Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવનીત રાણાને હાઇકોર્ટની ફટકાર, FIR નહીં થાય રદ્દ, કોર્ટે કહ્યું - જેટલો વધારે પાવર, તેટલી વધારે જવાબદારી

મહારાષ્ટ્રમાં પહેલા લાઉડસ્પીકર વિવાદ અને ત્યારબાદ હવે હનુમાન ચાલીસાને લઇને વિવાદ શરુ થયો છે. જેમાં અત્યારનો સૌથી ચર્ચાસ્પદ ચહેરો અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાનો છે. પૂર્વ અભિનેત્રી અને સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરે હનુમાન ચાલીસાના પાઠની જાહેરાત કરતાં શિવસૈનિકોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારàª
નવનીત રાણાને હાઇકોર્ટની ફટકાર  fir નહીં થાય રદ્દ  કોર્ટે કહ્યું   જેટલો વધારે પાવર  તેટલી વધારે જવાબદારી
મહારાષ્ટ્રમાં પહેલા લાઉડસ્પીકર વિવાદ અને ત્યારબાદ હવે હનુમાન ચાલીસાને લઇને વિવાદ શરુ થયો છે. જેમાં અત્યારનો સૌથી ચર્ચાસ્પદ ચહેરો અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાનો છે. પૂર્વ અભિનેત્રી અને સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરે હનુમાન ચાલીસાના પાઠની જાહેરાત કરતાં શિવસૈનિકોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની ધરપકડ કરી છે. તેમના પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 
તેવામાં હવે તેને બોમ્બે હાઇકોર્ટ તરફથી પણ ફટકો લાગ્યો છે. સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં અપક્ષ સાંસદ નવનીત રાણાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજી નવનીત રાણાએ તેમની સામે નોંધાયેલી બીજી એફઆઈઆર વિરુદ્ધ દાખલ કરી હતી. કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. આ સાથે તેમને ઠપકો પણ આપ્યો છે. 
જો કે બોમ્બે હાઈકોર્ટે ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બીજી એફઆઈઆરમાં સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને રાહત આપી છે. આ કેસમાં તેની ધરપકડ કરવામાં નહીં આવે. કોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકા વાજબી છે. ઉલ્લેખનીય છે કે નવનીત રાણાએ ધરપકડ બાદ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પોતાના પર આઈપીસીની કલમ 353 હેઠળ નોંધાયેલી એફઆઈઆરને રદ્દ કરવા માટે અરજી કરી હતી. 
આ કલમોમાં રાણા દંપતી સામે એફઆઈઆર
પોલીસે કલમ 153A એટલે કે ધર્મના આધારે બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા બદલ સાંસદ નવનીત અને રવિ રાણાની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે રાણા દંપતી સામે કલમ 353 હેઠળ બીજો કેસ નોંધ્યો હતો. ત્યારબાદ રવિવારે બાંદ્રા કોર્ટમાં ફરિયાદ પક્ષે પોલીસ રિમાન્ડની માગણી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. રાણા દંપતી પર રાજદ્રોહની કલમ પણ લગાવવામાં આવી છે. શિવસૈનિકોએ ફરિયાદ કરી કે માતોશ્રી તેમના માટે મંદિર સમાન છે. રાણા દંપતીએ તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ શું કહ્યું?
સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું કે નવનીત રાણાની હનુમાન ચાલીસા વાંચવા બદલ ધરપકડ કરવામાં નથી આવી. તેમના નિવેદનોને કારણે ઉભી થયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે ધરપકડ કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે, 'નવનીત રાણા જાણીજોઈને અશાંતિ પેદા કરી રહ્યા હતા. તેમના હનુમાન ચાલીસાના વાંચન સામે કોઈ વિરોધ નહોતો. પણ તે બીજાના ઘરે જઈને આવું કેમ કરવા માંગતી હતી? તેણે કાયદો અને વ્યવસ્થામાં મુશ્કેલી ઊભી કરી, તેથી તેની ધરપકડ કરવામાં આવી.
Advertisement
Tags :
Advertisement

.