બાંગ્લાદેશમાં ફરી હિંદુ મંદિર પર હુમલો, 200થી વધારે લોકોએ તોડફોડ કરી, અનેક લોકો ઈજાગ્રસ્ત
બાંગ્લાદેશ સરકારના હિંદુ લઘુમતીઓને
રક્ષણ આપવાના તમામ વચનો ફરી એકવાર ખુલ્લી પડી ગયા છે. બાંગ્લાદેશની રાજધાની
ઢાકામાં ગુરુવારે રાત્રે ઉગ્રવાદીઓએ એક મંદિરને નિશાન બનાવ્યું હતું. કટ્ટરવાદીઓએ
મંદિરમાં તોડફોડ કરી અને લૂંટ ચલાવી. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ
અહેવાલ છે. મળતી માહિતી મુજબ હાજી શફીઉલ્લાહના નેતૃત્વમાં 200થી વધુ લોકોએ ગઈકાલે સાંજે લગભગ 7 વાગ્યે ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા
સ્ટ્રીટમાં આવેલા ઈસ્કોન રાધાકાંતા મંદિર પર હુમલો કર્યો હતો તોડફોડ કરી લૂંટ ચલાવી હતી. આ હુમલામાં
ઘણા હિન્દુ લોકો ઘાયલ થયા હતા.
બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલાનો
આ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે પણ નવરાત્રિ દરમિયાન કેટલાક દુર્ગા પૂજા પંડાલો પર
હુમલો થયો હતો. આ દરમિયાન અનેક મંદિરો પર હુમલા પણ થયા હતા. આ હિંસામાં 2 હિંદુઓ સહિત 7 લોકોના મોત થયા હતા. ત્યારે પણ ઢાકાના
ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો. બાંગ્લાદેશમાં લઘુમતીઓના અધિકારો માટે
કામ કરતી સંસ્થા AKSના રિપોર્ટ અનુસાર છેલ્લા 9 વર્ષમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર લગભગ 4000 હુમલા થયા છે. તેમાંથી 1678 માત્ર ધાર્મિક
બાબતો હતી. આ સિવાય અન્ય અત્યાચારની ઘટનાઓ પણ સામે આવી છે.