Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્રેનમાં મુસાફરી વખતે ખાણી પીણીના સામાન ઉપર કેટલો GST લાગશે ? જાણો

દિલ્હીની એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગે સ્પષ્ટ કર્યું છે કે હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ ખાવા-પીવાની વસ્તુઓ પર કેટલા ટકા જીએસટી ચૂકવવો પડશે. આ અંગે ચાલી રહેલા વિવાદનો હવે અંત આવશે. કારણ કે AAARએ જણાવ્યું છે કે હવે ટ્રેન અથવા રેલવે પ્લેટફોર્મ પર પીરસવામાં આવતા ખાણી-પીણી પર 5 ટકાના સમાન દરે GST વસૂલવામાં આવશે.  ટ્રેનોમાં ન્યૂઝ પેપરના સપ્લાય પર GST વસૂલવામાં આવશે નહીં.એપેલ
ટ્રેનમાં મુસાફરી વખતે ખાણી પીણીના સામાન ઉપર કેટલો gst લાગશે   જાણો
દિલ્હીની એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગે સ્પષ્ટ કર્યું છે કે હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ ખાવા-પીવાની વસ્તુઓ પર કેટલા ટકા જીએસટી ચૂકવવો પડશે. આ અંગે ચાલી રહેલા વિવાદનો હવે અંત આવશે. કારણ કે AAARએ જણાવ્યું છે કે હવે ટ્રેન અથવા રેલવે પ્લેટફોર્મ પર પીરસવામાં આવતા ખાણી-પીણી પર 5 ટકાના સમાન દરે GST વસૂલવામાં આવશે.  ટ્રેનોમાં ન્યૂઝ પેપરના સપ્લાય પર GST વસૂલવામાં આવશે નહીં.
એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રુલીંગ્સ એટલે કે AAARએ જણાવ્યું છે કે રેલ્વેના લાયસન્સ સાથે કેટરર દ્વારા ભોજન પીરસવામાં આવે કે લાઇસન્સ વિનાનું કેટરર ભોજન આપે, તેના પર GST દર 5 ટકાના દરે લાગુ થશે. જીએસટીના દર પર ચાલી રહેલા વિવાદને સમાપ્ત કરવાની દિશામાં આ એક મોટો નિર્ણય છે.
 AAAR વતી મલ્લિકા આર્ય અને અંકુર ગર્ગની બે સભ્યોની બેન્ચે આ નિર્ણય આપ્યો છે અને કહ્યું છે કે ટ્રેન પરિવહનનું માધ્યમ છે, તેથી તેને રેસ્ટોરન્ટ, મેસ કે કેન્ટીન ન કહી શકાય. તેથી, તેમના દર આના પર લાગુ કરી શકાય નહીં.
 અગાઉ AAARએ આ મામલામાં કહ્યું હતું કે અલગ-અલગ વસ્તુઓ પર તેમના લાગુ દરો અનુસાર GST વસૂલવામાં આવશે. આ સિવાય ટ્રેન અથવા પ્લેટફોર્મ પરની સર્વિસના આધારે અલગ-અલગ GST દર લાગુ થઈ શકે છે જેના કારણે રેલવેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.