Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એકનાથ શિંદેના પત્ની લતાએ CM પતિને આવકારવા માટે કેવી રીતે ડ્રમ વગાડ્યું, જુઓ વિડીયો

મહારાષ્ટ્ર સી.એમ એકનાથ શિંદેના પત્ની લત્તા એકનાથ શિંદે પણ આ દરમિયાન ડ્રમ વગાડતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એકનાથ શિંદે મંગળવારે રાત્રે 9:30 વાગ્યે સીએમ બન્યા બાદ પ્રથમ વખત તેમના ઘરે પહોંચ્યા હતા. એકનાથ શિંદે પહેલીવાર રાજ્યની કમાન સંભાળ્યા બાદ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના થાણેના ઘરે મોટી સંખ્àª
એકનાથ શિંદેના પત્ની લતાએ cm પતિને આવકારવા માટે કેવી રીતે ડ્રમ વગાડ્યું  જુઓ વિડીયો
મહારાષ્ટ્ર સી.એમ એકનાથ શિંદેના પત્ની લત્તા એકનાથ શિંદે પણ આ દરમિયાન ડ્રમ વગાડતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એકનાથ શિંદે મંગળવારે રાત્રે 9:30 વાગ્યે સીએમ બન્યા બાદ પ્રથમ વખત તેમના ઘરે પહોંચ્યા હતા. 
એકનાથ શિંદે પહેલીવાર રાજ્યની કમાન સંભાળ્યા બાદ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના થાણેના ઘરે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તેમની પત્ની લતા એકનાથ શિંદે પણ આ દરમિયાન ડ્રમ વગાડતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એકનાથ શિંદે મંગળવારે રાત્રે 9:30 વાગ્યે સીએમ બન્યા બાદ પ્રથમ વખત તેમના ઘરે પહોંચ્યા હતા. સોમવારે જ તેમણે વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી સાબિત કરી દીધી. બહુમત પરીક્ષણ દરમિયાન, તેમની સરકારને 164 ધારાસભ્યોનું સમર્થન મળ્યું, જ્યારે વિરોધમાં 99 મત પડ્યા. 
Advertisement


મંગળવારે જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ સરકારમાં પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત તેમના વતન નાગપુર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એકનાથ શિંદેની પત્ની વિશે વાત કરીએ તો તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ તેમના સીએમ પતિની રાજકીય કારકિર્દીમાં તેમનું પણ મહત્વનું યોગદાન છે. બે બાળકોના મૃત્યુ પછી શિંદેને ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદ કરવી હોય કે ઓટો રિક્ષા ચલાવવામાં નિષ્ફળતાના સમયમાં તેમને મદદ કરવી હોય. એકનાથ શિંદેની પત્ની લતા એકનાથ શિંદેએ તેમને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે. 
પતિ એકનાથ શિંદેને હતાશામાંથી બહાર આવવામાં મદદ કરી
એકનાથ શિંદેને ત્રણ બાળકો હતા, પરંતુ 2 જૂન, 2000ના રોજ તેમના જીવનમાં એક મોટો અકસ્માત થયો. તે સતારા જિલ્લામાં તેના ગામ નજીક આવેલા તળાવમાં પરિવાર સાથે નૌકાવિહાર કરવા ગયા હતા. આ દરમિયાન એક બોટ પલટી જતાં તેમની નજર સામે જ બે માસુમ બાળકોના મોત થયા હતા. આ ઘટનાએ પરિવારને સંપૂર્ણપણે ભાંગી નાખ્યો અને એકનાથ શિંદે ડિપ્રેશનમાં આવી ગયા. આ સમયે તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. આ દરમિયાન તેમના રાજકીય માર્ગદર્શક આનંદ દિઘે અને પત્ની લતાએ તેમને સક્રિય રાજનીતિનો ભાગ બનવા માટે સમજાવ્યા.
Tags :
Advertisement

.