ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહારાષ્ટ્રના બાગી વિધાયકોના કેટલા દિવસના ધામા છે ગોવાહટીમાં, જાણો કેટલા રુપિયાનો થાય છે રોજનો ખર્ચ

હાલમાં ચૌરેને ચૌટે જો કોઇ ચર્ચા હોય તો મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટી છે. રાતોરાત પોતાની જ પાર્ટીના મુખ્યમંત્રી સામે બળવો પોકારીને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પહેલાં સુરત અને બાદમાં ગોવાહટી ગયાં છે. હાલમાં આસામના ગોવાહટીની હોટલ રેડિસન બ્લૂ માં રોકાયેલા છે. મળતી માહિતી મુજબ આ ધારા સભ્યો માટે હાલમાં આ 56 લાખના રૂમ બુક થયાં છે. સાથે જ આ રાજકીય આગેવાનો માટે ખાવા-પીવાનો ખર્ચ
07:39 AM Jun 24, 2022 IST | Vipul Pandya
હાલમાં ચૌરેને ચૌટે જો કોઇ ચર્ચા હોય તો મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટી છે. રાતોરાત પોતાની જ પાર્ટીના મુખ્યમંત્રી સામે બળવો પોકારીને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પહેલાં સુરત અને બાદમાં ગોવાહટી ગયાં છે. હાલમાં આસામના ગોવાહટીની હોટલ રેડિસન બ્લૂ માં રોકાયેલા છે. મળતી માહિતી મુજબ આ ધારા સભ્યો માટે હાલમાં આ 56 લાખના રૂમ બુક થયાં છે. સાથે જ આ રાજકીય આગેવાનો માટે ખાવા-પીવાનો ખર્ચે પણ રોજના લાખો રુપિયા થઇ રહ્યો છે. 

બુકિંગ માટે કુલ 56 લાખ રૂપિયાનો ખર્ચ થયો
મહારાષ્ટ્રના બળવાખોર મંત્રી એકનાથ શિંદે તેમના સમર્થક ધારાસભ્યો સાથે હાલમાં ગુવાહાટીમાં ડેરો જમાવીને બેઠાં છે. અહીં આ લોકો રેડિસન બ્લુ હોટલમાં રોકાયા છે. તમામ નેતાઓ માટે હોટલના કુલ 70 રૂમ બુક કરવામાં આવ્યા છે. આ મોટી હોટલમાં રહેવા માટે આ બળવાખોર ધારાસભ્યો માટે  હાલમાં રૂમ સાત દિવસ માટે બુક કરવામાં આવ્યા છે, જેના પર કુલ ખર્ચ 1.12 કરોડ રૂપિયાની નજીક છે. મીડિયાના રિપોર્ટ અનુસાર,એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં કુલ 70 રૂમ બુક કરવામાં આવ્યા છે. આ રૂમ કુલ સાત દિવસ માટે બુક કરવામાં આવે છે. આ બુકિંગ માટે કુલ 56 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ સિવાય ભોજન અને અન્ય હોટલ સર્વિસ પર દરરોજ અંદાજીત 8 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સાત દિવસના હિસાબે આ ખર્ચ રૂ. 56 લાખ થાય છે. બુકિંગ અને  ફૂડ એકકોમોન્ડેશન ખર્ચ સહિત, ખર્ચ કરાયેલી રકમ રૂ. 1.12 કરોડ જેટલી થાય છે.

એકનાથ શિંદે સાથે કેટલા ધારાસભ્યો?
ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં એકનાથ શિંદે સાથેના ધારાસભ્યો અને અન્ય લોકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી સામે આવી નથી. પરંતુ સ્પષ્ટ છે કે બળવાખોર ધારાસભ્યોનું જૂથ મજબૂત બની રહ્યું છે. આજે પણ શિંદે કેમ્પમાં બે અપક્ષ ધારાસભ્યો જોડાયા છે. આ રીતે શિવસેનાના 37 ધારાસભ્યો સહિત એકનાથ શિંદેને 46 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. સાથે જ વધુ ત્રણ ધારાસભ્યોના જોડાવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ધારાસભ્યોની સાથે કેટલાક સાંસદો,  તેમજ નેતાઓના પરિવારજનો પણ હોટલમાં હાજર હોવાનું કહેવાય છે. 
ઉદ્ધવ સરકાર એક્શન મોડમાં આવી
તમને જણાવી દઈએ કે ઉદ્ધવ સરકારે ગઈકાલે સવારે થોડુંક નરમ વલણ દાખવ્યું હતું અને બળવાખોર ધારાસભ્યોને મહારાષ્ટ્ર આવીને વાત કરી પરિસ્થિતિનો ઉકેલ લાવવા કહ્યું હતું. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત  તો એટલે સુધી તૈયારી બતાવતા કહ્યું કે જો પાર્ટીના ધારાસભ્યો ઈચ્છે છે કે તેઓ MVAથી અલગ થઇ જાય, તો તે મુદ્દે પણ વિચાર કરી શકાય છે., પરંતુ ધારાસભ્યોએ સીએમ ઉદ્ધવની સામે મુંબઈ આવવું જોઈએ. પરંતુ સાંજ સુધીમાં ઉદ્ધવ સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી.
એકનાથ શિંદે છે પાસે શિવસેનાના 37થી વધુ ધારાસભ્યોનું સમર્થન
હવે તેઓ આ માટે કાયદાકીય મોરચે લડી રહ્યાં છે. ઉદ્ધવ સરકારે ડેપ્યુટી સી.એમને 13 બળવાખોર ધારાસભ્યો મુદ્દે પત્ર લખ્યો છે. ત્યારબાદ પરિસ્થિતિ વધુ ગુંચવાઇ રહી છે. ઉદ્ધવ વતી ડેપ્યુટી સ્પીકરને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં શિંદે સહિત કુલ 12 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જો કે શિંદે જૂથે દાવો કર્યો હતો કે ધારાસભ્ય દળના નેતા એકનાથ શિંદે છે કારણ કે તેમની પાસે શિવસેનાના 37થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. આ પછી રાતે શરદ પવારનું નિવેદન પણ આવ્યું. શરદ પવારે બળવાખોર ધારાસભ્યોને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. પવારે કહ્યું કે અધાડી ગઠબંધનની સરકારને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. દરમિયાન આજે સંજય રાઉત પવાર વચ્ચે પણ ઇમરજન્સી બેઠક થઇ છે. સાથે જ સંજય રાઉતે કહ્યું હતું કે કાગળ પર સંખ્યા વધુ હોઈ શકે છે પરંતુ હવે આ લડાઈ કાનૂની લડાઈ હશે.
શિવસેનામાં અંદોરોઅંદર લડાઇ 
શિવસેનાના મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરોમાં પણ  ભંગાણની દહેશત છે. મ્યુનિસિપાલિટીના કેટલાક  કાઉન્સિલરો શિંદે જૂથમાં જોડાઈ શકે છે તેમને રોકવા માટે શિવસેનાએ સાંજે 7 વાગ્યે શિવસેના ભવનમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે.
આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર યથાવત, પરદા પાછળ ભાજપ હોવાનો શિવસેનાનો આરોપ
Tags :
AeknathsindeGuahatiGujaratFirstHotelredisonblueMaharastracrisesMaharastrapolitics
Next Article