Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિંદુ સંગઠનોએ કુતુબ મિનારનું નામ બદલી વિષ્ણુ સ્તંભ કરવાની માગ કરી, કર્યા હનુમાન ચાલીસાના પાઠ

રાજધાની દિલ્હીમાં મંગળવારે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો દ્વારા ઐતિહાસિક ઈમારત કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ સાથે હિન્દુ સંગઠનો દ્વારા કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માંગ કરવામાં આવી છે.  મળતી માહિતી મુજબ મંગલવારે સવારથી કુતુબ મિનાર પાસે હિંદુ સંગઠનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. હિન્દુ સંગઠન મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મàª
11:00 AM May 10, 2022 IST | Vipul Pandya

રાજધાની દિલ્હીમાં મંગળવારે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો દ્વારા
ઐતિહાસિક ઈમારત કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ
સાથે હિન્દુ સંગઠનો દ્વારા કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માંગ
કરવામાં આવી છે.
 
મળતી
માહિતી મુજબ
મંગલવારે
સવારથી કુતુબ મિનાર પાસે હિંદુ સંગઠનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. હિન્દુ સંગઠન
મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ
કર્યો. હિંદુ સંગઠનોનો દાવો છે કે કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે. આ ટાવર
જૈન અને હિંદુ મંદિરોને તોડીને બનાવવામાં આવ્યોં હતો.

javascript:nicTemp();

જો કે, માહિતી
મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા.
પોલીસ દ્વારા કુતુબ મિનાર સંકુલની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. દિલ્હી
પોલીસે યુનાઇટેડ હિંદુ મોરચાના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્રવાદી
શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જય ભગવાન ગોયલને કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસા
વાંચવાની મંજૂરી ન આપવા બદલ નજરકેદ કરી દીધા છે.આ વિરોધીઓની માંગ છે કે ભારત સનાતન
ભૂમિ છે
, તેથી
કુતુબમિનારની સાથે સાથે તમામ મુઘલ ઈમારતો અને રસ્તાઓના નામ પણ બદલવા જોઈએ.

Tags :
GujaratFirstHanumanChalisaHinduorganizationsQutubMinarVishnusthambh
Next Article