Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિલેરી ક્લિન્ટને 50 મિલિયન ડોલરના ગ્લોબલ ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડની જાહેરાત કરી

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને સોમવારે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે મહિલાઓ માટે 50 મિલિયન ડોલરના 'ગ્લોબલ ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડ'ની જાહેરાત કરી હતી. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કુડા ગામ નજીક  અગરિયાઓને સંબોધતા, તેમણે કહ્યું કે આ ભંડોળ મહિલાઓ અને સમુદાયોને આબોહવા પરિવર્તન સામે લડવામાં અને આજીવિકાના નવા સંસાધનો અને શિક્ષણ પ્રદાન કરવામાં મદદ કરશે. હું કà«
10:17 AM Feb 06, 2023 IST | Vipul Pandya
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને સોમવારે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે મહિલાઓ માટે 50 મિલિયન ડોલરના 'ગ્લોબલ ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડ'ની જાહેરાત કરી હતી. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કુડા ગામ નજીક  અગરિયાઓને સંબોધતા, તેમણે કહ્યું કે આ ભંડોળ મહિલાઓ અને સમુદાયોને આબોહવા પરિવર્તન સામે લડવામાં અને આજીવિકાના નવા સંસાધનો અને શિક્ષણ પ્રદાન કરવામાં મદદ કરશે. 
હું ક્લિન્ટન જાહેરાત કરુ છું....
ક્લિન્ટને કહ્યું, "આજે હું, ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવ, અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન, SEWA અને અન્ય સંસ્થાઓ સાથે મળીને, મહિલાઓ માટે 50 મિલિયન ડોલરના ગ્લોબલ ક્લાઇમેટ રેઝિલિયન્સ ફંડ'ની જાહેરાત કરું છું"

30 વર્ષ સુધી ઇલાબેન અને SEWA સાથે કામ કરવાનો લહાવો મળ્યોઃ હિલેરી ક્લિન્ટન 
તેમણે કહ્યું, “મને લગભગ 30 વર્ષ સુધી ઇલાબેન અને SEWA સાથે કામ કરવાનો લહાવો મળ્યો. પરંતુ અમે આગામી 50 વર્ષ વિશે વિચારી રહ્યા છીએ." ક્લિન્ટને SEWAના 50 વર્ષ પુરા થવા પર અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેના સ્થાપક અને જાણીતા સામાજિક કાર્યકર્તા ઈલા ભટ્ટને શ્રદ્ધાંજલિ આપી હતી. ઇવેન્ટ દરમિયાન, તેમણે  જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તનના કારણે ગરમીનું મોજું અનૌપચારિક ક્ષેત્રોમાં મહિલા કામદારો માટે એક વધારાનો પડકાર છે અને ગ્લોબલ ક્લાઇમેટ રેઝિલિયન્સ ફંડ આ પડકારને પહોંચી વળવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ  G-20 માટે વિદેશી ડેલીગેટ્સને આવકારવા ભૂજ એરપોર્ટ પર તૈયારીઓ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
$50millionAnnouncedGlobalClimateResilienceFundGujaratFirstHillaryClintonpoorSaltworkersSEWAwomen
Next Article