ગુજરાતની 13 પ્રદૂષિત નદીઓમાં ઝાલાવાડની ઐતિહાસિક ભોગાવો નદી છે આટલામાં ક્રમે
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા શુક્રવારે સમગ્ર દેશની 279 નદીઓના નામ જાહેર કર્યા છે. આ નદીઓમાં પ્રદૂષણની (Pollution) માત્રા વધુ હોવાનું કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવાયેલ પાણીના (Water) નમુનામાં બહાર આવ્યુ હતુ. ત્યારે આ નદીઓમાં (River) ગુજરાતની 13 નદીઓનો સમાવેશ થાય છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવા નદીમાં પણ પ્રદૂષણ ધ્યાને આવ્યુ છે. ભોગાવા નદીના સેમ્પલમાં પ્રતિ લàª
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા શુક્રવારે સમગ્ર દેશની 279 નદીઓના નામ જાહેર કર્યા છે. આ નદીઓમાં પ્રદૂષણની (Pollution) માત્રા વધુ હોવાનું કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવાયેલ પાણીના (Water) નમુનામાં બહાર આવ્યુ હતુ. ત્યારે આ નદીઓમાં (River) ગુજરાતની 13 નદીઓનો સમાવેશ થાય છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવા નદીમાં પણ પ્રદૂષણ ધ્યાને આવ્યુ છે. ભોગાવા નદીના સેમ્પલમાં પ્રતિ લિટર 6 મિલી ગ્રામ બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ ધ્યાને આવ્યુ છે. ત્યારે આ અંગે GPCBના અધિકારીએ જણાવ્યુ કે, ભોગાવા નદીમાં પાલિકા દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીથી ભોગાવો નદી પ્રદૂષિત બની છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદી પ્રદૂષિત થતી હોવાની અનેકવાર રાવ ઉઠે છે. ઇતિહાસકારો અને પર્યાવરણ પ્રેમીઓ આ બાબતે ચિંતિત પણ છે. ત્યારે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભોગાવા નદીનો પ્રદૂષિત નદીમાં સમાવેશ થતા જ આ વાત પણ સાર્થક પુરવાર થઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શુક્રવારે દેશની 279 નદીઓના પોલ્યુટેડ રીવર સ્ટ્રેચીસ (PRS) જાહેર કરાયા છે. જેમાં ગુજરાતની 13 નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓમાં ઝાલાવાડમાંથી પસાર થતી ભોગાવા નદીનું પણ નામ આવે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભોગાવા નદીના સેમ્પલ લેવાયા હતા. જેમાં નદીના પાણીમાં પ્રતિ મિલીગ્રામ 6ની માત્રામાં બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) ધ્યાને આવ્યુ છે. 2 કરતા વધુ BOD હોય તો નદી પ્રદૂષિત ગણાય છે.
જયારે આ નદી પ્રદૂષિત કેમ બની તેની માહિતી મેળવતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. GPCBના અધિકારીના જણાવાયા મુજબ સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે નદીમાં છોડવામાં આવતુ પાણી 100 ટકા ટ્રીટેડ નથી. આથી નદીમાં પ્રદૂષણ ધ્યાને આવ્યુ છે. જો પાલિકા 100 ટકા ગટરના પાણી શુધ્ધ કરીને ભોગાવામાં છોડે તો નદી પ્રદૂષિત બનતી અટકી શકે તેમ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સુરેન્દ્રનગરના અધિકારી ફાલ્ગુન મોદીના જણાવાયા મુજબ દરેક નદીમાં રહેલ પ્રદૂષણ નદી પોતે દુર કરે તેવી તેનામાં ક્ષમતા રહેલી છે. જેમાં પ્રતિ લિટર 2 મિલીગ્રામ જેટલુ પ્રદૂષણ તે જાતે દુર કરી શકે છે. 2 મિલીગ્રામ કરતા વધુ પ્રદૂષણ એટલે કે, બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ ધ્યાને આવે તો તે પ્રદૂષિત નદી કહેવાય છે.
સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં સમયાંતરે ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ કમિટીની બેઠક મળે છે. ત્યારે છેલ્લા થોડા સમયમાં મળેલી બેઠકમાં આ બાબતે ચર્ચા થઈ હોવાનું GPCBના અધિકારીએ જણાવ્યુ હતુ. જેમાં કલેકટરે ભોગાવો નદી પ્રદૂષિત બાબતે ચીફ ઓફીસરને તાત્કાલિક કાર્યવાહી કરવા અને ગંદા પાણીનો નિકાલ ન કરવા સુચના પણ આપી હતી. આ અંગે સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફીસર સાગર રાડીયાએ જણાવ્યુ કે, હાલ જે મુળચંદ રોડ પર એસટીપી આવેલો છે. ત્યારે સંયુકત પાલિકા બની તે પહેલાનો છે. તેમાં વઢવાણની લાઈનો લીંકઅપ થયેલ નથી. સંયુકત નગરપાલિકા બન્યા બાદ વઢવાણ માટે અલગ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની દરખાસ્ત થઈ હતી. જે મંજુર થઈ ગયો છે. નવો એસટીપી બનતા ભોગાવા નદીમાં જતુ પાણી 100 ટકા ટ્રીટેડ થઈને છોડવામાં આવશે. ભોગાવોએ બારેમાસી નદી નથી. તેમાં બારેમાસ પાણી વહેતુ નથી. ધોળીધજા ડેમ ઓવરફલો થવાના સમયે ચોમાસામાં તેમાં પાણી આવે છે અને આ પાણી નળકાંઠામાં વહી જાય છે. આથી અન્ય સમયમાં ભોગાવામાં પાણી રહેતુ નથી. જેના લીધે ભોગાવામાં છોડાતા ગંદા પાણી ભરાઈ રહે છે.
આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીએ જણાવ્યુ કે, હાલ પાલિકા દ્વારા ભોગાવામાં છોડવામાં આવતુ એસટીપીનું પાણી 100 ટકા ટ્રીટેડ નથી. જો પાલિકા 100 ટકા શુધ્ધ કરીને પાણી છોડે અને ત્યારબાદ નદીમાં પ્રદૂષણ સામે આવે તો ઔદ્યોગીક એકમો દ્વારા છોડાતુ પાણી નદીને પ્રદૂષિત કરી રહ્યુ છે તેમ કહી શકાય. હાલ આ પાણી પર નજર કરીએ તો પાણી એકદમ કાળુ અને વાસયુકત છે. જયારે ઉદ્યોગોમાંથી આવતુ પ્રદૂષિત પાણી કેમીકલ યુકત અને ઓછી વાસ વાળુ તથા વીવીધ કલરનું હોય છે.
આ પણ વાંચો - સાબરમતીના શુદ્ધિકરણની માત્ર વાતો, વાસ્તવિકતા જુદી, દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતી બીજા નંબરે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement