Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓમિક્રોનના કારણે હોંગકોંગની હાલત ખરાબ, હોસ્પિટલો ઉભરાઇ

ઓમિક્રોનના કારણે હોંગકોંગની હાલત ખરાબ થઇ ગઇ છે. બજાર સૂમસામ ભાસી રહ્યા છે અને દુકાનો ખાલી છે તથા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયા છે.  ઝીરો કોવિડ નીતિ રાખનારો દેશ હવે ઓમિક્રોનની ઝપેટમાં કોરોનાના કેસોમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના કારણે દાખવાયેલી લાપરવાહી ભારે પડી શકે છે. ભારતમાં વીતેલા 24 કલાકમાં 4 હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયેલા છે. જો કે ભારત માટે તે રાહતની બાબત છે પણ સાવચેતી રાખàª
ઓમિક્રોનના કારણે હોંગકોંગની હાલત ખરાબ  હોસ્પિટલો ઉભરાઇ
ઓમિક્રોનના કારણે હોંગકોંગની હાલત ખરાબ થઇ ગઇ છે. બજાર સૂમસામ ભાસી રહ્યા છે અને દુકાનો ખાલી છે તથા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયા છે.  
ઝીરો કોવિડ નીતિ રાખનારો દેશ હવે ઓમિક્રોનની ઝપેટમાં 
કોરોનાના કેસોમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના કારણે દાખવાયેલી લાપરવાહી ભારે પડી શકે છે. ભારતમાં વીતેલા 24 કલાકમાં 4 હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયેલા છે. જો કે ભારત માટે તે રાહતની બાબત છે પણ સાવચેતી રાખવી ખુબ જરુરી છે કારણ કે હોંગકોંગની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. કયારેક ઝીરો કોવિડની નીતિથી વિશ્વમાં વાહવાહી લૂંટનારો હોંગકોંગ હવે ઓમિક્રોનની ઝપટમાં આવ્યો છે. હોસ્પિટલોમાં જગ્યા નથી અને મડદાંઘરો ભરેલા છે. હોંગકોંગ હવે ખરાબ રીતે વાયરસની ઝપેટમાં આવી ગયો છે. દુકાનો ખાલી છે અને ખાવાપીવાનો સામાન પણ નથી. ઓમિક્રોનના કારણે હોંગકોંગમાં આ સ્થિતિ બની છે. જેમણે રસી લીધી નથી તેવા લોકોમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ગત સપ્તાહે વિશ્વમાં પ્રતિ 10 લાખની વસ્તીએ કોરોનાથી સૌથી વધુ મોત હોંગકોંગમાં નોંધાયા હતા. 
હેલ્થકેર સિસ્ટમને ખોરવી નાખી 
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાને કાબૂમાં રાખવા માટે હોંગકોંગે સફળતા મેળવી હતી પણ હવે ઓમિક્રોનમાં તેની હાલત ખરાબ થઇ ગઇ છે. ઓમિક્રોનના કારણે હોંગકોંગની હેલ્થકેર સિસ્ટમ ખોરવાઇ ગઇ છે.  પબ્લિક ટ્રાન્સપોર્ટ, મોલ, પોસ્ટલ સર્વિસીઝ, સુપરમાર્કેટ અને ફાર્મસીમાં સ્ટાફની અછત ઉભી થઇ ગઇ છે. ગભરાયેલા લોકોએ પેનિક બાયિંગ કરીને સુપર માર્કેટ પણ ખાલી કરી દીધા છે. ભારતમાં પણ ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર આવી હતી. હવે  વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોનના BA.3 સબ વેરિઅન્ટની તપાસ શરુ કરી છે પણ તેના વિશે વધુ માહિતી મળતી નથી. આ વેરિઅન્ટ સૌ પહેલાં દક્ષિણ આફ્રિકામાં ટ્રેસ કરાયો હતો. 

ભારતમાં મે જૂનમાં કેસ વધવાની આશંકા 
જો કે ભારતમાં હાલ સ્થિતિ ખાસ્સી સુધરી છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સુધારો જણાયો છે પણ એકસપર્ટ અંદાજો લગાવી રહ્યા છે કે મે જૂનમાં ફરીથી કેસ વધી શકે છે અને તેની અસર ઓકટોબર સુધી જોવા મળી શકે છે.જો કે આ વખતે કોરોનાના હળવા લક્ષણ જ જોવા મળી શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.