Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PSI ભરતી વિવાદ અંગે હાઇકોર્ટનો ચુકાદો, ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી : હાઇકોર્ટ

PSIની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ અંગે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો આવ્યો છે. દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવા અંગેની જે પિટિશન કરવામાં આવી હતી તેને કોર્ટે ફગાવી દીધી છે. ચુકાદો આપતા કોર્ટ કહ્યું છે કે સરકાર દ્વારા પ્રિલિમ પરીક્ષાના મેરિટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની જે પદ્ધતિ છે તે યોગ્ય છે.ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લીહાઇકોર્ટના ચુકાદા બાદ હવે PSIની ભરતી પ્àª
psi ભરતી વિવાદ અંગે હાઇકોર્ટનો ચુકાદો  ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી   હાઇકોર્ટ
PSIની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ અંગે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો આવ્યો છે. દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવા અંગેની જે પિટિશન કરવામાં આવી હતી તેને કોર્ટે ફગાવી દીધી છે. ચુકાદો આપતા કોર્ટ કહ્યું છે કે સરકાર દ્વારા પ્રિલિમ પરીક્ષાના મેરિટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની જે પદ્ધતિ છે તે યોગ્ય છે.
ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી
હાઇકોર્ટના ચુકાદા બાદ હવે PSIની ભરતી પ્રક્રિયામાં લાગેલું ગ્રહણ દૂર થયું છે. આ ચુકાદો આપતા હાઇકોર્ટે કહ્યું કે ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે. અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારના મેરિટમાં સારા માર્ક્સ હોય તો એ જનરલ કેટેગરીમાં આવી શકે. જનરલ કે બિનઅનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરીટ વાળા અનામત બેઠકના ઉમેદવાર ના સમાવી શકાય.  ઉલ્લેખનીય છે કે આ અરજીની સુનવણી પહેલા વેકેશન બેન્ચ સમક્ષ થઇ હતી. જો કે હવે વેકેશન પુરુ થયા બાદ આજે રેગ્યુલર બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો છે. સુનવણી દરમિયાન સરકારે કોર્ટને જણાવ્યું હતું કે PSI ભરતીની તમામ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે.
ગત માર્ચમાં પરીક્ષા લેવાઇ હતી
PSIની પરીક્ષા ગત માર્ચ મહિનામાં લેવામાં આવી હતા. 6 માર્ચના રોજ લેવાયેલી પરીક્ષઆ બાદ જે તેના પરિણામના મેરિટમાં દરેક કેટગરીમાં પાસ થયેલા ઉમેદવારો કરતા ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન ના થયું હોવાની ફરિયાદ હાઇકોર્ટમાં કરાઇ હતી. આ સિવાય ઓપન કેટેગરીમાં અન્ય વર્ગોને સમાવવામાં આવતા પણ વિરોધ નોંધાવ્યો હતો. જો કે હવે કોર્ટે આ પ્રકારના તમામ વિરોધને યોગ્ય ગણ્યો નથી અને સરકારની પદ્ધતિને યોગ્ય ગણાવી છે.
Advertisement
Tags :
Advertisement

.