કેન્સર બાદ હવે HIV-AIDSની રસી પણ મળી, માત્ર એક ડોઝથી જ સારવારનો વૈજ્ઞાનિકોનો દાવો
કેન્સર બાદ હવે HIV-AIDS જેવા અસાધ્ય રોગનો ઇલાજ વિજ્ઞાનીઓએ શોધી લીધો છે. મેડિકલ સાયન્સની દુનિયામાં વૈજ્ઞાનિકોએ એક કરતા વધુ સિદ્ધિઓ હાંસલ કરી છે. જે રીતે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ કોરોનાના સમયગાળા દરમિયાન ખૂબ જ ઓછા સમયમાં કોરોનાની રસી તૈયાર કરી છે, તે સાબિત કરે છે કે મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે. ત્યારે હવે HIV-AIDSની સારવાર માટે પણ વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોને એક એવી રàª
12:56 PM Jun 15, 2022 IST
|
Vipul Pandya
કેન્સર બાદ હવે HIV-AIDS જેવા અસાધ્ય રોગનો ઇલાજ વિજ્ઞાનીઓએ શોધી લીધો છે. મેડિકલ સાયન્સની દુનિયામાં વૈજ્ઞાનિકોએ એક કરતા વધુ સિદ્ધિઓ હાંસલ કરી છે. જે રીતે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ કોરોનાના સમયગાળા દરમિયાન ખૂબ જ ઓછા સમયમાં કોરોનાની રસી તૈયાર કરી છે, તે સાબિત કરે છે કે મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે. ત્યારે હવે HIV-AIDSની સારવાર માટે પણ વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોને એક એવી રસી બનાવવામાં સફળતા મળી છે કે જેના માત્ર એક ડોઝથી આ અસાધ્ય રોગની સારવાર થઇ શકે છે.
ઈઝરાયેલના વૈજ્ઞાનિકોનો દાવો
ઉલ્લેખનીય છે કે હાલમાં HIV-AIDSનો કોઈ ઈલાજ નથી. પરંતુ તેની સારવારમાં તબીબી ટીમને એક મોટી સફળતા મળી છે. ઈઝરાયેલના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે તેમણે એક એવી રસી શોધી છે કે જેના માત્ર એક ડોઝ વડે HIV વાયરસને ખતમ કરી શકાય છે. આ રસી એન્જિનિયરિંગ ટાઇપ B સફેદ રક્ત કોશિકાઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે. જેની મદદથી એચઆઇવીને દૂર કરવા માટે એન્ટિબોડીઝ તૈયાર થાય છે. આ સંશોધન ઇઝરાયેલની તેલ અવીવ યુનિવર્સિટી ખાતે ધ જ્યોર્જ એસ. વાઇસ ફેકલ્ટી ઓફ લાઇફ સાયન્સ સ્કૂલ ઓફ ન્યુરોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી અને બાયોફિઝિક્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. છે.
એઇડ્સની સારવાર શક્ય છે
સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રસીના પ્રયોગશાળાના પરિણામો ખૂબ સારા આવ્યા છે. વિજ્ઞાનીઓએ શરીરમાં હાજર ટાઈપ-બી શ્વેત રક્તકણોના જીન્સમાં કેટલાક ફેરફારો કર્યા, જેણે એચઆઈવી વાયરસને તોડી નાખ્યો. આ સફળતાએ આશા જગાવી છે કે HIV-AIDS જેવા અસાધ્ય રોગની સારવાર પણ દૂર નથી. આ અંગેનું જે રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે તે જણાવે છે કે એચઆઈવી સામેની એન્ટિબોડીઝ સલામત, કાર્યક્ષમ અને આગળ વધારી શકાય તેવી હોય છે. જે માત્ર ચેપી રોગોની સારવારમાં જ નહીં પરંતુ કેન્સર અને એઈડ્સ જેવા બિનચેપી રોગોની સારવારમાં પણ અસરકારક છે.
રસી કઇ રીતે કામ કરશે?
જ્યારે વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ B કોષો વાયરસના સંપર્કમાં આવે છે, ત્યારે તેઓ આ વાયરસને તોડવા અને તેમની સામે લડવાનું કામ કરે છે. જો વાયરસ બદલાય તો બી કોષો પણ તે મુજબ તેમના સ્વરુપમાં ફેરફાર કરે છે અને તેમની સામે લડે છે. ડો.બર્ઝેલ કહે છે કે બી સેલ જરૂરિયાત મુજબ જીનોમ તૈયાર કરવામાં સફળ રહ્યો છે. તમામ લેબ મોડલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે શરીરની અંદર સારવાર દરમિયાન જરૂરી બી કોષો ઉત્પન્ન કરવામાં સફળ રહ્યા છે. અમે લોહીમાં એન્ટિબોડીઝ તૈયાર કરી અને પુષ્ટિ કરી કે તે HIV વાયરસને મારી નાખવામાં સક્ષમ છે.
Next Article