બાળકોને ટીફીનમાં પણ આપી શકાય તેવા હેલ્ધી પાલક પરાઠા
પાલક પરાઠા બનાવવા માટેની સામગ્રી:2 કપ ઘઉંનો લોટ1 કપ પાલક પ્યુરી1 ચમચી લીલા મરચાંની પેસ્ટ1/2 ચમચી આદુની પેસ્ટ1/2 ચમચી કાળા મરી1 ચમચી મીઠું1 ચમચી તલ1 tsp ચમચી કેરમ બીજ(Ajmo)જરૂર મુજબ પાણીતેલપાલક પરાઠા બનાવવા માટેની રીત:સૌ પ્રથમ એક વાસણ લઈ તેમાં ઉપર જણાવેલ બધી સામગ્રીઓ લઈ મિક્સ કરી લોટ બાંધી લો. આ લોટ બાંધવા માટે જરૂર મુજબ જ પાણીનો ઉપયોગ કરી મધ્યમ નરમ લોટ બાંધો. લોટ મુલાયમ બનાવવા માટે તેના પર થોડà«
01:29 PM Mar 26, 2022 IST
|
Vipul Pandya
પાલક પરાઠા બનાવવા માટેની સામગ્રી:
2 કપ ઘઉંનો લોટ
1 કપ પાલક પ્યુરી
1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
1/2 ચમચી આદુની પેસ્ટ
1/2 ચમચી કાળા મરી
1 ચમચી મીઠું
1 ચમચી તલ
1 tsp ચમચી કેરમ બીજ(Ajmo)
જરૂર મુજબ પાણી
તેલ
પાલક પરાઠા બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ એક વાસણ લઈ તેમાં ઉપર જણાવેલ બધી સામગ્રીઓ લઈ મિક્સ કરી લોટ બાંધી લો. આ લોટ બાંધવા માટે જરૂર મુજબ જ પાણીનો ઉપયોગ કરી મધ્યમ નરમ લોટ બાંધો. લોટ મુલાયમ બનાવવા માટે તેના પર થોડું તેલ પણ લગાવો
- હવે લોટમાંથી એક લુઓ લઇ અટામણની મદદથી પરોઠું વણી લો.
- આ પાલક પરાઠાને લોઢી પર મૂકી એક તરફ રંગ બદલે તરત ફેરવી તેના પર તેલ લગાવો પછી ફેરવી બંને બાજુ સરખી રીતે શેકી લો. તો તૈયાર છે પાલક પરાઠા..
Next Article