Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાગણીના આવેગમાં જાત સાથે દ્રોહ કેટલો સ્વીકાર્ય ?

સૌથી પહેલા પ્રેમ સ્વયંને, પોતાની જાતને કરોઘણા લોકો અતિસંવેદનશીલ હોય છે. જીવનની નાની-મોટી દરેક ઘટનાની આજીવન એટલી અસર પડતી હોય છે કે અમુક કપરા સંજોગોમાં પોતાની જાત સાથે જ દ્રોહ કરીને આત્મઘાત કરી લેતા હોય છે. માફ કરશો જીવનરુપી જંગમાં હારી આત્મઘાત કરતા લોકો સામે મારી કોઈ જ સહાનુભૂતિ ક્યારેય નથી.થોડા સમય પહેલા આયેશા અને હવે નફિસા અને આગળ હવે ખબર નહીં બીજું કોણ..... ?વિપરીત પરિસ્થિતિથી કàª
લાગણીના આવેગમાં જાત સાથે દ્રોહ કેટલો સ્વીકાર્ય
સૌથી પહેલા પ્રેમ સ્વયંને, પોતાની જાતને કરો
ઘણા લોકો અતિસંવેદનશીલ હોય છે. જીવનની નાની-મોટી દરેક ઘટનાની આજીવન એટલી અસર પડતી હોય છે કે અમુક કપરા સંજોગોમાં પોતાની જાત સાથે જ દ્રોહ કરીને આત્મઘાત કરી લેતા હોય છે. માફ કરશો જીવનરુપી જંગમાં હારી આત્મઘાત કરતા લોકો સામે મારી કોઈ જ સહાનુભૂતિ ક્યારેય નથી.
થોડા સમય પહેલા આયેશા અને હવે નફિસા અને આગળ હવે ખબર નહીં બીજું કોણ..... ?
વિપરીત પરિસ્થિતિથી કંટાળી હારી જતી ઘટનાઓ માટે સહાનુભૂતિ યોગ્ય નથી જ નથી. હમણાં થોડા સમય પહેલા રાજી ઓલ્વેઝ ખુશ નામની ફિલ્મ આવી. ફિલ્મ તો ઠીક છે પણ એનો મેસેજ  ખૂબ જ સુંદર છે. મૂળ પોલીએના નવલકથાના કથાવસ્તુ પર ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં જીવન જે પરિસ્થિતિ આપે એને સહજભાવે સ્વીકારી ખુશ રહેવાની વાત છે. દરેક વ્યક્તિના સમગ્ર જીવનકાળ દરમ્યાન અલગ-અલગ ઉતાર-ચઢાવનો સમય આવતો જ હોય છે. ત્યારે ગમે તેવા સંજોગોમાં હકારાત્મક અભિગમ સાથે આગળ વધવું એજ જીવન છે. લાગણી, સંવેદનાઓ, પ્રેમ બધું જ એની જગ્યાએ યોગ્ય છે પરંતુ જો તમે તમારી જાત તમારા પોતાના જીવનને પ્રેમ કે એની કદર નહીં કરો તો બીજા પાસે પ્રેમ કે સન્માનની અપેક્ષા કેવી રીતે રાખી શકો ?
ડાર્વિનનો અસ્તિત્વવાદનો સિદ્ધાંત પણ એ જ  કહે છે કે ગમે તે પરિસ્થિતિમાં કોઈપણ રીતે સંઘર્ષ કરી જે ટકી જાય એજ આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.
છેલ્લે સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારામાં આ જ પ્રકારના પ્લોટ પર વાત કરવામાં આવી હતી. કદાચ એટલે જ ત્યારબાદ સુશાંતસિંહ સાથે થયેલી ટ્રેજેડીના આટલા ઊંડા પ્રતિઘાત પડ્યા હતા કે ઘણા આજે પણ આ દુ:ખદ ઘટનાને લોકો સ્વીકારી શક્યા નથી. 
શું જીવનમાં એવી કોઈ સમસ્યા હોય કે જેનું કોઈ સમાધાન ન હોય ?
માની લોકો કે સમાધાન નથી જ મળી રહ્યું તો એવા સંજોગોમાં લડવું રહ્યું જ કે પછી છોડી દેવાનું? ગીવ અપ કરી દેવાનું? ઘણી વખત સમસ્યા કે પરિસ્થિતિ એટલી મોટી હોતી નથી જેટલી આપણે એને ગાઈ ગાઈને બનાવી દેતા હોઈએ છે. 
