Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વ જળ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને 2022ની થીમ

ધરતી પર પાણી દરેક માટે એક એવો વારસો છે જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું અત્યંત જરૂરી છે. પાણી વગર જીવન શક્ય જ નથી એમ પણ કહી શકાયકે પાણી છે તો જ જીવન છે. માનવ ખોરાક વગર આસાનીથી રહી શકે છે પરંતુ પાણી વગર જીવિત રહી શકતો નથી. જો કે, લોકોને આ વાત સમજમાં નથી આવતી અને તે પાણીને સાચવીને કે બચાવીને રાખવાની જગ્યાએ તેમનો ભરપૂર બગાડ કરે છે. લોકો પાણીનું મહત્ત્વ સમજવાનું છોડી ચુક્યા છે. વિશ્વન
વિશ્વ જળ દિવસ  જાણો તેનો ઇતિહાસ અને 2022ની થીમ
ધરતી પર પાણી દરેક માટે એક એવો વારસો છે જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું અત્યંત જરૂરી છે. પાણી વગર જીવન શક્ય જ નથી એમ પણ કહી શકાયકે પાણી છે તો જ જીવન છે. માનવ ખોરાક વગર આસાનીથી રહી શકે છે પરંતુ પાણી વગર જીવિત રહી શકતો નથી. જો કે, લોકોને આ વાત સમજમાં નથી આવતી અને તે પાણીને સાચવીને કે બચાવીને રાખવાની જગ્યાએ તેમનો ભરપૂર બગાડ કરે છે. લોકો પાણીનું મહત્ત્વ સમજવાનું છોડી ચુક્યા છે. વિશ્વને પાણીની જરૂરત સમજાવાના હેતુથી જ વિશ્વ જળ દિવસ મનાવવાની પ્રથા શરૂ થઇ છે. ફિલોસોફર થેલ્સે કેટલાય વર્ષો પૂર્વે કહ્યું હતું  કે પાણી જ તમામ ભૌતિક વસ્તુઓનું કારણ અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર છે પરંતુ હવે લોકો આ વાતને મહત્ત્વ નથી આપી રહ્યા. માનવને પાણીનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. 
વિશ્વ જળ દિવસ  ઉજવવાની શરૂઆત
સંયુક્ત રાષ્ટ્રે વિશ્વને પાણીની જરૂરિયાત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. 1992માં રિયો ડી જાનેરો, બ્રાઝિલમાં યોજાયેલી યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયર્નમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ (UNCED)માં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 1993થી આ દિવસને જળ સંરક્ષણના મહત્વને સમજવા અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાના હેતુ થી દરવર્ષે  ઉજવવામાં આવે છે. 22 માર્ચ 1993ના રોજ પ્રથમ વખત વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ જળ દિવસ 2022ની થીમ
વિશ્વ જળ દિવસ દર વર્ષે એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ- 'ભૂગર્ભજળ: મેકિંગ ધ ઇનવિઝિબલ વિઝિબલ' જે IGRAC એટલે કે ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડવોટર રિસોર્સ એસેસમેન્ટ સેન્ટર દ્વારા પ્રસ્તાવિત છે. .
આપણી પૃથ્વી પર પણ 77% ભાગમાં પાણી આવેલ છે, તેથી પૃથ્વીને 'Blue Planet’ પણ કહેવામાં આવે છે. આ પૃથ્વી પર જે 77 % પાણી છે. તેમાંથી 97.2% પાણી દરિયામાં આવેલું છે. જે પીવા યોગ્ય નથી. આ ધરતી પર 2.15% પાણી બરફરૂપે રહેલ છે. 0.61% પાણી ભૂગર્ભમાં રહેલ છે. પૃથ્વી પર આવેલ જળાશયોમાં 0.009% પીવાલાયક પાણી રહેલ છે. 0.008% આંતરિક સમુદ્રમાં, માટીમાં ભેજના સ્વરૂપે 0.005%,  વાતાવરણમાં ભેજ સ્વરૂપે 0.001% તથા નદીઓમાં 0.001% પાણી આવેલ છે. પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે પણ પૃથ્વી પર રહેલ કુલ પાણીનાં જથ્થામાંથી 97% પાણી ખારું છે જે પીવા યોગ્ય નથી. માત્ર 3% પાણી જ પીવા યોગ્ય છે. જો અત્યારે પાણી બચાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી સમસ્યાઓ સર્જાય શકે છે. માત્ર પાણીનો બગાડ અટકાવવો જ જરૂરી નથી પરંતુ સાથે સાથે તેના સંગ્રહની વ્યવસ્થા કરવી એટલી જ મહત્વની છે. 
Advertisement
Tags :
Advertisement

.