Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM કેજરીવાલને હિન્દુઓ પ્રત્યે અચાનક પ્રેમ કેવી રીતે આવી ગયો? જાણો કોણે નારાજગી વ્યક્ત કરી

અખિલ ભારતીય સંત સમિતિએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના નોટો પર લક્ષ્મી ગણેશનો ફોટો લગાવવાના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. વારાણસીમાં અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ બુધવારે કહ્યું હતું કે, ધર્મનિરપેક્ષ બંધારણ અને ધર્મનિરપેક્ષ દેશમાં સનાતન ધર્માચાર્યોને તેની કોઇ જરૂરિયાત નથી. તેમણે એમ પણ કહ્યું કે, હિંદુ
03:27 AM Oct 28, 2022 IST | Vipul Pandya

અખિલ ભારતીય સંત સમિતિએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના નોટો પર લક્ષ્મી ગણેશનો ફોટો લગાવવાના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. વારાણસીમાં અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ બુધવારે કહ્યું હતું કે, ધર્મનિરપેક્ષ બંધારણ અને ધર્મનિરપેક્ષ દેશમાં સનાતન ધર્માચાર્યોને તેની કોઇ જરૂરિયાત નથી. તેમણે એમ પણ કહ્યું કે, હિંદુઓમાં ભાગલા પાડવાની અરવિંદ કેજરીવાલની કોઈપણ રાજનીતિ અને વ્યૂહરચના હવે સફળ નહીં થાય.

અન્ય રાજકીય પક્ષોની દિલ્હી CM ના નિવેદન પર પ્રતિક્રિયા
ભારતીય રાજનીતિમાં હવે નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગને લઇને ચર્ચાઓ તેજ થઇ રહી છે. તાજેતરમાં અરવિંદ કેજરીવાલ દ્વારા નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીના ફોટા લગાવવાના નિવેદનને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. અન્ય રાજકીય પક્ષો પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની માંગ પર સહમત નથી. આ સાથે સાધુ-સંતો વતી નિવેદનો પણ બહાર પાડવામાં આવ્યા છે. કાશીની સંત સમિતિએ નોટ પર દેવી-દેવતાઓની તસવીરો લગાવવાની માંગ સામે વાંધો ઉઠાવ્યો છે. 
લક્ષ્મી-ગણેશનો ફોટો છાપવાની માંગ પર નારાજગી
કાશીમાં અખિલ ભારતીય સંત સમિતિએ દેશના ચલણ પર લક્ષ્મી-ગણેશનો ફોટો છાપવાની દિલ્હીના મુખ્યમંત્રીની માંગ પર નારાજગી વ્યક્ત કરી છે. સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, આખી દિલ્હીને નશામાં ધૂત બનાવનાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જો તમને લાગે છે કે દારૂના વેચાણ બાદ મળેલા પૈસા પર બનેલી ગણેશ લક્ષ્મીનો ફોટોવાળી નોટને ગલ્લાઓમાં રાખવામાં આવે તો અમે તેને સ્વીકારીશું નહીં.
મંદિરોના પૂજારીઓને મૌલાનાના પગાર જેટલો જ પગાર આપો
તેમણે વધુમાં કહ્યું કે, અમે સનાતનીઓને ખૂબ જ આશ્ચર્ય થયું કે તમારા મનમાં હિન્દુઓ પ્રત્યે અચાનક પ્રેમ કેવી રીતે આવી ગયો? તમે ઇચ્છો છો કે નોટ પર ગૌરી ગણેશનો ફોટો છાપવામાં આવે, પણ અમે એવું નથી ઇચ્છતા. કારણ કે આ દેશનું બંધારણ સેક્યુલર છે. દરેકની આરાધના અને પૂજા આપણા માટે પણ પૂજનીય છે. સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે જો તમને લાગે છે કે તમને હિંદુત્વ પ્રત્યે પ્રેમ છે તો દિલ્હી સરકારના ખર્ચે મૌલાનાને આપવામાં આવતો પગાર બંધ કરો. અમે તમારા હિન્દુત્વના ચહેરા પણ જોવા માંગીએ છીએ. જો તમે આ ન કરી શકો તો દિલ્હીના મંદિરોના પૂજારીઓને મૌલાનાના પગાર જેટલો જ પગાર આપો, તો જ તમારા પ્રેમની કસોટી થશે.
આ પણ વાંચો - કેજરીવાલની સલાહ પર ખડખડાટ હસ્યા નીતીશ, કહ્યું લોકો તો શું ને શું કહેતા હોય છે
Tags :
ArvindKejriwalCMKejriwalGujaratFirstHindutvaCardLaxmiandGaneshPhotosSantSamajSwamiJitendranandSaraswati
Next Article