ગર્ભાવસ્થામાં સંબંધ ક્યાં સુધી બાંધી શકાય અને કેવી રીતે?
સામાન્ય રીતે સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન કોઈ જ પ્રકારની ચિંતાજનક તકલીફો ન થતી હોય તે બાબતે જાણવું જરૂરી છે. જેવી કે પાણી પડવું, સ્પોટીંગ વગેરે..આ સાથે તમારા ગાયનેકોલોજિસ્ટે તમારા ચેક અપ બાદ જો તમને વધુ ધ્યાન આપવા કહ્યું હોય અથવા તો જાતીય જીવન માણવાની થોડા મહિનાઓ માટે અથવા તો પૂરેપૂરા 9 મહિના સુધી ના કહી હોય તો, ખાસ તેવા સંજોગોમાં તેમની સૂચનાનું પાલન કરવું ખૂબ જરૂરી છે.આ સાથે જો કà«
Advertisement
- સામાન્ય રીતે સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન કોઈ જ પ્રકારની ચિંતાજનક તકલીફો ન થતી હોય તે બાબતે જાણવું જરૂરી છે. જેવી કે પાણી પડવું, સ્પોટીંગ વગેરે..
- આ સાથે તમારા ગાયનેકોલોજિસ્ટે તમારા ચેક અપ બાદ જો તમને વધુ ધ્યાન આપવા કહ્યું હોય અથવા તો જાતીય જીવન માણવાની થોડા મહિનાઓ માટે અથવા તો પૂરેપૂરા 9 મહિના સુધી ના કહી હોય તો, ખાસ તેવા સંજોગોમાં તેમની સૂચનાનું પાલન કરવું ખૂબ જરૂરી છે.
- આ સાથે જો કોઈ સ્ત્રીને પહેલા 3-4 વખત ગર્ભપાત થયો હોય તો તેણે પણ ગર્ભાવસ્થા દરમિયાન પૂરેપૂરા 9 મહિના સુધી જાતીય જીવન માણવાથી દબર રહેવું જ યોગ્ય રહેશે.
તેથી જો ઉપરની સમસ્યાઓ ઉપરાંત કોઈ તકલીફ ન હોય તો છેલ્લા દિવસ સુધી તમે જાતીય જીવન માણી શકો છે પરંતુ તે માટે પણ ઘણી તકેદારીઓ રાખવી ખૂબ જરૂરી છે.
કેવી રીતે બાંધી શકાય સંબંધ?
- સૌથી પ્રથમ એ જાણવું પણ જરૂરી છે કે તે મહિલાના ઈચ્છા છે કે નહીં. મહિલાની ઈચ્છા વિરુદ્ધ સંબંધ બાંધવાનો પ્રયાસ ભૂલથી પણ ન કરવો.
- જેમ કે ગર્ભવતી મહિલાના પેટ ઉપર સહજ પણ વજન કે દબાણ ન આવે તેવું ખાસ ધ્યાન રાખવું.
- જો ગર્ભવતી મહિલાને સહેજ પણ તકલીફ થતી હોય તેવું લાગે તો તેને વધુ ફોર્સ ન કરવો.
- બને તો શરૂઆતના 2-3 મહિના સુધી વધુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. અને એમાં પણ ખાસ કરીને 7 મા મહિના પછી તેના પેટ ઉપર વજન ન આવે તેનું વધારે ધ્યાન રાખવું.
આ સાથે આપને કોઈ પણ પ્રકારની સમસ્યા કે પ્રશ્નો મનમાં સતાવતા હોય તો તમારા ગાયનોકોલોજિસ્ટ સાથે સતત સંપર્કમાં રહીને આગળ વધવું હિતાવહ્ રહેશે.
સામાન્ય રીતે સંબંધ રાખવાની સલાહ માત્ર એટલા માટે આપવામાં આવે છે કારણ કે જાણકારી કે પ્રોપર મેથડ ખબર ન હોવાના અભાવે અબોર્શન કે ગર્ભપાત ન થાય. કારણ કે માતૃત્વ એ દરેક સ્ત્રી માટે ખૂબ જ લાગણીશીલ સંબંધ હોય છે.