ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિમંતા બિસ્વા સરમાએ શેખ હસીનાની મુલાકાત દરમિયાન કહ્યું- બાંગ્લાદેશ- પાકિસ્તાન જોડી અખંડ ભારત બનાવો

કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિશે બોલતા આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધીને તેમના દાદાના સમયમાં જે બન્યું તેનો અફસોસ છે તો બાંગ્લાદેશ, પાકિસ્તાનને એક કરી અખંડ ભારત બનાવવું જોઈએ. કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષહાલમાં જ્યારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનની ભારત મુલાકાત વચ્ચે, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ અને ર
01:34 PM Sep 07, 2022 IST | Vipul Pandya
કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિશે બોલતા આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધીને તેમના દાદાના સમયમાં જે બન્યું તેનો અફસોસ છે તો બાંગ્લાદેશ, પાકિસ્તાનને એક કરી અખંડ ભારત બનાવવું જોઈએ. 

કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષ
હાલમાં જ્યારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનની ભારત મુલાકાત વચ્ચે, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે જો ભારતને એક કરવું હોય તો પાકિસ્તાન અને બાંગ્લાદેશને એક કરીને અખંડ ભારત બનાવવું જોઈએ. શર્મા કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યાં હતા. 


કાશ્મીરથી કન્યાકુમારી અને સિલ્ચરથી સૌરાષ્ટ્ર સુધી આપણે બધા એક છીએ
જણાવી દઈએ કે કોંગ્રેસે આજે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3500 કિલોમીટરની યાત્રા શરૂ કરી છે જેમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. કોંગ્રેસ સામાન્ય ચૂંટણી પહેલા આ યાત્રા દ્વારા પોતાને દેશમાં મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, ભારત એક છે. ભારત જોડાયેલું છે. 1947માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું હતું. કાશ્મીરથી કન્યાકુમારી અને સિલ્ચરથી સૌરાષ્ટ્ર સુધી આપણે બધા એક છીએ. જો રાહુલ ગાંધીને લાગતું હોય કે તેમના દાદા પંડિત જવાહરલાલ નહેરુએ ભૂલ કરી હતી અને તેમને પસ્તાવો થાય છે તો તેમના પોતાના દેશમાં ભારત જોડો યાત્રા કરવાનો કોઈ અર્થ નથી. તમે પાકિસ્તાન અને બાંગ્લાદેશને એક કરીને અખંડ ભારત બનાવવાનો પ્રયાસ કરો. 
ભારતના ટુકડા થવાનો સવાલ જ નથી
તમને જણાવી દઈએ કે હિમંતા બિસ્વા સરમા 2015માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, ભૂતાન, અફઘાનિસ્તાન, તિબેટ અને મ્યાનમારને એક કરીને રચાયેલા પ્રદેશ માટે અખંડ ભારતની કલ્પના કરવામાં આવી છે. શેખ હસીનાએ ભારત પહોંચીને ફરી એકવાર બાંગ્લાદેશને સ્વતંત્ર કરવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે તેમના પિતાને પણ યાદ કર્યા. હસીનાએ કહ્યું કે ભારત સાથે તેમનો જૂનો સંબંધ છે. બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. 
  
Tags :
BharatJodoYatraCongressGujaratFirstHemantabishvarahulgandhiSheikhHasinaIndiavisit
Next Article