ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બીરભૂમ હિંસાની તપાસ સીબીઆઇને સોંપવા હાઇકોર્ટનો આદેશ

પશ્ચિમ બંગાળની બીરભૂમ હિંસા અને આગજની કેસની તપાસ હવે સીબીઆઇને સોંપવામાં આવી છે. કોલકાતા હાઇકોર્ટે શુક્રવારે આ આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આ આદેશથી મમતા સરકારને ઝટકો લાગ્યો છે.  ઉલ્લેખનિય છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમ જીલ્લાના રામપુર હાટમાં ટીએમસી નેતાની હત્યા પછી તોફાનો ફાટી નિકળ્યા હતા અને ઘણાં મકાનોમાં આગ લગાવી દેવાઇ હતી જેમાં 2 બાળકો સહિત 8 લોકોના જાન ગયા હતા. જેમાં 3 મહિલાનો પણ
06:00 AM Mar 25, 2022 IST | Vipul Pandya
પશ્ચિમ બંગાળની બીરભૂમ હિંસા અને આગજની કેસની તપાસ હવે સીબીઆઇને સોંપવામાં આવી છે. કોલકાતા હાઇકોર્ટે શુક્રવારે આ આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આ આદેશથી મમતા સરકારને ઝટકો લાગ્યો છે.  ઉલ્લેખનિય છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમ જીલ્લાના રામપુર હાટમાં ટીએમસી નેતાની હત્યા પછી તોફાનો ફાટી નિકળ્યા હતા અને ઘણાં મકાનોમાં આગ લગાવી દેવાઇ હતી જેમાં 2 બાળકો સહિત 8 લોકોના જાન ગયા હતા. જેમાં 3 મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મામલામાં અત્યાર સુધી 20 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. 
રાજય પોલીસ તપાસ નહી કરી શકે 
હવે પશ્ચિમ બંગાળ પોલીસની એસઆઇટી બનાવના તપાસના દસ્તાવેજો સીબીઆઇને સોંપી દેશે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સબૂત અને ઘટનાની અસર દર્શાવે છે કે રાજયની પોલીસ મામલાની તપાસ નહી કરી શકે. હાઇકોર્ટે સીબીઆઇને આદેશ આપ્યો હતો કે તે 7 એપ્રિલ સુધી પોતાની પ્રોગ્રેસ રિપોર્ટ ફાઇલ કરે. 
સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરાઇ 
બીરભૂમ હિંસામાં કોલકાતા હાઇકોર્ટે પણ પોતાની રીતે જાણકારી મેળવી સુનાવણી કરી હતી. હાઇકોર્ટે પહેલા તો સીબીઆઇ તપાસની માંગનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે પહેલો મોકો રાજયને આપવો જોઇએ. દરમિયાન બીરભૂમ હિંસાના મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં જણાવાયુ હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવી જોઇએ. આ ઉપરાત એસઆઇટી અથવા તો સીબીઆઇ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવે. આ અરજી હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી હતી. 
Tags :
birbhumriotsGujaratFirstKolkataHighCourt
Next Article