Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૂર્યાના તોફાન સામે હોંગકોંગના બોલરો ઘૂંટણિયે, ટીમ ઈન્ડિયાને મળ્યો 360 ડિગ્રી બેટ્સમેન, Video

એશિયા કપ 2022માં ભારત અને હોંગકોંગ વચ્ચે રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવે બુધવારની રાત્રે ધમાકેદાર ઈનિંગ રમીને બધાનું દિલ જીતી લીધું હતું. દુબઈના મેદાન પર રમાયેલી આ મેચમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટોચના ક્રમાંકિત ભારતીય બેટ્સમેન સૂર્યકુમારે અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે વિરાટ કોહલી સાથે શાનદાર 98 રનની ભાગીદારી પણ કરી હતી. મેદાનની ચારેબાજુ રનોની થઇ વરસાદસૂર્યકુમારની આ ધમાàª
04:16 AM Sep 01, 2022 IST | Vipul Pandya
એશિયા કપ 2022માં ભારત અને હોંગકોંગ વચ્ચે રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવે બુધવારની રાત્રે ધમાકેદાર ઈનિંગ રમીને બધાનું દિલ જીતી લીધું હતું. દુબઈના મેદાન પર રમાયેલી આ મેચમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટોચના ક્રમાંકિત ભારતીય બેટ્સમેન સૂર્યકુમારે અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે વિરાટ કોહલી સાથે શાનદાર 98 રનની ભાગીદારી પણ કરી હતી. 
મેદાનની ચારેબાજુ રનોની થઇ વરસાદ
સૂર્યકુમારની આ ધમાકેદાર ઈનિંગ જોઇ વિરાટ પણ ખુશ દેખાઇ રહ્યો હતો. ભારત અને હોંગકોંગ વચ્ચે રમાયેલી એશિયા કપ 2022ની ચોથી મેચમાં સૂર્યકુમાર યાદવે જે તબાહી મચાવી હતી, તે વર્ષો સુધી યાદ રહેશે. પાકિસ્તાન સામે 18 બોલમાં નિરાશાજનક 18 રન કર્યા પછી, સુર્યકુમાર યાદવ તેના રંગમાં પાછો ફર્યો હતો અને હોંગકોંગ સામે વિસ્ફોટક ઇનિંગ રમી  સૌ કોઇને ચોંકાવી દીધા હતા. સૂર્યાએ 360 ડિગ્રીમાં ચોક્કા અને છક્કા ફટકારીને તેની સ્ટાઇલિશ ઇનિંગ્સથી હેડલાઇન્સ મેળવી હતી. તેણે માત્ર 22 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. પોતાની T20 ઈન્ટરનેશનલ કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારનાર સૂર્યાએ હાફ સેન્ચ્યુરી ફટકાર્યા બાદ પણ તોફાન ચાલુ રાખ્યું અને 261થી વધુની સ્ટ્રાઈક રેટથી 6 ચોક્કા, 6 છક્કા ફટકારીને માત્ર 26 બોલમાં અણનમ 68 રન ફટકાર્યા હતા. 

ટીમ ઈન્ડિયાને સૂર્યાના રૂપમાં મળ્યો 36 ડિગ્રી બેટ્સમેન
સૂર્યકુમારે મેદાનના લગભગ કોઇ ખૂણે એવો નહી હોય જ્યા રન ન બનાવ્યા હોય. તેને જોઇને એક સમયે દક્ષિણ આફ્રિકાના પૂર્વ તોફાની બેટ્સમેન એબી ડિવિલિયર્સની યાદ આવી ગઇ હતી. મહત્વનું છે કે, હોંગકોંગ વિરુદ્ધની આ મેચમાં ભારતનો વિજય લગભગ પ્રથમ ઇનિંગ બાદ જ નિશ્ચિત થઈ ગયો હતો, પરંતુ યોગ્ય બોલરોની કસોટી બાકી હતી. આ ટેસ્ટમાં બે યુવા બોલરો અર્શદીપ સિંહ અને અવેશ ખાનને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાબર હયાત અને કિંચિત શાહે આ બંને યુવા બોલરોની બોલિંગમા ખૂબ રન બનાવ્યા હતા. હોંગકોંગના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરતા 152 રન બનાવ્યા હતા. અને અંતે ટીમ ઈન્ડિયા આ મેચને 40 રનથી જીતી સુપર-4માં પોતાની જગ્યા બનાવી લીધી છે. 
વિરાટ થયા સૂર્યાના મુરીદ
પ્રથમ બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ છેલ્લી 7 ઓવરમાં 14ની રન રેટે 98 રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમારે 261.53ના સ્ટ્રાઈક રેટથી 26 બોલમાં 68 રનની અણનમ ઈનિંગ રમી જેમાં 6 ચોક્કા અને 6 આકર્ષક છક્કાનો સમાવેશ થાય છે. 

સૂર્યાએ આ મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની શૈલીમાં 360 ડિગ્રી પર મેદાનની લગભગ તમામ જગ્યાએ કલાત્મક શોટ્સ લગાવ્યા હતા. આ ઈનિંગ એટલી શાનદાર હતી કે ખુદ વિરાટે પણ સૂર્યાને નમીને સલામ કરી હતી.

બીજી તરફ વિરાટ કોહલી ફરી એકવાર ફોર્મમાં પરત ફરતો જોવા મળ્યો હતો. તેણે છેલ્લી મેચ સિવાય પાકિસ્તાન સામે દોષરહિત ઇનિંગ રમી હતી. તે પાંચમી ઓવરમાં આવ્યો અને અંત સુધી અણનમ રહ્યો હતો. 33 વર્ષીય વિરાટે 44 બોલમાં 134.09ના રન રેટથી 59 રન બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સૂર્ય કુમાર યાદવે 20મી ઓવરમાં એવી તબાહી મચાવી કે હોંગકોંગના બોલર હારૂન અરશદના પગ નીચેથી જમીન સરકી ગઈ. સૂર્યાએ પોતાની ઇનિંગમાં શાનદાર સ્ટાઇલિશ શોટ રમીને સાબિત કર્યું કે તેને 360 ડિગ્રીનો ખેલાડી કેમ કહેવામાં આવે છે. સૂર્યાએ છેલ્લા બોલ પર બે રન લીધા અને ભારતના સ્કોરને 20 ઓવરમાં 192 રન સુધી પહોંચાડ્યો. સૂર્યાએ પોતાની 68 રનની ઇનિંગમાં ચોક્કા અને છક્કા સાથે 60 રન બનાવ્યા હતા. તેની શાનદાર બેટિંગથી એશિયા કપમાં રમી રહેલી અન્ય ટીમો પણ સ્તબ્ધ છે.
આ પણ વાંચો - INDvsHK: હોંગકોંગ સામે ભારતનો 40 રનથી શાનદાર વિજય
Tags :
AsiaCupAsiaCup2022CricketGujaratFirstHalfCenturyINDvsHKSportsSuryakumarYadavTeamIndia
Next Article