હિન્દુ નેતા આચાર્ય ધર્મેન્દ્રનું જયપુરમાં થયું નિધન
શ્રીરામ મંદિર આંદોલનમાં સક્રીય રહેલા આચાર્ય ધર્મેન્દ્રનું જયપુરમાં નિધન થયું છે. ફાયર બ્રાન્ડ હિન્દુ નેતા ગણાતા આચાર્ય ધર્મેન્દ્રએ જયપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આચાર્ય ધર્મેન્દ્ર છેલ્લા 1 મહિનાથી બિમાર હતા. તેમને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમનું અવસાન થયું છે.ઉલ્લેખનીય છે કે આચાર્ય ધર્મેન્દ્ર શ્રી રામ મંદિર આંદોલનમા
શ્રીરામ મંદિર આંદોલનમાં સક્રીય રહેલા આચાર્ય ધર્મેન્દ્રનું જયપુરમાં નિધન થયું છે.
ફાયર બ્રાન્ડ હિન્દુ નેતા ગણાતા આચાર્ય ધર્મેન્દ્રએ જયપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આચાર્ય ધર્મેન્દ્ર છેલ્લા 1 મહિનાથી બિમાર હતા. તેમને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમનું અવસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે આચાર્ય ધર્મેન્દ્ર શ્રી રામ મંદિર આંદોલનમાં સક્રીય રહ્યા હતા અને મહત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ વિશ્વ હિન્દુ પરિષદ સાથે લાંબા સમયથી જોડાયેલા હતા. થોડા દિવસ પહેલાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ તેમની તબિયતની જાણકારી મેળવી હતી.
મહાત્મા રામચંદ્ર વીર મહારાજના પુત્ર આચાર્ય ધર્મેન્દ્રનો જન્મ 1942માં ગુજરાતમાં થયો હતો. તેઓ તેમના પિતા મહાત્મા રામચંદ્ર વીર મહારાજના આદર્શો અને વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. 13 વર્ષની ઉંમરે આચાર્યએ વજરંગ નામનું અખબાર શરૂ કર્યું. તેઓ વિશ્વ હિન્દુ પરિષદના સેન્ટ્રલ ગાઈડન્સ બોર્ડમાં રહી ચૂક્યા છે. બાબરી ધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિત આચાર્ય ધર્મેન્દ્રને પણ આરોપી માનવામાં આવ્યા હતા.
આચાર્ય સ્વામી ધર્મેન્દ્રને બે પુત્રો છે, સોમેન્દ્ર શર્મા અને પ્રણવેન્દ્ર શર્મા. સોમેન્દ્રની પત્ની અર્ચના શર્મા હાલમાં ગેહલોત સરકારમાં સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ છે.
આચાર્ય રામ મંદિર મુદ્દે ખુલ્લેઆમ બોલતા હતા. તેમણે દેશભરમાં ભ્રમણ કર્યું હતું.
Advertisement
Advertisement