Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દુ દેવી-દેવતાના ફોટા વાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા હિન્દુ સંગઠનોએ કરી કલેકટરને રજૂઆત

ભરૂચ (Bharuch)જિલ્લામાં પ્રકાશનો પર્વ દિવાળી (Diwali) પર્વ ઉજવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ફટાકડાના વેપારીઓ (Vepario)એ પણ સ્ટોલ લગાવવાના શરૂ કરતાની સાથે જ ફટાકડાના સ્ટોર ઉપર દેવી દેવતાઓના પોસ્ટર વાળા ફટાકડા વેચનારા વેપારીઓ સામે હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતરનાર છે અને ફોજદારી રાહે કાર્યવાહી કરવાની ચીમકી સાથે હિન્દુ સંગઠનો એ ભરૂચ કલેકટર એક લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છેસમગ્ર દેàª
હિન્દુ દેવી દેવતાના ફોટા વાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા હિન્દુ સંગઠનોએ કરી કલેકટરને રજૂઆત
ભરૂચ (Bharuch)જિલ્લામાં પ્રકાશનો પર્વ દિવાળી (Diwali) પર્વ ઉજવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ફટાકડાના વેપારીઓ (Vepario)એ પણ સ્ટોલ લગાવવાના શરૂ કરતાની સાથે જ ફટાકડાના સ્ટોર ઉપર દેવી દેવતાઓના પોસ્ટર વાળા ફટાકડા વેચનારા વેપારીઓ સામે હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતરનાર છે અને ફોજદારી રાહે કાર્યવાહી કરવાની ચીમકી સાથે હિન્દુ સંગઠનો એ ભરૂચ કલેકટર એક લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે
સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વહેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટકાડાઓનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે ત્યારે એકતા એજ લક્ષય સંગઠન,અખિલ ભારત હિન્દૂ મહાસભા ,ગૌ રક્ષા દળ વિરાટ બજરંગ દળ,ના દીપાલી બારોટ,વિશાલ પટેલ,સંજય પટેલ,ગૌરવ પટેલ સહિતના આગેવાનો હોદ્દેદારો દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી 
ત્યારે  હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એવાં દિવાળીને ગણતરીના દિવસો બાકી છે બજારમાં દિવાળીના પર્વને ધ્યાને લઈ ફટાકડાઓનું વેચાણ શરૂ થઈ ગયું છે જેમાં બજારમાં દિવાળી નિમિત્તે વેચાતા મોટાભાગના ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટાકડાનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે.જે વહેલી તકે આવા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકી, પ્રતિબંધ મુક્યા બાદ પણ કોઈ વેપારી આ પ્રકારના ફટાકડાનું વેચાણ શરૂ રાખે તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને સાથે હિન્દુ સંગઠનો એ કલેકટરને આવેદનપત્ર પાઠવી એક ચીમકી આપવામાં આવી છે કે કોઈપણ વેપારી હિન્દુ દેવી-દેવતાઓના ફોટા વાળા ફટાકડાનું વેચાણ કરશે તો તે ફટાકડાના જથ્થા સાથે પોલીસ મથકે લઈ જઈ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવનાર હોવાની ચીમકી આપી દીધી છે
Advertisement
Tags :
Advertisement

.