Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇસ્ત્રીનું કામકાજ કરનાર વ્યક્તિ કઇ રીતે બન્યો ગાંજાનો સપ્લાયર ? વાંચો આ અહેવાલ

અમદાવાદમાંથી SOG ક્રાઈમ બ્રાન્ચે 23 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ પોતાના મોજ શોખ પૂરા કરવા અને ગાંજાના બંધાણી હોવાથી સુરતથી ગાંજો વેચવા લાવતા હોવાનું પણ સામે આવ્યું છે. SOG ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા બંને લબરમુછીયાઓ અગાઉ કોઈ પણ ગુનાઓમાં  સંડોવાયેલા નથી પરંતુ પહેલી વખત જ પોલીસના હાથે લાગેલા છે. આરોપી મહેબૂબ હુસેન અન
01:43 PM Dec 11, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાંથી SOG ક્રાઈમ બ્રાન્ચે 23 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ પોતાના મોજ શોખ પૂરા કરવા અને ગાંજાના બંધાણી હોવાથી સુરતથી ગાંજો વેચવા લાવતા હોવાનું પણ સામે આવ્યું છે. 
SOG ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા બંને લબરમુછીયાઓ અગાઉ કોઈ પણ ગુનાઓમાં  સંડોવાયેલા નથી પરંતુ પહેલી વખત જ પોલીસના હાથે લાગેલા છે. આરોપી મહેબૂબ હુસેન અન્સારી અને આસિફ અબ્બાસીને સુરતથી ગાંજાના જથ્થા સાથે સીટીએમ વિસ્તારમાંથી ઝડપી લેવાયા હતા. બંનેની પ્રાથમિક તપાસ કરતા 23 કિલો જેટલો ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો.. પકડાયેલ ગાંજાની બજાર કિંમત અંદાજિત 3 લાખ 30 હજારની આસપાસ થાય છે..મહત્વનું છે કે પકડાયેલા આરોપી મહેબૂબ હુસેનના પાંચ દિવસ પછી લગ્ન હતા અને તે પહેલા જ તે પોલીસ ગિરફતમાં આવ્યો છે..
પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી મહેબુબ હુસેન અન્સારી વ્યવસાયે ઇસ્ત્રી કામ કરતો હતો જ્યારે આસિફ અબ્બાસી એક ગેરેજમાં કામ કરતો હતો..પરંતુ પોતાના મોજશોખ પૂરા કરવા અને શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બન્ને ગાંજો વેચવા લાગ્યા હતા..અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં તેઓ છેલ્લા છ માસમાં સંખ્યાબંધ વખત ગાંજો લાવીને વેચી ચૂક્યા હતા.. અને સુરતથી લાવતા આ ગાંજાના એક સમયના જથ્થામાં 20 હજાર રૂપિયા મળતા હોવાનું પણ પોલીસ તપાસમાં કબુલ્યું છે. પરંતુ આ વખતે SOGની ટીમને ચોક્કસ માહિતી મળતા પોલીસે સીટીએમ નજીક બ્રિજ પાસેથી જ બંનેને ઝડપી પાડ્યા. આ બંને આરોપીઓ અગાઉ કોઈપણ ગુનામાં સંડોવાયેલા ન હોવાનું પોલીસનું કહેવું છે. પરંતુ નાર્કોટિક્સના વ્યવસાય સાથે છેલ્લા છ એક માસથી સુરતથી રાજા નામના શખ્સ પાસેથી જથ્થાબંધ ગાંજો લાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 
હાલ પોલીસે આ ગેંગનો લીડર કોણ છે તેની તપાસ શરૂ કરી છે.એટલું જ નહીં સુરતના અશ્વિની વિસ્તારમાં રહેતા અને બન્ને આરોપીઓને ગાંજો સપ્લાય કરતા રાજા નામના શખ્સને ઝડપી લેવા માટે પણ તજવીજ હાથ ધરાઇ છે. 
આ પણ વાંચો -  ગુજરાતની જનતાએ કોંગ્રેસના ગાલ પર તમાચો માર્યો: પ્રદિપસિંહ વાઘેલા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadDrugsupplierGujaratFirstIronworkerSurat
Next Article