Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આત્મીયતા અને ઓળખનો અભાવ એ હાઇરાઇઝ જીવનશૈલીનું સૌથી મોટું ઉધાર પાસું છે…

એક જમાનામાં પોળો અને પૂરમાં વસેલું અમદાવાદ નદી પારના પશ્ચિમ વિસ્તારમાં નવી બનેલી સોસાયટીઓના સ્વરૂપમાં પસાર થઇને ત્રણ માળના ફ્લેટ્સ કે એપાર્ટમેન્ટ્સને વળોટીને આજે હાઇરાઇઝ બિલ્ડીંગ્સના બાંધકામ તરફ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. હવે તો પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ હાઇરાઇઝ બિલ્ડીંગ બંધાવાની શરૂઆત થઇ ગઇ છે.             સામાન્ય રીતે શહેરના નજીકના વિસ્તારોમાં રહેંણાંક વિસ્તારોની વધતà
09:58 AM Mar 16, 2022 IST | Vipul Pandya
એક જમાનામાં પોળો અને પૂરમાં વસેલું અમદાવાદ નદી પારના પશ્ચિમ વિસ્તારમાં નવી બનેલી સોસાયટીઓના સ્વરૂપમાં પસાર થઇને ત્રણ માળના ફ્લેટ્સ કે એપાર્ટમેન્ટ્સને વળોટીને આજે હાઇરાઇઝ બિલ્ડીંગ્સના બાંધકામ તરફ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. હવે તો પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ હાઇરાઇઝ બિલ્ડીંગ બંધાવાની શરૂઆત થઇ ગઇ છે.             
સામાન્ય રીતે શહેરના નજીકના વિસ્તારોમાં રહેંણાંક વિસ્તારોની વધતી જતી માંગણી સામે પ્રમાણમાં જમીન ઓછી હોવાથી હાઇ રાઇઝ બિલ્ડીંગને પ્રોત્સાહન મળ્યું છે. ગોઝારા ધરતીકંપ પછી ધરતીકંપમાં પણ ટકી શકે તેવી સ્થાપત્ય ટેક્નોલોજીને કારણે ફરી પાછા લોકો 11, 12 કે 21મા માળે રહેવામાં ગૌરવ અનુભવતા થયા છે. જેમ જેમ ઉપર રહેવાનું મળે તો તાજી હવા અને સૂર્ય પ્રકાશનો લાભ વગેરે હાઇરાઇઝ બિલ્ડીંગોમાં રહેનારાઓને લલચાવનારું લક્ષણ બન્યું છે. લીફ્ટની સુવિધા અને નજીકમાં જ વિકસાવાતા શોપીંગ સેન્ટરો ત્યાં રહેનાર માટે સમય અને શક્તિ બચાવવામાં ઉપયોગી પણ બને છે.              
અલબત્ત હાઇરાઇઝ બિલ્ડીંગમાં વસતા લોકોની જીવનશૈલીની એક આગવી પધ્ધતિ પણ સમાંતરે વિકસી રહી છે. ઘણાં બધા લોકો સાથે રહેતા હોવાં છતાં આત્મીયતા કે ઓળખનો અભાવ એ હાઇરાઇઝ જીવનશૈલીનું સૌથી મોટું ઉધાર પાસું છે.                             
હવે તો કહેવાતા જુના અમદાવાદની ઘણી સોસાયટીઓ અને ત્રણ માળીયા ફ્લેટ ''રિ ડેવલપમેન્ટ'' બિલ્ડીંગમાં તબદીલ થવાની શરૂઆત થઇ ચુકી છે. આવનાર વીસેક વર્ષમાં આપણું અમદાવાદ મુંબઇ નગરીને વળોટીને ન્યુયોર્કના કેટલાક વિસ્તારો જેવું લાગવા લાગે તેવી સંભાવનાઓ ક્ષિતિજ પર ડોકાઇ રહી છે.
Tags :
BuildingGujaratFirstHighrisebuilding
Next Article