Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્મૃતિ ઇરાનીની પુત્રી સાથે જોડાયેલું ટ્વિટ ડિલીટ કરવા કોંગ્રેસ નેતાને હાઇકોર્ટનો નિર્દેશ

દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા કરાયેલા માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને પવન ખેરાને સમન્સ જારી કર્યું છે. એટલું જ નહીં પણ કોર્ટે પવન ખેડાને એ ટ્વિટ પણ હટાવવા નિર્દેશ આપ્યો છે, જેમાં તેમણે સ્મૃતિ ઇરાનીની પુત્રી પર ફર્જી લાયસન્સ દ્વારા બાર ચલાવવાનો આરોપ લગાવાયો હતો. સ્મૃતિ ઇરાનીની તરફથી કોર્ટને જણાવાયું હતું કે જે બારનો કોંગ્રેસ નેતા વારંવા
સ્મૃતિ ઇરાનીની પુત્રી સાથે જોડાયેલું ટ્વિટ ડિલીટ કરવા કોંગ્રેસ નેતાને હાઇકોર્ટનો નિર્દેશ
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા કરાયેલા માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને પવન ખેરાને સમન્સ જારી કર્યું છે. એટલું જ નહીં પણ કોર્ટે પવન ખેડાને એ ટ્વિટ પણ હટાવવા નિર્દેશ આપ્યો છે, જેમાં તેમણે સ્મૃતિ ઇરાનીની પુત્રી પર ફર્જી લાયસન્સ દ્વારા બાર ચલાવવાનો આરોપ લગાવાયો હતો. 
સ્મૃતિ ઇરાનીની તરફથી કોર્ટને જણાવાયું હતું કે જે બારનો કોંગ્રેસ નેતા વારંવાર ઉલ્લેખ કરે છે, તેની સાથે તેમની પુત્રીનો કોઇ સંબંધ નથી અને તેને લેવા દેવા નથી. દુર્ભાવનાથી તે બાર સાથે તેમની પુત્રીનું નામ જોડવામાં આવ્યું છે. 
આ મામલે આધારહીન અને મનઘડંત આરોપો લગાવામાં આવ્યા છે. દિલ્હી હાઇકોર્ટે પવન ખેરાને બાર લાયસન્સ વિવાદના આરોપો પર અપમાનજનક ટ્વિટ હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી 18 ઓગષ્ટે યોજાશે. 
સ્મૃતિ ઇરાની દ્વારા દાખલ સિવિલ માનહાનિ કેસમાં દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન્સ મોકલીને આગળની સુનાવણીમાં જવાબ લઇને હાજર થવા જણાવ્યું છે. 
ઉલ્લેખનિય છે કે કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની પુત્રીના દોવા સ્થિત રેસ્ટોરાંને લઇને પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે તે જે પક્ષ સાથે જોડાયેલા છે, તેમની પુત્રી પણ સંસ્કારી હોવી જોઇએ પણ તે ગોવામાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે જેમાં 13 મહિના પહેલા મૃત્યુ પામેલા શખ્સના નામ પર ફર્જી લાયસન્સ ધરાવે છે. 
Advertisement
Tags :
Advertisement

.