Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનો માર્ગ ખુલ્યો, કમિટિની રચના કરવાનો પ્રસ્તાવ પાસ

યુનિફોર્મ સિવિલ કોડ ( Uniform Civil Code) મુદ્દે ગુજરાત (Gujarat) સરકાર કમિટી બનાવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા કમિટિની રચના કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ કમિટિમાં ત્રણથી ચાર સભ્યો હશે.રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉ
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનો માર્ગ ખુલ્યો  કમિટિની રચના કરવાનો પ્રસ્તાવ પાસ

યુનિફોર્મ સિવિલ કોડ ( Uniform Civil Code) મુદ્દે ગુજરાત (Gujarat) સરકાર કમિટી બનાવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા કમિટિની રચના કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ કમિટિમાં ત્રણથી ચાર સભ્યો હશે.

Advertisement

રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

Advertisement

આ મુદ્દે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાએ વિસ્તૃત જાણકારી આપી હતી

  • નારો એક ભારત, શ્રેષ્ઠ ભારત : કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
  • ગુજરાત સરકારના આ કાયદાથી લોકોમાં આશા જાગી : કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
  • અમે રામમંદિર માટે પણ લાંબી લડાઈ ચલાવી : કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
  • ગુજરાત સરકારની આ જાહેરાત મોટું પગલું : કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
  • કોમન સિવિલ કોડ માટે પહેલા પણ અમે નારા લગાવ્યા હતા: કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
  • બંધારણના અધિકારોને ઓવરરૂલ કરવાનો રાજ્ય સરકારનો ઈરાદો નથી: કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
  • આગલી સરકાર અમારી જ બનવાની છે: કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
  • ધાર્મિક સાંપ્રદાયીક આધારે કાયદા બનેલા હોવાથી પ્રશ્નો ઉભા  થાય તે દુર કરવા આ નિર્ણય: કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
  • મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય કર્યો તે બદલ હું તેમને અભિનંદન આપુ છું: કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
યુનિફોર્મ સિવિલ કોડને લઇને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ મારફતે જનતાને જણાવ્યું છે કે, રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.
Advertisement



ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન
મોંઘવારી, બેરોજગારી વધી છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, ખેડૂતોની આવક ઘટી છે અને ખર્ચ વધ્યો છે, ભાજપની આગામી ચૂંટણીમાં 70 કરતા ઓછી બેઠક આવી રહી છે તેથી ભાજપ 2022માં કાવતરા અને હથકંડા અજમાવી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નિવેદન
ગુજરાતની ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકોની સુખાકારી માટે સરકારે પગલાં લેવા જોઈએ. ભાજપે 27 વર્ષની સત્તાની અંતિમ યાત્રા નીકળવાની છે ત્યારે આ વાત લાવી છે મૂળ પ્રશ્નોથી ધ્યાન હટાવવા યુનિફોર્મ સિવિલ કોડની વાત ભાજપ લાવ્યું છે. કોમન સિવિલ કોડ લાવી શકાય, વિચારણા કરી શકાય, ગુજરાતમાં કોમન સિવિલ કોડની માગણી કોણે કરી. મુસ્લિમ, બોદ્ધ, પારસી, શીખ અલગ અલગ સિવિલ કોડનું પણ પાલન નથી કરાવી શકતા. 27 વર્ષમાં કોમન સિવિલ કોડ લાવવાનું ના શુઝ્યું. લોકોએ કચકચાવીને સરકારને ઉખેડી ફેંકવાનું નક્કી કર્યું છે માટે આ કોમન સિવિલ કોડ લાવ્યા છે.
આજની કેબિનેટ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી શકે છે. જુઓ ગૃહરાજ્યમંત્રીશ્રીની પ્રેસ કોન્ફરન્સ
Tags :
Advertisement

.