ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક કરાર, રોજગારથી લઇને વેપાર સુધી મોટા ફાયદાની આશા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શનિવારે એક ઐતિહાસિક સમજૂતી થઇ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આર્થિક સંબંધોને પ્રોત્સાહન મળે તે માટે બંને દેશોએ શનવિવારે ઐતિહાસિક ઇકોનોમિક કો-ઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ઐતિહાસિક એટલા માટે છે કે ભારતે લગભગ એક દશક બાદ કોઇ વિકસિત દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યું છે. જેના કારણ બંને દેશો વચ્ચે સામાન અને સર્વિસની નિકà
11:05 AM Apr 02, 2022 IST
|
Vipul Pandya
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શનિવારે એક ઐતિહાસિક સમજૂતી થઇ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આર્થિક સંબંધોને પ્રોત્સાહન મળે તે માટે બંને દેશોએ શનવિવારે ઐતિહાસિક ઇકોનોમિક કો-ઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ઐતિહાસિક એટલા માટે છે કે ભારતે લગભગ એક દશક બાદ કોઇ વિકસિત દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યું છે. જેના કારણ બંને દેશો વચ્ચે સામાન અને સર્વિસની નિકાસ ડબલ થવાની સંભાવના રહેલી છે.
વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કરાર થયા
આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા તેના બજારમાં 95 ટકાથી વધુ ભારતીય માલસામાનને ડ્યુટી ફ્રી પ્રવેશ આપશે, જેમાં કાપડ, ચામડું, જ્વેલરી અને સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. વેપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ,. ઓસ્ટ્રેલિયાના વેપાર, પ્રવાસન અને રોકાણ મંત્રી ડેન તેહાને એક ઓનલાઈન કોન્ફરન્સમાં ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન પણ હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ સંબંધો ભારત-ઓસ્ટ્રેલિયાની મિત્રતાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ કરાર આપણા વચ્ચે વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને પ્રવાસીઓના આદાનપ્રદાનને સરળ બનાવશે. જે આ સંબંધોને વધુ મજબૂત બનાવશે. આપણી અર્થવ્યવસ્થાઓમાં એકબીજાની જરૂરિયાતોને પહોંચી વળવાની ઘણી ક્ષમતા છે. મને ખાતરી છે કે આ કરાર સાથે આપણે આ તકોનો સંપૂર્ણ લાભ લઈ શકીશું. તો મોરિસને કહ્યું કે આ કરાર ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને વધુ મજબૂત બનાવશે.
પિયુષ ગોયલે શું કહ્યું?
કાર્યક્રમ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા ECTA બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. ‘આ આપણા સંબંધો માટે ઐતિહાસિક દિવસ છે અને એક દાયકામાં વિકસિત અર્થતંત્ર સાથે ભારતનો આ પ્રથમ કરાર છે. અમે આગામી 4-5 વર્ષમાં ભારતમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવાની અપેક્ષા રાખીએ છીએ. આવનારા સમયમાં ભારતીય શેફ અને યોગ શિક્ષકો માટે નવા રસ્તાઓ ખુલશે. અમે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓના સહકાર અંગે ચર્ચા કરી. પિયુષ ગોયલે કહ્યું કે આ કરાર આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે 2700 કરોડ ડોલરનો વેપાર 4500થી 5000 કરોડ ડોલર સુધી લઈ જવામાં મદદ કરશે.
ભારતના નિકાસકારોને થશે ફાયદો
આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા પ્રથમ દિવસથી ભારતની નિકાસના 96.4 ટકા (મૂલ્યની દ્રષ્ટિએ) પર શૂન્ય ડ્યુટી એક્સેસ આપશે. જેમાં ઘણા બધા એવા ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવશે, જેના પર હાલમાં 4-5 ટકાની કસ્ટમ ડ્યુટી લાગે છે. આ કરારથી ટેક્સટાઇલ, કેટલીક ખેતપેદાશ અને માછલી ઉત્પાદનો ચામડા, ફૂટવેર, ફર્નિચર, રમતગમતનો સામાન, જ્વેલરી, મશીનરી, ઇલેક્ટ્રિકલ સામાન અને રેલ્વે વેગનને લગતા ઉદ્યોગોને મુખ્યત્વે ફાયદો થશે.
Next Article