇન્ટ દૂર કરશે
જો તમારા ઘરમાં આલ્કોહોલ હોય તો તેને કોટનમાં લઈને હળવા હાથે નખ પર ઘસો. આવું  કરવાથી નેલ પેઈન્ટ સરળતાથી દૂર થઈ જશે.
 
લીંબુના રસની મદદ લો
વિનેગરમાં એસિડ હોય છે. તેનો ઉપયોગ કરવા માટે તેમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો અને પછી તેને કોટનની મદદથી નખ પર લગાવો તેનાથી નેલ પોલીશ દૂર થઈ શકે છે.
 
ટૂથપેસ્ટથી દૂર કરો
નેઇલ પેઇન્ટ ટૂથપેસ્ટથી દૂર કરી શકાય છે. ટૂથપેસ્ટમાં હાજર એથિલ એસીટેટ થોડીવારમાં નેલ પેઈન્ટને દૂર કરી દે છે. નેઇલ પોલીશ રીમુવરમાં પણ ઇથિલ એસીટેટનો ઉપયોગ થાય છે.
Tags :
BeautyCareBeautyTipsGujaratFirstNailPaintTips
Next Article