Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંજય રાઉતની ધરપકડથી શિવસેનાને કેટલું નુકસાન, જાણો ઠાકરે પરિવાર કેમ નારાજ છે

સંજય રાઉતની ધરપકડ બાદથી ઉદ્ધવ ઠાકરે જે રીતે આક્રમક થયા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે શિવસેના માટે આ મુદ્દો કેટલો ગંભીર છે. વાસ્તવમાં સંજય રાઉતની ગણતરી ઉદ્ધવ ઠાકરેના ખૂબ જ નજીકના નેતાઓમાં થાય છે. સંજય રાઉતની EDએ રવિવારે પાત્રા ચાલ કૌભાંડ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ ED સંજય રાઉતને મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા અને ત્યાàª
સંજય રાઉતની ધરપકડથી શિવસેનાને કેટલું નુકસાન   જાણો ઠાકરે પરિવાર કેમ નારાજ છે
સંજય રાઉતની ધરપકડ બાદથી ઉદ્ધવ ઠાકરે જે રીતે આક્રમક થયા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે શિવસેના માટે આ મુદ્દો કેટલો ગંભીર છે. વાસ્તવમાં સંજય રાઉતની ગણતરી ઉદ્ધવ ઠાકરેના ખૂબ જ નજીકના નેતાઓમાં થાય છે. સંજય રાઉતની EDએ રવિવારે પાત્રા ચાલ કૌભાંડ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ ED સંજય રાઉતને મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા અને ત્યાર બાદ ઇડીના 8 દિવસના રિમાન્ડ સામે કોર્ટે સંજય રાઉતના 5 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતાં, તો બીજી તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સીધી સંજય રાઉતના ઘરે  પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતના પરિવારના સભ્યોને મળ્યા અને બીજી તરફ, મહારાષ્ટ્રના સીએમ અને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ સંજય રાઉત પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે હવે સવારે 8 વાગ્યાનું ભોંપુનો અવાજ બંધ થઈ ગયો છે. આ પહેલા પણ તેમણે કહ્યું હતું કે તે જે પણ કરશે, તેટલું પાપનો ઘડો ભરાઈ જશે. 
ધરપકડ બાદથી ઉદ્ધવ ઠાકરે  સક્રિય
સંજય રાઉતની ધરપકડ બાદથી ઉદ્ધવ ઠાકરે જે રીતે સક્રિય થયા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે શિવસેના માટે આ મુદ્દો કેટલો ગંભીર છે. વાસ્તવમાં સંજય રાઉતની ગણતરી ઉદ્ધવ ઠાકરેના ખૂબ જ નજીકના નેતાઓમાં થાય છે. 2019ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપ સાથે સરકાર રચવા અંગે મતભેદોની ચર્ચા હોય કે પછી એકનાથ શિંદે જૂથના બળવા દરમિયાન પણ પક્ષને એક રાખવામાં સંજય રાઉત સતત ચર્ચામાં રહ્યાં હતા. તેમના તરફથી સતત નિવેદનો આવતા હતા અને તેમનો અવાજ ઉદ્ધવ ઠાકરેના નિર્ણય તરીકે જોવામાં આવતો હતો. સાથે જ એકનાથ શિંદે જૂથે પણ  સંજય રાાઉતને બદલે સીધા ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કરી રહ્યું છે અને ઉદ્ધવ ઠાકરે પર  પોતાને મુશ્કેલમાં મૂકવાનો આરોપ પણ લગાવી રહ્યો છે. 
સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેના કેટલી નજીક છે?
આના પરથી સમજી શકાય છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં સંજય રાઉતનું કદ કેટલું મોટું છે. તાજેતરમાં જ સંજય રાઉતે 'સામના' માટે ઉદ્ધવ ઠાકરેનો ઈન્ટરવ્યુ પણ લીધો હતો, જેમાં શિવસેના પ્રમુખે એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ  પોતાને જન્મ આપનારી માતાને જ ખાવાના છે. ઉદ્ધવ ઠાકરે તેમના પિતા બાળાસાહેબ ઠાકરેની જેમ સ્પષ્ટવક્તા અને આક્રમક નિવેદનો આપતા નથી, પરંતુ સંજય રાઉત હંમેશા કટ્ટર અને ભડકાઉ શિવસૈનિકના પાત્રમાં જોવા મળ્યા છે. આ જ કારણ છે કે તેઓ ઉદ્ધવ ઠાકરે કેમ્પમાં સૌથી વધુ ચર્ચિત ચહેરો રહ્યા છે. સંજય રાઉત શિવસેનાના મુખપત્ર સામનાના એડિટર પણ છે. તેથી જ તેમને શિવસેનાનો સત્તાવાર સ્પાીકર પણ માનવામાં આવે છે. 
એકનાથ શિંદેના વિદ્રોહ સામે ઉદ્ધવ છાવણીનો અવાજ રાઉત 
એકનાથ શિંદે જૂથના તાજેતરના બળવા દરમિયાન, તે દરરોજ મીડિયાને મળીને અથવા ટ્વિટર દ્વારા તેમના પર  શાબ્દિક પ્રહાર કરાતાં જોવા મળ્યાં હતાં. પાર્ટીમાં વિભાજનની સ્થિતિમાં પણ સંજય રાઉત એકમાત્ર એવા મોટા નેતા છે જે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે પછી આગળ આવ્યા હતાં. આવી સ્થિતિમાં ED દ્વારા તેમની ધરપકડ એ ઉદ્ધવ ઠાકરે પર જ  હુમલો કરવા સમાન છે. આવી સ્થિતિમાં બળવાથી લઈને સરકાર ગુમાવવા સુધીના સંકટનો સામનો કરી રહેલી શિવસેના હવે કેવો જવાબ આપે છે તે જોવું રહ્યું.  
સંજય રાઉતે ઝૂકવાનું નહીં કહીને પોતાનો ઈરાદો  જાહેર કરી ચૂક્યા છે
આદિત્ય ઠાકરેએ કહ્યું કે - ઠાકરે પરિવારને કોઈ નષ્ટ કરી શકે નહીં દરમિયાન, સંજય રાઉતની ધરપકડ પર બોલતા, આદિત્ય ઠાકરેએ કહ્યું કે ઠાકરે પરિવારને કોઈ ખતમ કરી શકે નહીં. તેમણે કહ્યું કે સંજય રાઉતની ધરપકડ અમારો અવાજ દબાવવાનો પ્રયાસ છે. હવે બહુ થયું. આ યોગ્ય નથી. જણાવી દઈએ કે EDએ લાંબી પૂછપરછ બાદ રવિવારે મોડી રાત્રે સંજય રાઉતની ધરપકડ કરી હતી. તેના ઘરમાંથી 11.50 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી.
 
Advertisement
Tags :
Advertisement

.