ભગ્ન હ્રદયે કોઈના પ્રેમમાં ઘવાઈ જેને તમારા પ્રેમ અને લાગણીની ક્યારેય કદર ન કરી હોય જેણે તમારા જીવનને દોજખ બનાવી નાખ્યું હોય એવી વ્યક્તિ માટે તમારી જાત તમારા જીવન સાથે દ્રોહ કરવાનો?
આવામાં જે માતા-પિતાએ તમને જન્મ આપ્યો. જે પરિવારજનો મિત્રો તમારી સાથે મોટા થયા છે જે તમારું સદા હિત ઈચ્છે છે એ લોકોનો શું વાંક જેને તમે જીંદગીભર રડતા છોડી જાવ છો. જેમને જીવનભર અમુક સવાલોના જવાબ ક્યારેય નહીં મળે. તમે તો મરતા મરી જશો પણ ત્યારબાદ જેમને જીવવાનું જે એ સવાલોના જવાબ આપવાના છે તમારા વગર એવા લોકો પ્રત્યે શું તમારી કોઈ જવાબદારી નથી બનતી ?
અને શું આપઘાત કરવાથી આ તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે ખરો?   
કોઈ સંબંધ કે પરીક્ષામાં નિષ્ફળ જવાથી આખે આખું જીવન હારી જાવું કેટલું યોગ્ય?
છેલ્લા ઘણા સમયથી મેન્ટલ હેલ્થ, માનસિક પરિતાપ, ડિપ્રેશન જેવા શબ્દો ચર્ચામાં છે. ડૉક્ટર્સ, એક્ટર્સ વારંવાર આ બાબતની ચર્ચા અને એના સમાધાનની વાત કરે છે. આવી પરિસ્થિતિઓની દવાઓ પણ ઉપલબ્ધ છે, ત્યારે તમે પણ રાજીની જેમ જીવનમાં હેપી રહેવાની હેપી ગેઈમ શીખી જ જાવ. એમાં કંઈ ન મળે કદાચ તો પણ ગુમાવાનું તો ખાસ કંઈ નહીં આવે પણ બદલામાં જીવનની દરેક પરિસ્થિતિમાં જીવવાની સાથે મહામૂલ્ય આ જીવનને બચાવી ખુશીથી જીવી શકશો એ નફામાં. જીવન માટેનો આ સોદો છે તો ફાયદાનો જ ખરો. 
ખણખોદ 
મચ અવેઈટેડ ફિલ્મ વિકીડાનો વરઘોડો ટૂંક સમયમાં થિયેટરોમાં ધૂમ મચાવશે ત્યારે ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિકી ઉર્ફે મલ્હાર ઠાકરની આ ફિલ્મનું ટ્રેઈલર આવી ગયું છે. મલ્હારનો પરિણીતી ચોપરા પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે ત્યારે હાલમાં જ પરિણીતીએ ખાસ એક વીડિયો શેયર કરી મલ્હારને એના જન્મદિવસ નિમિતે ખાસ સરપ્રાઈઝ આપી. 
ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ્સ એટલે GIFA થી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતું નામ બનેલાં હેતલ ઠક્કર હવે આવી રહ્યાં છે ધમાકેદાર સુપર કોપ ફિલ્મ માધવ સાથે. ટાઈટલ કેરેક્ટરમાં જોવા મળશે સુપર સ્ટાર હિતુ કનોડીયા. ફિલ્મનો ફર્સ્ટ લુક રિવીલ થઈ ગયો છે જે ખુબ અપીલીંગ લાગી રહ્યો છે.
ગુજરાતી સંસ્કૃતિની આગવી ઓળખ એટલે ભવાઈ જે ક્યાંકને ક્યાંક વિસરાતી જાય છે એવામાં ફિલ્મ વિકીડાના વરઘોડામાં મોર્ડન રંગરુપ સાથે ઈન્ટ્રો સોંગમાં જોવા સાંભળવા મળશે ભવાઈ. જેને સ્વરબધ્ધ કરી છે બિગબોસ ફેઈમ જાણીતા ભાઈ-ભાઈ અરવિંદ વેગડા   
Advertisement
Tags :
Advertisement

.