પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર થયો ભયાનક અકસ્માત, 6થી વધુ લોકોના મોત, 12 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી એક માર્ગ અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાંથી પસાર થતા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. સોમવારે એટલે કે આજે સવારે લોનીકટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નરેન્દ્રપુર મદ્રાહા ગામ પાસે એક ઝડપભેર ડબલ ડેકર બસ પાર્ક કરેલી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને બસના 8 મુસાફરોના મોત થયા છે, જ્યારે 12થી વધુ મુસાફરો ઘાયલ à
04:00 AM Jul 25, 2022 IST
|
Vipul Pandya
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી એક માર્ગ અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાંથી પસાર થતા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. સોમવારે એટલે કે આજે સવારે લોનીકટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નરેન્દ્રપુર મદ્રાહા ગામ પાસે એક ઝડપભેર ડબલ ડેકર બસ પાર્ક કરેલી બસ સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં બંને બસના 8 મુસાફરોના મોત થયા છે, જ્યારે 12થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બિહારના સીતામઢી જિલ્લાથી દિલ્હી જઈ રહેલી વોલ્વો બસ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર પહેલેથી જ પાર્ક કરેલી બસ સાથે અથડાઈ ગઇ હતી. સવારે 4:00 કલાકે સર્જાયેલા અકસ્માતમાં વોલ્વોમાં સવાર 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. બસના 12 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.
ઘાયલોને સીએચસી ત્રિવેદીગંજ, સીએચસી હૈદર ગઢ અને સીએચસી ગોસાઈગંજ મોકલવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા એક ડઝન મુસાફરોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. હાલ અકસ્માતમાં 12થી વધુ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર વધુ એક અકસ્માત થયો હતો. 15 જૂને સુલતાનપુરના દોસ્તપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કાર-ટેન્કરની ટક્કર થઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. કારમાં છ લોકો સવાર હતા.
Koo Appपूर्वांचल एक्सप्रेस-वे पर सड़क दुर्घटना में हुई जनहानि अत्यंत दुःखद है। संबंधित अधिकारियों को राहत व बचाव कार्य तेजी से संचालित करने और घायलों के समुचित उपचार हेतु निर्देश दिए गए हैं। प्रभु श्री राम दिवंगत आत्माओं को शांति तथा घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें।- Yogi Adityanath (@myogiadityanath) 25 July 2022
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માત પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. ઝડપી રાહત અને બચાવ કામગીરી અને ઘાયલોની યોગ્ય સારવાર માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ મૃતકોની આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે.
Next Article