Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની 'ભુલ ભુલૈયા 2' કેવી છે?

કાર્તિક આર્યન, તબ્બુ અને કિયારા અડવાણી અભિનીત ભૂલ ભુલૈયા 2થી બોલિવુડ ફેન્સને ઘણી આશા છે. આ સાથે આ ફિલ્મની સ્પર્ધા કંગનાની ફિલ્મ 'ધાકડ' સાથે છે. તાજેતરમાં રિલીઝ થયેલી બોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ સારા રહ્યા નથી. આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીને બાદ કરતાં બાકીની  મોટાં ભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું છે. હીરોપંતી 2 થી રનવે 34 સુધી, બોલીવુડની ઘણી ફિલ્મો બોક્
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની  ભુલ ભુલૈયા 2  કેવી છે
કાર્તિક આર્યન, તબ્બુ અને કિયારા અડવાણી અભિનીત ભૂલ ભુલૈયા 2થી બોલિવુડ ફેન્સને ઘણી આશા છે. આ સાથે આ ફિલ્મની સ્પર્ધા કંગનાની ફિલ્મ 'ધાકડ' સાથે છે. 
તાજેતરમાં રિલીઝ થયેલી બોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ સારા રહ્યા નથી. આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીને બાદ કરતાં બાકીની  મોટાં ભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું છે. હીરોપંતી 2 થી રનવે 34 સુધી, બોલીવુડની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ છે.  જો કે નિષ્ણાતોને કાર્તિક આર્યન, તબ્બુ અને કિયારા અડવાણી અભિનીત ભૂલ ભુલૈયા 2 થી થોડી આશા છે. ભૂલ ભૂલૈયા 2' 20 મેના રોજ રિલીઝ થશે, જે કંગના રનૌતની 'ધાકડ' સાથે ટકરાશે. આ સાથે જ ભૂલ ભૂલૈયા 2 નો ફર્સ્ટ રિવ્યુ સામે આવ્યો છે. 
ઉમૈરે ફિલ્મને સાડા 3 રેટિંગ આપ્યું હતું
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ભુલ ભુલૈયા 2ને ખૂબ પ્રમોટ કરી રહ્યા છે. ઓવરસીઝ સેન્સર બોર્ડના સભ્ય અને વિવેચક ઉમૈર સંધુએ પહેલો રિવ્યુ ટ્વીટ કર્યો છે. ઉમૈરે પોતાના ટ્વીટમાં લખ્યું, 'ભૂલ ભુલૈયા 2 માં બે મજબૂત પરિબળો છે, જેનાથી ફિલ્મને ફાયદો થશે. બ્રાન્ડ વેલ્યુ કાર્તિક આર્યન કોમ્બો અને હરે કૃષ્ણ હરે રામ ગીત. સાથે જ પૈસા વસૂલ હોરર કોમેડી છે. 
અન્ય એક ટ્વીટમાં ઉમૈરે આગળ લખ્યું, 'કાર્તિક આર્યનએ તેની ભૂમિકા સારી રીતે નિભાવી છે. કાર્તિક સારી કોમેડી કરે છે અને તેનો ફાયદો તેને ભૂલ ભુલૈયા 2માં મળ્યો. તેણે દિલ જીતી લે તેવું કામ કર્યું છે. કિયારાએ શાનદાર અભિનય કર્યો છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે. નેક્સ્ટ સુપરસ્ટાર છે. ઉમૈરે ફિલ્મને સાડા ત્રણ રેટિંગ આપ્યા છે.

ભૂલ ભુલૈયા 2ની ટિકિટ કેમ સસ્તી છે?
ભૂલ ભૂલૈયા 2 નું એડવાન્સ બુકિંગ તાજેતરમાં શરૂ થયું છે, અને તેની ટિકિટની કિંમત અન્ય ફિલ્મો કરતાં ઓછી છે. અહેવાલો મુજબ, સિનેપોલિસ અંધેરીમાં ભૂલ ભુલૈયા માટે એડવાન્સ બુકિંગ ટિકિટની કિંમત 180 રૂપિયા છે, જ્યારે KGF-2ની ટિકિટની કિંમત લગભગ 300 રૂપિયા હતી. તાજેતરમાં ઘણી રિલીઝ થયેલી ફિલ્મોની ટિકિટની કિંમત અત્યાર સુધી 180 રૂપિયાની આસપાસ હતી, જ્યારે ભૂલ ભૂલૈયાની ટિકિટની કિંમત 110 રૂપિયા છે. RRR અને ડોક્ટર સ્ટ્રેન્જ 2ની ટિકિટો પણ ભૂલ ભૂલૈયા-2 કરતાં અડધી હતી.
કાર્તિકનો અવાજ પણ બેસી ગયો હતો
ભૂલ ભુલૈયા 2 કાર્તિક માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે. ફિલ્મના ક્લાઈમેક્સ શૂટ દરમિયાન કાર્તિકનો અવાજ જતો રહ્યો હતો. બોલિવૂડ રિપોર્ટ મુજબ જ્યારે કાર્તિક આર્યન તબ્બુ સાથે ફિલ્મના ક્લાઈમેક્સ સીનનું શૂટિંગ કરી રહ્યો હતો,ત્યાં તેણે ખૂબ બૂમો પાડવાની હતી. પરંતુ અચાનક કાર્તિકનો અવાજ જતો રહ્યો અને તે કશું જ બોલી શકતો ન હતો. કાર્તિકનો અવાજ અચાનક બેસી જવાથી શૂટિંગ સેટ પરના  લોકો ડરી ગયા હતા. આ પછી મેડિકલ ટીમ તરત જ સેટ પર પહોંચી અને ડોક્ટરે કાર્તિકની તપાસ કરી. ચેકઅપ પછી ડૉક્ટરે કહ્યું કે ગભરાવાની કંઈ વાત નથી, વધુ પડતી ચીસો પાડવાને કારણે આવું થયું છે, થોડો સમય આરામ કર્યા પછી બધું ઠીક થઈ જશે અને તેનો અવાજ સાફ થઇ જશે. 
ધાકડ અને ભૂલ ભુલૈયા 2 વચ્ચે ટક્કર છે
ભૂલ ભૂલૈયા 2 કંગના રનૌતની એક્શન ફિલ્મ ધાકડ સાથે સ્પર્ધા કરશે. કંગનાએ કાર્તિક આર્યન વિશે કહ્યું, 'મને તેનું કામ ગમે છે. તે આજની પેઢી સાથે સંપૂર્ણ રીતે જોડાયલો છે. તે પોતાની મહેનતથી આ ઈન્ડસ્ટ્રીમાં છે. કોઈની મદદ વગર તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તે જ સમયે, ફિલ્મના ક્લેશ પર, કંગનાએ કહ્યું હતું કે, 'મહામારી પછી કોઈ પણ સ્ટારને સોલો ફિલ્મ રજૂ કરવાની તક મળી રહી નથી. હોલિવૂડથી લઈને સાઉથ સુધીની ઘણી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તો કોઈને કોઈ વચ્ચે સ્પર્ધા થવાની જ છે.
Advertisement
Tags :
Advertisement

.