Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસની હાઇલેવલ બેઠક, પ્રશાંત કિશોર સહિત અનેક મોટા નેતાઓ હાજર

છેલ્લા ઘણા સમયથી અવી ચર્ચાઓ થઇ રહી છે કે રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ત્યારે હવે આ અટકળોને વધારે બળ મળ્યું છે. જેનું કારણ શનિવારે રાજધાની દિલ્હીમાં 10 જનપથ પર સ્થિત સોનિયા ગાંધીના નિવાસ સ્થાને મળેલી હાઇ લેવલ બેઠક છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અચાનક જ કોંગ્રેસની હાઇલેવલ બેઠક બોલાવી હતી. જેમાં પ્રશાંત કિશોર પણ હાજર હતા.અત્યાર સુધી અનેક રાજકીય પક
સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસની હાઇલેવલ બેઠક  પ્રશાંત કિશોર સહિત અનેક મોટા નેતાઓ હાજર
છેલ્લા ઘણા સમયથી અવી ચર્ચાઓ થઇ રહી છે કે રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ત્યારે હવે આ અટકળોને વધારે બળ મળ્યું છે. જેનું કારણ શનિવારે રાજધાની દિલ્હીમાં 10 જનપથ પર સ્થિત સોનિયા ગાંધીના નિવાસ સ્થાને મળેલી હાઇ લેવલ બેઠક છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અચાનક જ કોંગ્રેસની હાઇલેવલ બેઠક બોલાવી હતી. જેમાં પ્રશાંત કિશોર પણ હાજર હતા.
અત્યાર સુધી અનેક રાજકીય પક્ષોના વ્યૂહાત્મક સલાહકારની ભૂમિકા નિભાવી ચૂકેલા પ્રશાંત કિશોર મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. આજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથેની તેમની મુલાકાતે આ સંકેત આપ્યો છે.   બેઠકમાં ભાગ લેનારા નેતાઓમાં મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટની, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, મુકુલ વાસનિક, દિગ્વિજય સિંહ અને અજય માકનનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી છે કે ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ પ્રશાંત કિશોરને મોટી ભૂમિકા આપી શકે છે. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં પ્રશાંતે પોતે મે મહિનામાં પોતાના રાજકીય ભવિષ્ય વિશે મોટી જાહેરાત કરવાની વાત કરી હતી.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રશાંત કિશોરની ટીમ ગુજરાતમાં પણ સર્વે કરી રહી છે. આ બેઠક પહેલા પ્રશાંત કિશોર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પંજાબ ચૂંટણી પહેલા પણ પ્રશાંત કિશોરે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે ઘણી બેઠકો કરી હતી. આ દરમિયાન તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો પણ ચાલી રહી હતી. 
2024ની લોકસભા ચૂંટણી અને ગુજરાતની ચૂંટણીની તૈયારી
છેલ્લા થોડા સમયથી કોંગ્રેસનું પ્રદર્શન સતત નબળું પડી રહ્યું છે. ગયા મહિને 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પાર્ટીને દરેક જગ્યાએ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના ખોવાયેલા સમર્થનને પાછુ મેળવવા અને પાર્ટીને મજબૂત કરવા માટે આ તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. આ જ કારણ છે કે તેમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પણ બોલાવવામાં આવ્યા છે. પાર્ટીમાં મોટા પાયે ફેરફારની ચર્ચા પણ ચાલી રહી છે. પાર્ટીની નજર ટૂંક સમયમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર પણ છે. કોંગ્રેસ પોતાને મજબૂત કરવા અને વધુ સારું પ્રદર્શન કરવા માંગે છે. આ ઉપરાંત પાર્ટી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરવા માંગે છે, જેથી તે ભાજપને ટક્કર આપી શકે.
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે
આ તમામ સ્થિતિ વચ્ચે એક એવી ચર્ચા છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. ટૂંક સમયમાં જ તેમને પાર્ટીની સદસ્યતા આપવામાં આવી શકે છે. કોંગ્રેસ તેમને મોટી જવાબદારી પણ આપી શકે છે. કોંગ્રેસ પ્રશાંત કિશોર સાથે આ માટે ઘણા લાંબા સમયથી વાત કરી રહી છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસ હાઈકમાન્ડને ઘણા સૂચનો પણ કર્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.