Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની જળક્રાંતિ અંગે અમિત શાહે ટ્વીટ સાથે વિડીયો શેર કર્યો, જુઓ

ગુજરાતમાં જળસંકટ દુર કરવાનો વડાપ્રધાનશ્રીને શ્રેય આપ્યોગુજરાતના દરેક ઘરમાં મળી રહ્યું છે નળથી જળવડાપ્રધાનશ્રીની દૂરદર્શિતા અને પરિશ્રમ દર્શાવતો વીડિયો ટ્વીટ કર્યોએક દૌર હતો જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની જનતા પાણીની અપાર સમસ્યાનો સામનો કરતી હતી. પાણીના ટેન્કર અને પાણી માટેના મહિલાઓ-મહિલાઓ વચ્ચેના ઝઘડાના દ્રશ્યો માટે સામાન્ય હતા. પાણીની સમસ્યાને લઈને ખાસ તો મà
ગુજરાતની જળક્રાંતિ અંગે અમિત શાહે ટ્વીટ સાથે વિડીયો શેર કર્યો  જુઓ
  • ગુજરાતમાં જળસંકટ દુર કરવાનો વડાપ્રધાનશ્રીને શ્રેય આપ્યો
  • ગુજરાતના દરેક ઘરમાં મળી રહ્યું છે નળથી જળ
  • વડાપ્રધાનશ્રીની દૂરદર્શિતા અને પરિશ્રમ દર્શાવતો વીડિયો ટ્વીટ કર્યો
એક દૌર હતો જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની જનતા પાણીની અપાર સમસ્યાનો સામનો કરતી હતી. પાણીના ટેન્કર અને પાણી માટેના મહિલાઓ-મહિલાઓ વચ્ચેના ઝઘડાના દ્રશ્યો માટે સામાન્ય હતા. પાણીની સમસ્યાને લઈને ખાસ તો મહિલાઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રાજ્યમાં પાણીની અછતના (Water Crisis) સમાચાર પ્રસારિત થતાં પણ આ નક્કર સમસ્યાનો ઉકેલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દુરંદેશીના કારણે ઉકેલાયો અને ગુજરાતમાં જળક્રાંતિ આવી. ગુજરાતની આ જળક્રાંતિ કેવી રીતે રાજ્યમાં આવી તેના વિશે અવગત કરતો વિડીયો કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે ટ્વીટ કર્યો છે. અમિતભાઈ શાહે ખાસ તો ગુજરાતના યુવાનોએ આ વિડીયો જોવાની અપીલ કરી છે.
વડાપ્રધાનશ્રીની દૂરદર્શિતા દર્શાવતો વિડીયો
અમિત શાહે (Amit Shah) હિન્દી અને ગુજરાતી એમ બે ટ્વીટ (Tweet) કર્યું જેમાં તેઓએ વિડીયો શેર કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું કે, 21 વર્ષ પહેલા પાણીના પ્રત્યેક બુંદ માટે તરસતા ગુજરાતના દરેક ઘરને આજે નળ થી જળ મળી રહ્યું છે. ગુજરાતમાંથી જળસંકટ દૂર કરવા માટે મોદીજીની દૂરદર્શિતા અને પરિશ્રમ  દર્શાવતી આ વીડીયો દરેક દેશવાસીઓએ અને ખાસ કરીને ગુજરાતની યુવા પેઢીએ અવશ્ય જોવી જોઈએ.
રાજ્યમાં 1 હજાર કિમીથી વધારે કેનાલ નેટવર્ક
ઉલ્લેખનીય છે કે, એક સમયે પાણી માટે તરસતો ગુજરાતનો મોટાભાગનો પ્રદેશ હેરાન થતો હતો. પાણીની સમસ્યાને લીધે અનેક પરિવારોએ હિજરત કરી હોવાના પણ ઘણાં કિસ્સાઓ છે ત્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) દૂરદર્શિતા અને પરિશ્રમ થકી નર્મદા નદીની  ઉંચાઈ વધારીને 138.68 મીટર થઈ અને રાજ્યમાં 1,126 કિમી કેનાલ નેટવર્ક બિછાવ્યું જેના થકી રાજ્યના દરેક ઘરોમાં નળ થકી જળ મળી રહ્યું છે. જે આ વિડીયોમાં દર્શાવાયું છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.