ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP સાંસદ દિયા કુમારીના દાવાને ઈતિહાસકારોએ નકાર્યો, જાણો શું કહ્યું

જયપુર શાહી પરિવારના છેલ્લા મહારાજા માનસિંહ બીજાની પૌત્રી અને રાજસ્થાન રાજ્યસભાના ભાજપના સાંસદ દિયા કુમારીએ બુધવારે દાવો કર્યો હતો કે આગરામાં જે જમીન પર તાજમહેલ બનાવવામાં આવ્યો હતો. એ જમીન પર જયપુર રાજવી પરિવારનો મહેલ હતો. જેને મુઘલ બાદશાહ શાહજહાંએ કબજે કરી તાજમહેલ બનાવ્યો હતો. દિયાના આ દાવા પર દેશમાં નવી ચર્ચા છેડાઈ છે. ઈતિહાસકારો આ દાવાને અડધુ સત્ય કહી રહ્યા છે અને તાજમહેલ મàª
09:58 AM May 15, 2022 IST | Vipul Pandya
જયપુર શાહી પરિવારના છેલ્લા મહારાજા માનસિંહ બીજાની પૌત્રી અને રાજસ્થાન રાજ્યસભાના ભાજપના સાંસદ દિયા કુમારીએ બુધવારે દાવો કર્યો હતો કે આગરામાં જે જમીન પર તાજમહેલ બનાવવામાં આવ્યો હતો. એ જમીન પર જયપુર રાજવી પરિવારનો મહેલ હતો. જેને મુઘલ બાદશાહ શાહજહાંએ કબજે કરી તાજમહેલ બનાવ્યો હતો. દિયાના આ દાવા પર દેશમાં નવી ચર્ચા છેડાઈ છે. ઈતિહાસકારો આ દાવાને અડધુ સત્ય કહી રહ્યા છે અને તાજમહેલ માટે જમીન દસ્તાવેજના આધારે ખરીદવામાં આવી હતી.
ઈતિહાસકાર રાણા સફવીએ ટ્વિટર પર શાહજહાંથી લઈને રાજા જય સિંહ સુધીના ફરમાન (શાહી આદેશો)ની નકલો શેર કરતાં લખ્યું કે તાજમહેલની જમીનના બદલામાં જય સિંહને ચાર હવેલીઓ આપવામાં આવી હતી. તેણે લખ્યું, "જ્યારે રાજા જય સિંહ મફતમાં જમીન દાનમાં આપવા તૈયાર હતા. ત્યારે શાહજહાંએ રાજા માન સિંહની હવેલીના બદલામાં ચાર હવેલીઓ આપી હતી. આ ફરમાન સિટી પેલેસ મ્યુઝિયમમાં બંધ છે."
સફાવીએ ડબલ્યુઈ બેગલી અને ઝેડ.એ. દેસાઈ દ્વારા સંપાદિત પુસ્તક "તાજ મહેલ - ધ ઇલ્યુમિનેટેડ ટોમ્બ" માંથી હુકમનામુંની નકલો શેર કરી. "અકબરઃ ધ ગ્રેટ મુગલ" પુસ્તકની લેખિકા અને ઈતિહાસકાર ઈરા 'ભાજપ સાંસદ દિયા કુમારી'ના આ દાવા સાંભળીને નિરાશ થઈ ગઈ. તેઓ માને છે કે શાહજહાં દ્વારા  જમીન છીનવી લેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
દિયાએ બુધવારે જયપુરમાં મીડિયાને કહ્યું કે ઐતિહાસિક રીતે જે પ્લોટ પર તાજમહેલ બનાવવામાં આવ્યો હતો. તે જયપુર શાહી પરિવારનો હતો અને પરિવાર પાસે તેના દસ્તાવેજો છે. તેના પર મુઘલ સમ્રાટ શાહજહાંનો કબજો હતો, કારણ કે તે સમયે તેની સરકાર હતી. જો કોઈ સરકાર તમારી પાસેથી જમીન લે છે, તો તે તમને વળતર આપે છે પરંતુ મેં સાંભળ્યું છે કે આ કિસ્સામાં મુઘલો દ્વારા કોઈ વળતર આપવામાં આવ્યું ન હતું. તે સમયે એવો કોઈ કાયદો નહોતો કે જ્યાં કોઈ અપીલ કરી શકે.
તાજમહેલને લઈને 2017માં પણ વિવાદ થયો હતો
હાલનો વિવાદ નવો નથી. આ પહેલા વર્ષ 2017માં પણ તાજમહેલનું નામ બદલવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે બીજેપી નેતા વિનય કટિયારે તાજમહેલનું નામ બદલવાની માંગ કરી હતી. તેણે કહ્યું કે તે હિંદુ શાસક દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે દરમિયાન આ વિવાદ ઘણો ચર્ચામાં આવ્યો હતો અને ઘણા લોકોએ તેનું સમર્થન પણ કર્યું હતું.
Tags :
BJPMPDiyakumariGujaratFirstTajmahaltajmahalcontroversy
Next Article