હેલ્મેટના કાયદાનું કડકાઇથી પાલન કરાવવા હાઇકોર્ટની સૂચના
ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની એક પીટીશનની સુનવણી દરમ્યાન હાઈકોર્ટના ચીફ જસ્ટીસે રાજ્ય સરકારને કહ્યું હતુ કે હેલ્મેટના કાયદાનું કડકાઈથી પાલન કરાવો, લોકોની સુરક્ષા ખુબ જરૂરી છે અને તેની અમલવારી પણ થવી જ જોઈએ આ બધી બાબતોમાં સરકાર શા માટે ઢીલાશ દાખવી રહી છે? અમે દિવસ દરમ્યાન અને મોડી રાત્રે પણ બહાર નીકળતા હોઈએ છીએ ત્યારે જોઈએ છે કે કેટલાય ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ વિના વાહન હંકારતા હોય છે તેનું શું કારણ છે?હેલ્મેટના કાયદાનું કડકાઈ થી પાલન કરાવવામાં નથી આવી રહ્યું . હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી કે શું?
હાઈકોર્ટના ટકોર બાદ મુખ્ય સરકારી વકીલ દ્વારા કોર્ટેના ખાતરી આપવામાં આવી છે કે રાજ્યમાં હેલ્મેટના કાયદાનો અમલ કરાવવામાં આવશે.અને ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે અને ત્તેના કાયદાનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી હાઈકોર્ટને આપવામાં આવી છે.આ સાથે જ ચીફ જસ્ટીસે સરકારી વકીલનું આ મુદ્દે પણ ધ્યાન દોર્યું છે કે જ્યારથી તમે હેલ્મેટના કાયદાનું સખ્તાઈ થી કડકાઈથી પાલન કરાવશો ત્યારે પોલીસ અને નાગરીકો વચ્ચે અણબનાવ અને તકરારના કિસ્સાઓ પણ જોવા મળશે,પરંતુ પોલીસ વિભાગે અને ટ્રાફિક પોલીસે વિભાગે આ બધી બાબતની પણ તૈયારી રાખવી પડશે.