Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુસાફરોથી ખીચોખીચ ભરેલી ટ્રેનમાં ઘોડો ઉભેલો જોવા મળ્યો, જાણો કયાં!

શું કયારેય ઘોડાને માણસની સાથે તમે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો જોયો છે ? આ વાત ભલે આશ્ચર્યજનક લાગે પણ વાસ્તવમાં આવું થયું છે. સોશિયલ મીડિયામાં એક એવા ઘોડા ના ફોટા વાયરલ થયા છે, જે ટ્રેનના ડબ્બામાં મુસાફરો સાથે ઉભેલો જોવા મળે છે. દાવો કરાયો છે કે આ ઘટના પશ્ચિમ બંગાળની છે, જયાં એક ઘોડો સિયાલદહ-ડાયમંડ હાર્બર ડાઉન લોકલ ટ્રેનમાં માણસો સાથે  મુસાફરી કરતા જોવા મળ્યો હતો. આ ઘોડાની સાથે સફરમા
11:54 AM Apr 08, 2022 IST | Vipul Pandya
શું કયારેય ઘોડાને માણસની સાથે તમે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો જોયો છે ? આ વાત ભલે આશ્ચર્યજનક લાગે પણ વાસ્તવમાં આવું થયું છે. સોશિયલ મીડિયામાં એક એવા ઘોડા ના ફોટા વાયરલ થયા છે, જે ટ્રેનના ડબ્બામાં મુસાફરો સાથે ઉભેલો જોવા મળે છે. 
દાવો કરાયો છે કે આ ઘટના પશ્ચિમ બંગાળની છે, જયાં એક ઘોડો સિયાલદહ-ડાયમંડ હાર્બર ડાઉન લોકલ ટ્રેનમાં માણસો સાથે  મુસાફરી કરતા જોવા મળ્યો હતો. આ ઘોડાની સાથે સફરમાં તેનો માલિક પણ સાથે હતો. જો કે એ જાણી શકાયું નથી કે આ ફોટો કયારે પાડવામાં આવ્યો હતો પણ ઇસ્ટર્ન રેલવે દ્વારા ઘટનાની તપાસના આદેશો
જારી કરવામાં આવ્યા છે. 
આ ફોટો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. લોકો પુછી રહ્યા છે કે ઘોડાને ટ્રેનમાં લઇ જવાની મંજુરી કેવી રીતે આપવામાં આવી. તો કેટલાક યુઝર્સે કટાક્ષ પણ કર્યો હતો કે ઘોડાની ટિકીટ પણ લેવામાં આવી હતી.  વાયરલ તસવીરોમાં જોવા મળે છે કે ટ્રેનનો કોચ મુસાફરોથી ખીચોખીચ ભરેલો છે અને તેમની વચ્ચે ઘોડો ઉભેલો જોવા  મળી રહ્યો છે. અન્ય મુસાફરોએ ઘોડાના માલિક સાથે આ મુદ્દે વાત પણ કરી હતી પણ માલિકે
મુસાફરોની વાત પર ધ્યાન આપ્યું ન હતું. 
એવું પણ જાણવા મળે છે કે ઘોડાએ દક્ષિણ પરગના જીલ્લાના બરુઇપુર વિસ્તારમાં આયોજીત રેસમાં ભાગ લીધો હતો. પુર્વીય રેલ્વેના પ્રવક્તાએ સ્વીકાર્યું હતું કે તેમને પણ આ ફોટો મળ્યો છે પણ તેમની પાસે  એ માહિતી નથી કે વાસ્તવમાં આવું કંઇ થયું છે કે કેમ. જો કે અત્યારે તો સોશિયલ મીડિયામાં આગની જેમ આ ફોટો વાયરલ થઇ રહ્યો છે અને ફોટા
પાછળની કહાની જાણવામાં લોકોને વધુ દિલચશ્પી છે. 
                                     
Tags :
GujaratFirsthorseintrainKolkataViral
Next Article