Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જયકિશન કાકુભાઈ ફિલ્મોના Jackie Shroff કેવી રીતે બન્યા? ચાલીમાં વિતાવ્યા 33 વર્ષ

જેકી શ્રોફ જેને બોલિવૂડના  ભીડુ કહેવામાં આવે છે, તે ફિલ્મી દુનિયાના એક મોટા અભિનેતા છે. તેણે પોતાના કરિયરમાં હીરો’ રામ લખન અને ‘અલ્લાહ રખા’ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકો પર પોતાના શાનદાર અભિનયની છાપ છોડી છે. આજે 1 ફેબ્રુઆરીએ જેકી શ્રોફનો જન્મદિવસ છે, તેઓ 66 વર્ષના થયા છે. આ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.આજે અભિનેતા જેકી શà«
04:20 AM Feb 01, 2023 IST | Vipul Pandya
જેકી શ્રોફ જેને બોલિવૂડના  ભીડુ કહેવામાં આવે છે, તે ફિલ્મી દુનિયાના એક મોટા અભિનેતા છે. તેણે પોતાના કરિયરમાં હીરો’ રામ લખન અને ‘અલ્લાહ રખા’ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકો પર પોતાના શાનદાર અભિનયની છાપ છોડી છે. આજે 1 ફેબ્રુઆરીએ જેકી શ્રોફનો જન્મદિવસ છે, તેઓ 66 વર્ષના થયા છે. આ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
આજે અભિનેતા જેકી શ્રોફ તરીકે ઓળખાય છે, જો કે તેનું અસલી નામ જેકી નહીં પણ જયકિશન કાકુભાઈ છે. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે જયકિશન કાકુભાઈ ફિલ્મી દુનિયાના જેકી શ્રોફ બન્યા.
જયકિશન જેકી કેવી રીતે બન્યા?
જયકિશન કાકુભાઈ જેકી શ્રોફ બનવા પાછળ એવું કહેવાય છે કે જ્યારે તેઓ શાળામાં હતા ત્યારે તેમના મિત્રો તેમના મોટા નામને કારણે તેમને જયકિશનને બદલે જેકી કહેતા હતા અને શ્રોફ તેમની અટક છે અને પછી વર્ષ 1983માં જ્યારે ફિલ્મ નિર્દેશક સુભાષ ઘાઈએ તેમને તેમની ફિલ્મ ‘હીરો’ માટે મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કર્યા, ત્યારે તેમણે તેમને જયકિશનના બદલે જેકી શ્રોફ તરીકે લોન્ચ કર્યા, જેના પછી તેઓ આ જ નામથી પ્રખ્યાત થયા.
33 વર્ષ ચાલીમાં વિતાવ્યા
આજે જેકી શ્રોફ પાસે નામ, સંપત્તિ, પ્રસિદ્ધિ બધું જ છે. તેની પાસે કોઈ વસ્તુની કમી નથી. પણ એક સમય એવો હતો જ્યારે તે એક ચાલીમાં રહેતો હતો. જેકીનો જન્મ 1 ફેબ્રુઆરી 1957ના રોજ મહારાષ્ટ્રના લાતુર શહેરમાં ઉદાગીરમાં થયો હતો, જ્યાં તે એક ચાલીમાં રહેતા હતા. તેમણે તેમના જીવનના 33 વર્ષ ચાલીમાં વિતાવ્યા હતા. તેની માતા તેના અભ્યાસ માટે સાડી અને બંગડીઓ વેચતી હતી, જો કે નબળી આર્થિક સ્થિતિને કારણે તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર તેણે 11મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
જેકી શ્રોફની નેટવર્થ કેટલી છે?
જેકી શ્રોફે એક વખત પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે તે ચાલીમાં રહેતો હતો ત્યારે મેકર્સ તેને ફિલ્મોમાં સાઈન કરવા અને સ્ક્રિપ્ટ સંભળાવવા માટે ચાલીમાં આવતા હતા. તે સમયે જેકી ઘરમાં રાખેલા ડ્રમને ઉંધા કરીને બેસવા માટે આપતા હતા. જેકીએ એમ પણ કહ્યું હતું કે, પહેલી લીડ ફિલ્મ ‘હીરો’ રિલીઝ થયા પછી પણ તે 4-5 વર્ષ સુધી ચાલીમાં રહેતો હતો. જો કે પોતાની મહેનતથી જેકીએ ફિલ્મી દુનિયામાં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે. અહેવાલો અનુસાર આજે તેમની પાસે 26 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ છે એટલે કે ભારતીય રૂપિયા અનુસાર 200 કરોડથી વધુ.
આપણ  વાંચો- આવું તો ભારત કે ઇઝરાયેલમાં પણ નથી થયુ'--પાકિસ્તાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BirthdaySpecialGujaratFirsthappybirthdayIndianActorJackieShroff
Next Article